બ્રેકિંગ ન્યુઝ
VTV / સ્પોર્ટસ / Cricket / IPL પહેલા RCBની ટીમ લઇ શકે છે મોટો નિર્ણય, આ સ્ટાર ખેલાડી બની શકે છે ન્યૂ કેપ્ટન
Last Updated: 09:54 AM, 31 October 2024
IPL 2025 RCB : IPL પહેલા RCB ટીમ મોટો નિર્ણય લઈ શકે છે. વાસ્તવમાં RCBમાં એક સ્ટાર ખેલાડીની નવા કેપ્ટન તરીકે એન્ટ્રી થઈ શકે છે. IPLની સૌથી વધુ ફોલો કરવામાં આવતી ટીમ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) હજુ સુધી ટાઈટલ જીતવામાં સફળ રહી નથી. આ વખતે પણ ચાહકોને ટીમ પાસેથી અપેક્ષાઓ હશે. RCBએ તેના રિટેન કરાયેલા ખેલાડીઓની યાદી પણ જાહેર કરવી પડશે. તેની છેલ્લી તારીખ 31મી ઓક્ટોબર છે. આ પહેલા RCBની કેપ્ટનશિપને લઈને એક મોટા સમાચાર સામે આવ્યા છે.
ADVERTISEMENT
મીડિયા અહેવાલો અનુસાર વિરાટ કોહલી ફરીથી RCBનો કેપ્ટન બની શકે છે. જોકે ટીમ મેનેજમેન્ટે હજુ સુધી આ અંગે કોઈ નિર્ણય લીધો નથી. કોહલી કેપ્ટન બનશે તેની પણ કોઈ ખાતરી નથી. RCB મેનેજમેન્ટના ટોચના અધિકારીઓની નજીકના એક વ્યક્તિએ કહ્યું કે, ભવિષ્યને લઈને ચર્ચા થઈ છે પરંતુ કેપ્ટનશિપ પર હજુ કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી. આ હરાજી પછી જ થશે.
ADVERTISEMENT
સૂત્રએ કહ્યું કે, છેલ્લી કેટલીક સીઝન અને આગામી હરાજીને ધ્યાનમાં રાખીને અમારે નવી ટીમ બનાવવાની જરૂર છે. ટીમની કેપ્ટનશીપ કોણ કરશે તે અંગે હજુ સુધી કંઈ નક્કી થયું નથી. હા જો જરૂરી હોય તો અમે વિરાટને આમ કરવા માટે કહી શકીએ છીએ, પરંતુ તે બધું હરાજી અને અમને કયા ખેલાડીઓ મળે છે તેના પર નિર્ભર રહેશે. હરાજી બાદ જ નિર્ણય લઈ શકાશે.
ADVERTISEMENT
વધુ વાંચો : IPLમાં ફરી ધોનીની આતશબાજી, CSKએ નક્કી કર્યા 5 નામ! રીટેન્શન પર મોટું અપડેટ
નોંધનિય છે કે, કોહલીએ 2013 થી 2021 સુધી RCBની કેપ્ટનશીપ કરી હતી. આ સમય દરમિયાન RCBએ 2016માં એકવાર ફાઈનલ રમી હતી જ્યાં તેને સનરાઈઝર્સ હૈદરાબાદથી હારનો સામનો કરવો પડ્યો હતો. કોહલીએ 2022ની મેગા ઓક્શન પહેલા કેપ્ટનશીપ છોડી દીધી હતી. આ પછી ફાફ ડુ પ્લેસિસ કેપ્ટન બન્યો. તેણે 3 સીઝન માટે કમાન સંભાળી પરંતુ આ સમયગાળા દરમિયાન પણ ટીમ ટાઈટલ જીતી શકી ન હતી.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.