સોશિયલ મીડિયા /
IPLની હરાજીની વચ્ચે શાહરૂખના દીકરા અને તેની બાજુમાં બેસેલી છોકરીએ સૌ કોઈનું ખેંચ્યું ધ્યાન, તસવીર વાયરલ
Team VTV10:54 PM, 18 Feb 21
| Updated: 11:33 PM, 18 Feb 21
આજે યોજાયેલ આઇપીએલના ખેલાડીઓના ઓક્શનમાં કોલકાતા નાઈટ રાઈડર્સની ફ્રેન્ચાઇઝી માટે તેમના માલિક શાહરુખ ખાન અને જુહી ચાવલાની જગ્યાએ બંને બોલીવડ સ્ટાર્સના કિડ પહોંચ્યા હતા.
સોશિયલ મીડિયામાં વાયરલ થઈ બે મિસ્ટ્રી ગર્લ
શાહરુખ ખાનના દીકરા આર્યન ખાન અને જુહી ચાવલાની દીકરી જ્હાન્વી સામેલ હતી
દક્ષિણના સન ગ્રુપના માલિક કલાનિધિ મારનની દીકરી કાવ્યા પણ સામેલ થઈ હતી
આજે આઇપીએલની ટીમો માટેનું ઓક્શન યોજૉયું હતું, જેમાં કેકેઆર ફ્રેન્ચાઇઝી તરફથી શાહરુખ ખાન તરફથી તેમની જગ્યા તેમના દીકરા આર્યન ખાને લીધી હતી, અને આ ઓક્શન દરમિયાન તેની બાજુમાં બેસેલી મિસ્ટ્રી ગર્લે સૌનું ધ્યાન ખેંચ્યું હતું, પણ હકીકતમાં તે બીજી કોઈ નહીં પણ આ ફ્રેન્ચાઇઝીમાં શાહરુખની પાર્ટનર જુહી ચાવલાની દીકરી હતી.
ઓક્શનમાં ભાગ લેવા માટે શાહરુખ કે જુહી બંનેમાંથી કોઈ આવ્યું હતું
હકીકતે આજે કેકેઆર તરફથી ઓક્શનમાં ભાગ લેવા માટે શાહરુખ કે જુહી ચાવલા બંને આવ્યા નહોતા, પરંતુ બંને તરફથી તેમના સંતાનો ખેલાડીઓની આ ખરીદ પ્રક્રિયામાં સામેલ થયા હતા.આર્યન ખાનને આજે જુહી ચાવલાની દીકરી જાહન્વી અને પતિ જય મહેતા સાથે બેસેલો જોઈ શકાતો હતો, ગત વર્ષે પણ આઇપીએલમાં આર્યન ખાનના ફોટોઝ શેર થયા હતા, પણ તે સમયે તે માત્ર સ્ટેન્ડમાંથી તેની ટીમનું સમર્થન કરતો નજરે પડતો હતો.
જો કે ફેન્સ આ મામલે ઘણા ખુશ છે આર્યન ખાનને તેના પિતાની જગ્યાએ જોઈને ગર્વ અનુભવી રહયા છે, સાથે જ ઘણા લોકો તેના લુક્સની પણ પ્રશંસા કરી રહયા છે, આ મામલે જો કે જુહી ચાવલાએ પણ ટ્વીટ કર્યું હતું.
જો કે આજે આવી જ એક ઘટના સનરાઇઝર્સ હૈદરાબાદના ટેબલ પર પણ બનવા પામી હતી, આજે એસઆરએચના ટેબલ પર પણ એક મિસ્ટ્રી ગર્લે સૌનું ધ્યાન ખેંચ્યું હતું, હકીકતે આ છોકરીના ફોટા આજે સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતા અને આ છોકરીએ બીજી કોઈ નહિ પણ દક્ષિણના મોટા બિઝનેસમેન અને સન ગ્રુપના મલિક કલાનિધિ મારનની પુત્રી છે, અને પૂર્વ કેન્દ્રીય મંત્રી દયાનિધિ મારનની ભત્રીજી છે.
Shah Rukh Khan & Juhi Chawla ~ available both in large or medium size ♥️ @iamsrk The way you two had formed a partnership out of friendship, seeing the babies now so actively taking the responsibilities, gives a wholesome feel! @iam_juhi 🤗#IPLAuction2021#AryanKhan#KKRpic.twitter.com/DDqMr74vG1
આ છોકરીનું નામ કાવ્યા મારન છે, જે સૌથી પહેલા 2018ની આઈપીએલમાં તેની ટીમને ચિયર્સ કરતા દેખાઈ હતી, તેણે એમબીએનું સ્ટડી કર્યું છે જેથી તે તેના પિતાને તેમના બિઝનેસમાં મદદ કરી શકે.નોંધનીય છે આજે આઇપીએલના ઓક્શનમાં 292 ખેલાડીઓને શોર્ટલિસ્ટ કરવામાં આવ્યા હતા, જેમાં 164 ભારતીય અને 125 વિદેશી હતા, આ વર્ષે આઇપીએલનું 14મુ સંસ્કરણ યોજાવા જઈ રહ્યું છે.