IPL Mega Auction on 12 and 13 of February which players will get maximum amount in ipl 2022
IPL Mega Auction /
1200 ખેલાડીઓ માટે આ વખતે થશે મહા-હરાજી, આ ખેલાડીઓ પર થશે નોટોનો વરસાદ
Team VTV02:38 PM, 22 Jan 22
| Updated: 07:05 PM, 09 Feb 22
IPL Mega Auction માટે રજીસ્ટ્રેશન પૂરું થયું છે. આ વખતે 19 દેશોના 1214 ખેલાડીઓ હરાજીમાં ઉતરવાના છે અને ટીમો તેમના માટે બોલી લગાવશે.
IPL season 15 માટે Mega Auction
12 અને 13 ફેબ્રુઆરીએ યોજાશે ખેલાડીઓની હરાજી
19 દેશોના 1214 ખેલાડીઓએ કરાવ્યું રજીસ્ટ્રેશન
ઈન્ડિયન પ્રીમિયર લીગની 15મી સિઝન માટે મેગા ઓક્શન 12 અને 13 ફેબ્રુઆરીના રોજ યોજાશે. આ માટેનું રજીસ્ટ્રેશન 20 જાન્યુઆરીએ બંધ થયું છે અને અત્યાર સુધીમાં 19 દેશોમાંથી 1,214 ખેલાડીઓનું નામાંકન કરવામાં આવ્યું છે. જેમાં 896 ભારતીય અને 318 વિદેશી ખેલાડીઓ સામેલ છે.
આ વખતે મેગા ઓક્શનમાં નવી બે ટીમો
જોકે, આ મેગા ઓક્શનની ફાઇનલ યાદી નથી. અત્યારે ખેલાડીઓને શોર્ટલિસ્ટ કરવામાં આવશે અને માત્ર પસંદગીના ખેલાડીઓને જ અંતિમ યાદીમાં સામેલ કરવામાં આવશે. આ વખતે મેગા ઓક્શનમાં 10 ટીમો ભાગ લેશે. લખનૌ અને અમદાવાદ આ સિઝનથી આઈપીએલમાં જોડાઈ રહેલી બે નવી ટીમો છે.
903 ખેલાડીઓ તો પોતાના દેશ વતી એક પણ મેચ રમ્યા નથી
મેગા ઓક્શનની પ્રથમ યાદીમાં સામેલ 1,214 ખેલાડીઓમાંથી 270 એવા છે જેઓ પોતાના દેશ માટે ઓછામાં ઓછી એક મેચ રમી ચૂક્યા છે. આ ઉપરાંત 903 એવા ખેલાડીઓ છે જેમણે પોતાના દેશ માટે કોઈ મેચ રમી નથી. આમાં 41 ખેલાડીઓ એવા દેશોના પણ છે જ્યાં હજુ ટીમને ટેસ્ટ ક્રિકેટ રમવાની જ મંજૂરી નથી. આ ટીમો માત્ર T20 અથવા ODI મેચ જ રમે છે.
મેગા ઓક્શનમાં કયા ખેલાડીઓની બોલી લગાવવામાં આવશે
ભારત માટે ઓછામાં ઓછી એક મેચ રમનાર 61 ખેલાડીઓ.
209 ખેલાડીઓ કે જેમણે ઓછામાં ઓછી એક આંતરરાષ્ટ્રીય મેચ રમી છે.
41 એવા ખેલાડીઓ જેમની રાષ્ટ્રીય ટીમને હજુ ટેસ્ટ ટીમનો દરજ્જો પણ નથી મળ્યો. (દા.ત.- નામિબિયા, કેનેડા વગેરે)
143 ભારતીય ખેલાડીઓ, જેઓ ભૂતકાળમાં IPL રમી ચૂક્યા છે પરંતુ હજુ ભારત તરફથી રમ્યા નથી.
છ વિદેશી ખેલાડીઓ, જેઓ પહેલા IPL રમી ચૂક્યા છે પરંતુ તેમના દેશ માટે રમ્યા નથી.
692 એવા ભારતીય ખેલાડીઓ જેમણે ટીમ ઈન્ડિયા માટે કોઈ મેચ રમી નથી.
62 વિદેશી ખેલાડીઓ જેમણે આંતરરાષ્ટ્રીય મેચમાં હજુ પદાર્પણ નથી કર્યું
મેગા ઓક્શનમાં વધુમાં વધુ 217 ખેલાડીઓની હરાજી
IPLની એક ટીમ વધુમાં વધુ 25 અને ઓછામાં ઓછા 18 ખેલાડીઓ ઉમેરી શકે છે. તો આ રીતે તમામ 10 ટીમો મળીને વધુમાં વધુ 250 ખેલાડીઓ ખરીદી શકે છે. જેમાંથી 33 ખેલાડીઓને પહેલાથી જ રિટેન કરવામાં આવ્યા છે. એટલે કે હવે મેગા ઓક્શનમાં વધુમાં વધુ 217 ખેલાડીઓને ખરીદી શકાશે. આમાં વધુમાં વધુ વિદેશી ખેલાડીઓની સંખ્યા 70 છે.
આ ખેલાડીઓને મળશે મોટી રકમ
આ વખતે IPL માં ડેવિડ વોર્નર, યુઝવેન્દ્ર ચહલ, હર્ષલ પટેલ, આવેશ ખાન, દિપક ચાહર, રાહુલ ચાહર, વોશિંગ્ટન સુંદર, આ ખેલાડીઓને ટીમમાં લેવા માટે મોટી રકમ મળે તેવી શક્યતા છે. આ સિવાય શિખર ધવન, રબાડા, માર્ક વૂડ, ફાફ ડુ પ્લેસીસ, મિશેલ માર્શ, બોલ્ટ અને પેટ કમિન્સ જેવા ખેલાડીઓ કેટલાંમાં ખરીદાય છે તે જોવું રહ્યું.
આ ખેલાડીઓ નહીં રમે
ક્રિસ ગેલ અને બેન સ્ટોક્સ, મિશેલ સ્ટાર્ક, જૉફ્રા આર્ચર, સેમ કરન જેવા અમુક ખેલાડીઓ આ વખતે આઈપીએલ નહીં રમે એવી પણ જાહેરાત કરવામાં આવી છે. સૌના પોતપોતાનાં અંગત કારનો છે.