બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 12:49 PM, 16 September 2024
બજાજ હાઉસિંગ ફાઇનાન્સના IPOને રોકાણકારો તરફથી ઉત્તમ પ્રતિસાદ મળ્યો હતો અને IPO સબસ્ક્રિપ્શનના અગાઉના તમામ રેકોર્ડ તોડી નાખ્યા હતા. હવે બજાજ હાઉસિંગ ફાઇનાન્સ આઇપીઓએ પણ રોકાણકારોને નિરાશ નથી કર્યા અને આ શેર 114 ટકાના પ્રીમિયમ પર લિસ્ટ થયો છે એટલે એક પહેલા જ દિવસે રોકાણકારોના પૈસા બમણા થઈ ગયા છે.
ADVERTISEMENT
બજાજ હાઉસિંગ ફાઇનાન્સના IPO માટે શેર દીઠ રૂ. 66-70ની પ્રાઇસ રેન્જ નક્કી કરવામાં આવી હતી. પરંતુ તેની સરખામણીમાં, શેર 114% ના પ્રીમિયમ પર એટલે કે 150 રૂપિયાના ભાવે સ્ટોક એક્સચેન્જમાં લિસ્ટ થયા હતા. એટ કે લિસ્ટ થતાંની સાથે જ પૈસા તો બદલ થઈ ગયા છે હવે પ્રશ્ન એ છે એક આ શેર હોલ્ડ કરવા જોઈએ કે વેચી નાખવા જોઈએ.
ADVERTISEMENT
એક્સપર્ટસની સલાહ અનુસાર જે લોકોને આ આઈપીઓનું એલોટમેન્ટ મળ્યું હતું એમને પોતાના રોકાણ કરેલ પૈસા કાઢી લેવા જોઈએ અને બાકીના શેરને હોલ્ડ કરવા જોઈએ. એટલે કે જે લોકો લાંબા ગાળાના રોકાણકારો છે એમને આ શેર હાલ વેચવા જોઈએ નહીં. ટૂંકા ગાળાના રોકાણકારોએ પ્રોફિટ કમાઈને આ શેર વેચી નાખવા જોઈએ.
નિષ્ણાતો બજાજ હાઉસિંગ ફાઇનાન્સ વિશે ખૂબ આશાવાદી છે. તેમનું માનવું છે કે લાંબા ગાળાના રોકાણકારો આ સ્ટોક રાખી શકે છે કારણ કે કંપનીનું બિઝનેસ મોડલ ઘણું સારું છે. ઉપરાંત, હાઉસિંગ સેક્ટરનું આઉટલૂક પણ એકદમ પોઝિટવ છે. આ ક્ષેત્ર આગામી 3-4 વર્ષ દરમિયાન કંપની સારું પ્રદર્શન ચાલુ રાખી શકે છે, જેનાથી બજાજ હાઉસિંગ ફાઇનાન્સના રોકાણકારોને ફાયદો થશે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.