બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / દારૂ બનાવતી કંપનીના IPOમાં કમાણીનો મોકો, આ તારીખથી ખુલશે 1,500 કરોડનો આઇપીઓ

રોકાણ / દારૂ બનાવતી કંપનીના IPOમાં કમાણીનો મોકો, આ તારીખથી ખુલશે 1,500 કરોડનો આઇપીઓ

Last Updated: 01:06 AM, 23 June 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આવતા અઠવાડિયે SME સેગમેન્ટમાં સાત IPO લોન્ચ થવા જઈ રહ્યા છે. જેમાં વિસામન ગ્લોબલ સેલ્સ, મેસન ઇન્ફ્રાટેક, સ્લિવાન પ્લાયબોર્ડ, શિવાલિક પાવર કંટ્રોલ, પેટ્રો કાર્બન એન્ડ કેમિકલ્સ, ડિવાઇન પાવર અને અકીકો ગ્લોબલ સર્વિસિસ જેવી કંપનીઓના IPO માર્કેટમાં આવશે છે.

શેર માર્કેટમાં છેલ્લા ઘણા સમયથી ઉથલપાથલ ચાલી રહી છે. આ વચ્ચે હવે IPOમાં રોકાણ કરનારા રોકાણકારો માટે સારા સમાચાર છે. આવતા અઠવાડિયે 9 IPOમાં નાણાં રોકવાની તક મળશે. બે મુખ્ય બોર્ડ IPO અને 7 MSME IPO હશે. તમને જણાવી દઈએ કે એલાઈડ બ્લેન્ડર્સ અને વ્રજ આયર્ન એન્ડ સ્ટીલના આઈપીઓ મેઈનબોર્ડ સેગમેન્ટમાં ખુલશે. SME સેગમેન્ટમાં, આવતા અઠવાડિયે કુલ સાત ઈસ્યુ સબસ્ક્રિપ્શન માટે ખુલશે. નવા IPO સિવાય, માર્કેટમાં 11 નવા લિસ્ટિંગ હશે, જેમાં સ્ટેનલી લાઇફસ્ટાઇલ, DEE ડેવલપમેન્ટ એન્જિનિયર્સ અને Acme Fintradeનો સમાવેશ થાય છે.

IPO-VTV

એલાઈડ બ્લેન્ડર્સ અને ડિસ્ટિલર્સ આઈપીઓ

ઓફિસર્સ ચોઈસ વ્હિસ્કી બનાવતી કંપની એલાઈડ બ્લેન્ડર્સ એન્ડ ડિસ્ટિલર્સે તેના રૂ. 1,500 કરોડના IPO માટે શેર દીઠ રૂ. 267-281નો પ્રાઇસ બેન્ડ નક્કી કર્યો છે, જે 25 જૂને સબસ્ક્રિપ્શન માટે ખુલશે. પ્રારંભિક શેર વેચાણ 27 જૂને બંધ થશે. મુંબઈ સ્થિત કંપનીના IPOમાં રૂ. 1,000 કરોડનો નવો ઇક્વિટી ઇશ્યૂ અને પ્રમોટરો દ્વારા રૂ. 500 કરોડની ઓફર-ફોર-સેલ (OFS)નો સમાવેશ થાય છે. OFS ના ભાગ રૂપે, બીના કિશોર છાબરિયા, રેશમ છાબરિયા, જિતેન્દ્ર હેમદેવ અને નીશા કિશોર છાબરિયા શેર વેચશે. તાજા ઈશ્યુમાંથી ઉભી થયેલી રૂ. 720 કરોડની રકમનો ઉપયોગ લોનની ચુકવણી માટે કરવામાં આવશે. વધુમાં, એક ભાગનો ઉપયોગ સામાન્ય કોર્પોરેટ હેતુઓ માટે કરવામાં આવશે. એલાઈડ બ્લેન્ડર્સ એન્ડ ડિસ્ટિલર્સે 1988માં ફ્લેગશિપ બ્રાન્ડ ઓફિસર્સ ચોઈસ વ્હિસ્કીની શરૂઆત સાથે તેની સફર શરૂ કરી હતી. કંપની ભારતમાં અને વિદેશમાં આલ્કોહોલિક પીણાંના ઉત્પાદન, માર્કેટિંગ અને વેચાણમાં રોકાયેલી છે. ફર્મના પ્રોડક્ટ પોર્ટફોલિયોમાં વ્હિસ્કી, બ્રાન્ડી, રમ અને વોડકામાં IMFLની ઘણી બ્રાન્ડનો સમાવેશ થાય છે.

ipo_3_1

વ્રજ આયર્ન એન્ડ સ્ટીલ

વ્રજ આયર્ન એન્ડ સ્ટીલનું પ્રારંભિક જાહેર ભરણું (IPO) 26 જૂને સબસ્ક્રિપ્શન માટે ખુલશે અને 28 જૂને બંધ થશે. કંપનીએ ઇક્વિટી શેર દીઠ રૂ. 195-207ની પ્રાઇસ બેન્ડની જાહેરાત કરી છે. કંપની બિલાસપુર પ્લાન્ટ ખાતે વિસ્તરણ પ્રોજેક્ટ માટે તેની મૂડી ખર્ચની જરૂરિયાત માટે ચોખ્ખી આવકનો ઉપયોગ કરવાની દરખાસ્ત કરે છે, જેનો અંદાજ રૂ. 164.50 કરોડ છે અને બાકીની રકમ સામાન્ય કોર્પોરેટ હેતુ માટે છે.

વધુ વાંચો : ઈન્કમ ટેક્સ રિટર્ન ફાઈલ કરવાના નિયમ બદલાયા, ITR ભરતા પહેલા જાણો, નહીં તો રિફંડના ફાફા

SME IPO

આવતા અઠવાડિયે SME સેગમેન્ટમાં સાત IPO લોન્ચ થવા જઈ રહ્યા છે. આ વિસામન ગ્લોબલ સેલ્સ, મેસન ઇન્ફ્રાટેક, સ્લિવાન પ્લાયબોર્ડ, શિવાલિક પાવર કંટ્રોલ, પેટ્રો કાર્બન એન્ડ કેમિકલ્સ, ડિવાઇન પાવર અને અકીકો ગ્લોબલ સર્વિસિસ છે. વિસામન ગ્લોબલ સેલ્સ, મેસન ઇન્ફ્રાટેક, સ્લિવાન પ્લાયબોર્ડ અને શિવાલિક પાવર કંટ્રોલના ઇશ્યૂ 24 જૂને સબસ્ક્રિપ્શન માટે ખુલશે, જ્યારે બાકીના 25 જૂનથી સબસ્ક્રિપ્શન માટે ખુલશે. પેટ્રોકાર્બનનો રૂ. 113 કરોડનો આઇપીઓ સૌથી મોટો છે, તેના પછી શિવાલિક પાવર કંટ્રોલનો ઇશ્યૂ છે, જે આશરે રૂ. 64 કરોડ એકત્ર કરવાની યોજના ધરાવે છે.

સંકળાયેલા મુદ્દાઓ

investors IPO IPOMarket
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ