બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / ipl bcci tender for two new frenchie team who will get ownership from board

IPL / ટોરેન્ટ, અદાણી સહિત આટલા ગ્રુપ IPLમાં નવી ટીમ ખરીદવા માટે આતુર, ગુજરાતમાંથી કોનો લાગી શકે છે ચાન્સ

Premal

Last Updated: 01:54 PM, 14 October 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બિરલા, અદાણી અને ટોરેન્ટ જેવા મોટા વ્યાપારી ગ્રુપ આઈપીએલની બે નવી ટીમો ખરીદવાની સ્પર્ધામાં સામેલ છે. બીસીસીઆઈએ નવી ટીમો માટે ટેન્ડર દસ્તાવેજ ખરીદવાની સમય મર્યાદા 20 ઓક્ટોબર સુધી 10 દિવસ માટે વધારી દીધી છે. વિશ્વનીય સુત્રો મુજબ, બે નવી ફ્રેન્ચાઈઝીમાં દરેકની કિંમત 3500 કરોડ રૂપિયાથી ઓછી નહીં હોય.

  • મોટા વ્યાપારી ગ્રુપ આઈપીએલની બે નવી ટીમો ખરીદવાની સ્પર્ધામાં
  • BCCI એ નવી ટીમો માટે ટેન્ડર દસ્તાવેજ ખરીદવાની સમય મર્યાદા વધારી
  • 2022માં આઈપીએલમાં ગુજરાતની ટીમોનો થઈ શકે સમાવેશ

આઈટીટી દસ્તાવેજની તારીખને વધારવામાં આવી

આઈપીએલની સંચાલન પરિષદે 31 ઓગષ્ટે 10 લાખ રૂપિયાની ટેન્ડર ફી (જેની પાછી કરી શકાય નહીં)ની ચૂકવણી પર ટેન્ડર આમંત્રણ (આઈટીટી) દસ્તાવેજ જાહેર કરવામાં આવ્યું હતુ. આ અગાઉ 10 ઓક્ટોબર સુધી તેને વધારવામાં આવ્યુ હતુ. બીસીસીઆઈ અનુસાર, અલગ-અલગ રસ ધરાવતી કંપનીઓની વિનંતીને ધ્યાનમાં રાખીને આઈટીટી દસ્તાવેજ ખરીદવાની તારીખને વધારીને હવે 20 ઓક્ટોબર 2021 સુધી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

2022માં આઈપીએલમાં ગુજરાતની ટીમો જોડાય તેવી શક્યતા

બીસીસીઆઈની યોજના 2022 આઈપીએલના તબક્કામાં વધુ બે ટીમોને જોડવાની છે અને તેમાં અમદાવાદ, લખનઉ અને પુણેની ટીમોને સમાવેશ થવાની આશા છે. જાણવા મળ્યું છે કે મોટા વ્યવસાયિક ગ્રુપ જેમ કે કોટક ગ્રુપ, અરબિંદો ફાર્મા, ટોરેન્ટ ફાર્મા, આરપી-સંજીવ ગોયનકા ગ્રુપ, બિડલા ગ્રુપ અને અદાણી ગ્રુપ આઈપીએલમાં ટીમ ખરીદવા માટે ઈચ્છુક છે, જે અત્યારે આઠ ટીમોની ટુર્નામેન્ટ છે. બીસીસીઆઈ ઓછામાં ઓછી 7000 કરોડ રૂપિયાની કમાણી કરવાની આશા રાખી રહ્યું છે, જ્યારે દરેક ટીમની બેઝ પ્રાઈસ 2000 કરોડ રૂપિયા રાખવામાં આવી છે.

બોલી લગાવવાની આપી મંજૂરી 

બીસીસીઆઈના ત્રિપક્ષીય જૂથના સમુહને બોલી લગાવવાની મંજૂરી આપી છે. નવી ટીમોની જાહેરાત દુબઈમાં 25 ઓક્ટોબરે થવાની આશા છે. જેના એક દિવસ પહેલાં ભારત ટી-20 વિશ્વ કપમાં પોતાના અભિયાનની શરૂઆત પ્રતિસ્પર્ધી પાકિસ્તાન સામેથી કરશે.

સંકળાયેલા મુદ્દાઓ

BCCI IPL 2021 Lucknow New Frenchie Team ahmedabad IPL
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ