બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / અજબ ગજબ / સ્પોર્ટસ / IPL News / IPL 2025ના 'રૉબોટ ડૉગ'ને મળ્યું એવું નામ કે, તારક મહેતાના ફેન્સ થઈ જશે ખુશ

ક્રિકેટ / IPL 2025ના 'રૉબોટ ડૉગ'ને મળ્યું એવું નામ કે, તારક મહેતાના ફેન્સ થઈ જશે ખુશ

Last Updated: 10:31 AM, 22 April 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

IPL 2025 એક રોબોટ ડૉગે તેની રમુજી હરકતો અને સ્ટન્ટ્સથી બધાનું ધ્યાન ખેંચ્યું છે! પરંતુ જ્યારે આ રોબોટ ડૉગનું નામ રવિવાર એટલે કે 20 એપ્રિલના રોજ રાખવામાં આવ્યું, ત્યારે સોશિયલ મીડિયા પર મીમ્સનો વરસાદ થઇ ગયો.

IPL 2025 એક રોબોટ ડૉગે તેની રમુજી હરકતો અને સ્ટન્ટ્સથી બધાનું ધ્યાન ખેંચ્યું છે! પરંતુ જ્યારે આ રોબોટ ડૉગનું નામ રવિવાર એટલે કે 20 એપ્રિલના રોજ રાખવામાં આવ્યું, ત્યારે સોશિયલ મીડિયા પર મીમ્સનો વરસાદ થઇ ગયો.

IPL મેચ દરમિયાન ખેલાડીઓના ફોટા પાડતા આ રોબોટ ડૉગનું નામ 'ચંપક' રાખવામાં આવ્યું છે. મુંબઈ ઈન્ડિયન્સ (MI) અને ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) વચ્ચેની મેચ પહેલા IPL દ્વારા ઇન્સ્ટાગ્રામ પર આ નામની જાહેરાત કરવામાં આવી હતી. આ નામ ઓનલાઈન વોટિંગ દ્વારા પસંદ કરવામાં આવ્યું હતું અને ચાહકોએ 'ચંપક' નામને સૌથી વધુ મત આપ્યા હતા.

'તારક મહેતા'ના ચાહકો સૌથી વધુ ખુશ થયા

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા (TMKOC) ના ચાહકો આ નામ સાંભળ્યા પછી ખૂબ જ ખુશ થઈ ગયા છે. આ લોકપ્રિય ટીવી શોમાં, જેઠાલાલના પિતાનું નામ 'ચંપકલાલ ગડ' છે, જે ખૂબ જ રમુજી પાત્ર છે. તેમના નામથી જ આ આઇપીએલ રોબોટ ડૉગનુ નામ રાખવામાં આવ્યું હોય તેવું સોશિયલ મીડિયા યુઝર્સને લાગી રહ્યું છે. અને આના પર મિમ્સ પણ આવી ગયા છે. એક યુઝર લખે છે, '100% લોકોએ આ નામ માટે મત આપ્યો કારણ કે નામ ચંપક ચાચા જેવું હતું.' બીજા એક યુઝર કહે છે, 'જેઠાલાલે પોતે આ નામને મંજૂરી આપી છે.'

આ રોબોટ ડૉગ ફક્ત દેખાવમાં જ સુંદર નથી, પણ શક્તિશાળી ટેકનોલોજીનું ઉદાહરણ પણ છે. તે ચાલી શકે છે, દોડી શકે છે, કૂદી શકે છે અને બે પગ પર ઊભો પણ રહી શકે છે. તેમાં એક કેમેરા પણ લગાવવામાં આવ્યો છે, જેનાથી દર્શકો મેચ દરમિયાન પડદા પાછળની ઝલક જોઈ શકે છે. એમ કહેવું ખોટું નહીં હોય કે ટેકનોલોજી અને મજાનું આ મિશ્રણ IPL 2025 માં ચાહકોનું નવું પ્રિય બની ગયું છે, જેનું નામ 'ચંપક' છે.

આ પ્રકારનો રોબોટ પહેલાથી જ બનાવવામાં આવી ચૂક્યો છે

આ રોબોટ ડૉગ 'ચંપક' બિલકુલ અમેરિકાની પ્રખ્યાત રોબોટિક્સ કંપની બોસ્ટન ડાયનેમિક્સ દ્વારા બનાવવામાં આવેલા ડૉગ જેવો દેખાય છે.

વધુ વાંચો- 8 મેચમાં 5 ફિફ્ટી, 417 રન, જાણો કોણ છે IPLમાં તોફાન મચાવનાર આ બેટર

આ કંપની મેસેચ્યુસેટ્સમાં આવેલી છે અને તેના દ્વારા બનાવેલા રોબોટિક ડોગ મશીનો ખૂબ પ્રખ્યાત છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

TMKOC Champak memes Champak robo dog IPL IPL 2025 robot dog
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ