બ્રેકિંગ ન્યુઝ
VTV / સ્પોર્ટસ / Cricket / ipl rcb new captain manish pandey virat kohli mega auction 2022 ipl dates
Last Updated: 11:09 AM, 10 January 2022
ADVERTISEMENT
તો શું ફ્લૉપ ખેલાડી હશે આરસીબીનો નવો કેપ્ટન?
આગામી મહિને અથવા ફેબ્રુઆરીમાં આઈપીએલનું મેગા ઑક્શન થવાનુ છે. રિપોર્ટસ મુજબ, 11, 12 અને 13 ફેબ્રુઆરીએ થશે. આ લીગ પહેલાં એવા ખેલાડીનું નામ સામે આવ્યું છે, જે આરસીબીનો નવો કેપ્ટન બની શકે છે. એક મીડિયા રિપોર્ટ મુજબ, સ્ટાર બેટ્સમેન મનીષ પાંડે આરસીબીના કેપ્ટન બની શકે છે. મનીષ પાંડે સનરાઈઝર્સ હૈદ્રાબાદની ટીમમાં હતા અને તેમને 2022 મેગા ઑક્શન પહેલા ડ્રોપ કરી દીધા હતા. પરંતુ હરાજી પહેલાં અહેવાલ છે કે આરસીબી આગામી સિઝન માટે મનીષ પાંડેને કેપ્ટનશિપ સોંપી શકે છે. આશ્ચર્યની વાત એ છે કે મનીષ પાંડે વર્તમાન સમયમાં સૌથી નબળા ફોર્મથી પસાર થઇ રહ્યાં છે. પરંતુ તેમ છતાં તેઓ આરસીબીના કેપ્ટન બની શકે છે.
ADVERTISEMENT
પહેલી વખત આરસીબી માટે ફટકારી હતી સદી
મનીષ પાંડે સનરાઈઝર્સ માટે સારું પ્રદર્શન કરવામાં નિષ્ફળ રહ્યાં હતા. ત્યારબાદ તેને ડ્રોપ કરી દેવામાં આવ્યાં હતા. આશા સેવાઈ રહી હતી કે મનીષ પાંડેને મેગા ઑક્શનમાં કોઈ ટીમ ખરીદશે પણ નહીં. પરંતુ હવે તેમના કેપ્ટન બનવાની વાત સૌથી ઉપર છે. સનરાઈઝર્સ હૈદ્રાબાદ અને કેકેઆર માટે સારું પ્રદર્શન કરનારા મનીષ પાંડેએ પોતાની આઈપીએલ કારકિર્દીની શરૂઆત આરસીબી સાથે કરી હતી. વર્ષ 2009માં તેઓ આઈપીએલમાં સદી ફટકારનારા પહેલા ભારતીય બેટ્સમેન હતા. તેમણે ડેક્કન ચાર્જર્સ હૈદ્રાબાદ માટે ફક્ત 73 બોલમાં અણનમ 114 રનની ઈનિંગ રમી હતી.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
IPL 2025 / VIDEO : મુંબઈ-હૈદરાબાદમાં એવું શું બન્યું કે બેટરને પાછો બોલાવવો પડ્યો, જાણો મામલો
Priyankka Triveddi
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.