બ્રેકિંગ ન્યુઝ
VTV / સ્પોર્ટસ / IPL News / RCBમાં પ્રવેશ મેળવ્યા પછી કેવી રીતે બદલાઈ ગયું જીતેશ શર્માનું જીવન? વિકેટકીપરે કર્યો ખુલાસો
Last Updated: 02:54 PM, 16 April 2025
IPL 2025 માં આ વર્ષે રોયલ ચેલેન્જર્સ બેંગલોરની ટીમ એકદમ સંતુલિત દેખાઈ રહી છે. ટીમમાં ઘણા એવા અદભૂત પ્લેયર્સનો સમાવેશ થયો છે જે લોકો પહેલીવાર IPLમાં RCB માટે રમી રહ્યા ઢે. જેમનો એક છે વિકેટકીપર બેટર જીતેશ શર્મા. જીતેશ માટે અત્યાર સુધી આ સિઝન સારી રહી છે. ત્યારે જીતેશે કહ્યું કે RCBમાં આવીને તેને નવી ઓળખ મળી છે.
ADVERTISEMENT
RCB એ આપી નવી ઓળખ
IPL 2025 મેગા ઓક્શનમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે જીતેશ શર્માને 11 કરોડ રૂપિયામાં ખરીદ્યો જેના કારણે ફ્રેન્ચાઇઝી પર ઘણા પ્રશ્નો ઉભા થયા. જોકે આ પ્લેયર સારું રમી રહ્યો છે. તાજેતરમાં જ જીતેશ શર્માનો એક ઇન્ટરવ્યુ સામે આવ્યો જેમાં તેણે કહ્યું કે "જ્યારે હું સૈયદ મુશ્તાક અલીમાં રમી રહ્યો હતો ત્યારે લોકો 'જિતેશ, જીતેશ' અને 'આરસીબી, આરસીબી' બૂમો પાડતા હતા. પછી મને ખ્યાલ આવ્યો કે મને કોઈ નાની ટીમ દ્વારા પસંદ કરવામાં આવ્યો નથી. 150 લોકો મારા ઓટોગ્રાફની રાહ જોઈ રહ્યા હતા. હું પહેલા ભારત માટે રમી ચૂક્યો છું પરંતુ ભાગ્યે જ 2-3 લોકો મારો ઓટોગ્રાફ માંગતા હતા."
ADVERTISEMENT
Jitesh Sharma said, "when I was playing the SMAT, people were shouting 'Jitesh, Jitesh' and 'RCB, RCB'. Then I realised I've not been picked by a small team. There were 150 people waiting for my autograph. I played for India before too, but hardly 2-3 people wanted my autograph". pic.twitter.com/iWRy4vglWf
— Mufaddal Vohra (@mufaddal_vohra) April 16, 2025
IPL 2025 માં જીતેશનું પ્રદર્શન
RCB એ IPL 2025 માં અત્યાર સુધીમાં 6 મેચ રમી છે. જેમાંથી જીતેશ શર્માને 4 મેચમાં બેટિંગ કરવાની તક મળી. આ દરમિયાન તેણે 12, 33, 40*, 3 રનની ઇનિંગ્સ રમાઈ. જીતેશે અત્યાર સુધીમાં 4 ઇનિંગ્સમાં 88 રન બનાવ્યા છે. આ ઉપરાંત તે ઉત્તમ વિકેટકીપિંગ પણ કરી રહ્યો છે.
વધુ વાંચો: લગ્નના 8 વર્ષ બાદ આ ક્રિકેટરના ઘરે પારણું બંધાયું, પુત્રનો થયો જન્મ, જાણો શું નામ રાખ્યું
RCB પોઈન્ટ ટેબલમાં ત્રીજા સ્થાને છે
આરસીબીનું પ્રદર્શન અત્યાર સુધી સારું રહ્યું છે. સીઝન-18માં અત્યાર સુધીમાં RCB એ 6 મેચ રમી છે. જેમાંથી ટીમે 4 મેચ જીતી છે અને 2 હારનો સામનો કરવો પડ્યો છે. હાલમાં RCB 8 પોઈન્ટ સાથે પોઈન્ટ ટેબલમાં ત્રીજા સ્થાને છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.