બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 08:38 AM, 8 September 2024
જે લોકો શેરમાર્કેટમાં પૈસા રોકવાનું વિચારી રહ્યા છે એમની માટે સારા સમાચાર સામે આવ્યા છે. આઈટી ક્ષેત્ર સાથે સંબંધિત કંપની હેક્સાવેર ટેક્નોલોજીસનો આઈપીઓ લોન્ચ થવા જઈ રહ્યો છે. આ માટે કંપનીએ સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (સેબી) પાસે ડ્રાફ્ટ પેપર ફાઈલ કર્યા છે.
ADVERTISEMENT
હેક્સાવેર ટેક્નોલોજિસે રૂ. 9950 કરોડના IPO માટે માર્કેટ રેગ્યુલેટર સેબીમાં DRHP ફાઇલ કર્યું છે. જણાવી દઈએ કે આ કંપનીને ડિસેમ્બર 2020માં શેરબજારમાંથી ડી-લિસ્ટ કરવામાં આવી હતી. તે સમયે શેરની કિંમત 475 રૂપિયા હતી. પ્રાઈવેટ ઈક્વિટી ફર્મ કાર્લાઈલ ગ્રુપ હેક્સાવેર ટેક્નોલોજીસની પ્રમોટર છે.
ADVERTISEMENT
કંપની દ્વારા સેબીમાં સબમિટ કરાયેલા પ્રારંભિક દસ્તાવેજો (DRHP) મુજબ, આ IPO સંપૂર્ણ વેચાણ માટે ઓફર (OFS) હશે. એટલા માટે IPOમાંથી મળેલી સંપૂર્ણ રકમ કંપનીને બદલે સીધી પ્રમોટરને જશે. કંપનીએ જણાવ્યું હતું કે તેનો ઉદ્દેશ્ય સ્ટોક એક્સચેન્જમાં ઇક્વિટી શેરનું લિસ્ટિંગ અને વેચાણ કરીને શેરધારકોને OFSનો લાભ મેળવવાનો છે.
આ IPOમાં કાર્લાઈલ ગ્રુપ હેઠળના પ્રમોટર્સ CA મેગ્નમ હોલ્ડિંગ્સ તેમનો હિસ્સો વેચશે. CA મેગ્નમ હોલ્ડિંગ્સ હેક્સાવેર ટેક્નોલોજીસ આઈટી કંપનીમાં 95.03 ટકા હિસ્સો ધરાવે છે. જો આ IPO મંજૂર થાય છે, તો હેક્સાવેરનો IPO દેશના ઇન્ફોર્મેશન ટેક્નોલોજી સર્વિસ સેક્ટરમાં બે દાયકાથી વધુ સમય માટે સૌથી મોટો હશે. અગાઉ ટાટા કન્સલ્ટન્સી સર્વિસે રૂ. 4,713 કરોડનો આઈપીઓ લાવ્યો હતો.
હેક્સાવેર ટેકનોલોજીના સીઈઓ શ્રીકૃષ્ણ રામકાર્તિકેયન છે. સમગ્ર વિશ્વમાં તેની 16 ઓફિસો અને 38 ડિલિવરી કેન્દ્રો છે. આ કંપની નાણાકીય સેવાઓ, આરોગ્ય સંભાળ, વીમા, ઉત્પાદન જેવા ક્ષેત્રો માટે કામ કરે છે. આ કંપની ડિઝાઇન, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, ક્લાઉડ સર્વિસમાં કામ કરે છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.