બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / IPL is over, now Team India will make a splash in international cricket Asia Cup and ODI World Cup after WTC final

ક્રિકેટ / IPL પતી ગઈ હવે ટીમ ઈન્ડિયા ઇન્ટરનેશનલ ક્રિકેટમાં મચાવશે ધૂમ! WTC ફાઇનલ બાદ એશિયા કપ અને ODI વર્લ્ડ કપ

Megha

Last Updated: 01:18 PM, 2 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

IPL પૂરી થયા બાદ ભારતીય ટીમ હવે ઓસ્ટ્રેલિયા સામે 7 થી 11 જૂન દરમિયાન વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ રમશે, ચાલો જાણીએ કે ODI વર્લ્ડ કપ સુધી ભારતીય ટીમનું સંપૂર્ણ શેડ્યૂલ શું છે?

  • ટીમ ઈન્ડિયા વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ માટે ઈંગ્લેન્ડ જવા રવાના
  • ઓસ્ટ્રેલિયા સામે 7 થી 11 જૂન દરમિયાન ટાઇટલ મેચ રમશે
  • ODI વર્લ્ડ કપ સુધી ભારતીય ટીમનું સંપૂર્ણ શેડ્યૂલ શું છે? જાણો 

આઈપીએલ 2023ની ફાઈલમાં એમએસ ધોનીની કપ્તાનીમાં ચેન્નાઈ સુપર કિંગ્સે ગુજરાત ટાઈટન્સને હરાવીને 5મી વખત ટ્રોફી પર કબજો કર્યો છે. આ ટુર્નામેન્ટ અંતર્ગત લગભગ બે મહિના સુધી બેક ટુ બેક 74 મેચો રમાઈ હતી. આ દરમિયાન ક્રિકેટનો ઉત્સાહ ચરમસીમા પર હતો અને ચાહકોએ પણ આ મેચોનો ભરપૂર આનંદ લીધો હતો. હવે IPL પૂરી થયા બાદ ભારતીય ટીમ હવે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ માટે ઈંગ્લેન્ડ જવા રવાના થઈ ગઈ છે. જ્યાં તે ઓસ્ટ્રેલિયા સામે 7 થી 11 જૂન દરમિયાન ટાઇટલ મેચ રમશે. આ પછી ટીમ ઈન્ડિયાએ વનડે વર્લ્ડ કપ સુધી બેક ટુ બેક સિરીઝ રમવાની છે. ચાલો જાણીએ કે ODI વર્લ્ડ કપ સુધી ભારતીય ટીમનું સંપૂર્ણ શેડ્યૂલ શું છે?

વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ પછી એક મહિનાનો આરામ!
બે મહિના સુધી બેક ટુ બેક આઈપીએલ મેચ રમ્યા બાદ ટીમ ઈન્ડિયાના ખેલાડીઓ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ રમવા ઈંગ્લેન્ડ જવા રવાના થઈ ગયા છે. આ દરમિયાન ટીમ ઈન્ડિયા માટે એક સારા સમાચાર આવ્યા છે કે આ શાનદાર મેચ બાદ ભારતીય ટીમને લગભગ એક મહિનાનો આરામ આપવામાં આવી શકે છે. એક અહેવાલ મુજબ, ટીમ ઈન્ડિયા આ મહિને 20 થી 30 જૂન સુધી અફઘાનિસ્તાન સામે 3 ની વનડે ઘરેલું સીરિઝ રમવાની છે, જે હવે રદ થવાની તૈયારીમાં છે.

જુલાઈ-ઓગસ્ટમાં વેસ્ટ ઈન્ડિઝ સામે ત્રણેય ફોર્મેટમાં ત્રણ સીરિઝ 
ટીમ ઈન્ડિયા આવતા મહિને વેસ્ટ ઈન્ડિઝના પ્રવાસે જવાની છે. જ્યાં 12 જુલાઈથી 31 ઓગસ્ટ સુધી બે ટેસ્ટ મેચ, ત્રણ વનડે અને 5 ટી-20 મેચોની સિરીઝ રમવાની છે. જો આ મહિને યોજાનારી અફઘાનિસ્તાન સામેની સીરિઝ રદ્દ થશે તો ભારતીય ટીમના ખેલાડીઓને વેસ્ટ ઈન્ડિઝ સામેની સીરિઝ પહેલા એક મહિનાનો આરામ મળશે.

સપ્ટેમ્બરમાં એશિયા કપ 2023
વેસ્ટ ઈન્ડિઝ સામેની ત્રણ સીરિઝ બાદ ટીમ ઈન્ડિયાએ સપ્ટેમ્બરમાં એશિયા કપ 2023માં ભાગ લેવાની છે. આ વખતે પાકિસ્તાન એશિયા કપની યજમાની કરી રહ્યું છે. ભારતે પાકિસ્તાનનો પ્રવાસ કરવાનો ઇનકાર કર્યા બાદ તેના સ્થળને લઈને દુવિધા છે. આ કારણોસર શેડ્યૂલ પણ હજુ સુધી જાહેર કરવામાં આવ્યું નથી. આ ટૂર્નામેન્ટ હેઠળ કુલ 12 ODI મેચો રમાવાની છે.

સંકળાયેલા મુદ્દાઓ

IPL 2023 ODI World Cup 2023 ODI વર્લ્ડ કપ 2023 Team India WTC 2023 World Test Championship 2023 વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ 2023 Team India
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ