બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / IPL News / VIDEO : મુંબઈ-હૈદરાબાદમાં એવું શું બન્યું કે બેટરને પાછો બોલાવવો પડ્યો, જાણો મામલો

IPL 2025 / VIDEO : મુંબઈ-હૈદરાબાદમાં એવું શું બન્યું કે બેટરને પાછો બોલાવવો પડ્યો, જાણો મામલો

Last Updated: 09:07 AM, 18 April 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

IPL 2025 માં 17 એપ્રિલ ગુરુવારે મુંબઈ ઈન્ડિયન્સ (MI) અને સનરાઈઝર્સ હૈદરાબાદ (SRH) વચ્ચે મેચ રમાઈ હતી. વાનખેડે સ્ટેડિયમમાં રમાયેલી આ મેચમાં મુંબઈ ઇન્ડિયન્સે 4 વિકેટથી મેચ જીતી હતી.

મુંબઈને જીતવા માટે 163 રનનો ટાર્ગેટ મળ્યો હતો. જે તેમણે 11 બોલ બાકી રહે તે પહેલા જ પ્રાપ્ત કરી લીધો હતો. પણ આ વચ્ચે મુંબઈ ઈન્ડિયન્સના બેટર રયાન રિકેલ્ટનને હૈદરાબાદ સામે મેચ દરમિયાન ફરીથી મેદાનમાં ઉતારવામાં આવ્યો હતો અને તેને ફ્રી-હિટ બોલ રમ્યો હતો. જ્યારે આ ઘટના બની ત્યારે રયાને 21 રન કર્યા હતા અને પછી બીજા 10 રન બનાવ્યા.

ફરી બેટિંગ માટે આવ્યો...

આ મેચમાં મુંબઈ ઈન્ડિયન્સની ઇનિંગની 7મી ઓવરમાં જોરદાર હોબાળો જોવા મળ્યો. તે ઓવર સનરાઇઝર્સ હૈદરાબાદના સ્પિનર ​​ઝીશાન અન્સારીએ ફેંકી હતી. તે ઓવરના પાંચમા બોલ પર અન્સારીએ મુંબઈના બેટ્સમેન રાયન રિકેલ્ટનને પેટ કમિન્સ દ્વારા કેચ આઉટ કરાવ્યો. આ સ્થિતિમાં રાયન રિકેલ્ટન બાઉન્ડ્રી લાઇનની નજીક પહોંચી ગયો હતો. પણ પછી કંઈક એવું બન્યું જેણે બધાને આશ્ચર્યચકિત કરી દીધા. ચોથા અમ્પાયરે રિકેલ્ટનને બાઉન્ડ્રી પાસે રોક્યો. અને ત્યારબાદ રાયન રિકેલ્ટનને બેટિંગ માટે ફરી બોલાવવામાં આવ્યો અને તેણે ફ્રી-હિટ બોલનો સામનો કર્યો. આ ઘટના બની ત્યારે જેક્સ 21 રન પર હતા. બાદમાં રિકેલ્ટને તેના સ્કોરમાં વધુ 10 રન ઉમેર્યા. રિકેલ્ટનની વિકેટ હર્ષલ પટેલે લીધી હતી જેણે દક્ષિણ આફ્રિકાના બેટ્સમેનને ટ્રેવિસ હેડના હાથે કેચ આઉટ કરાવ્યો.

અમ્પાયર અનિલ ચૌધરીની પ્રતિક્રિયા

કોમેન્ટ્રી કરી રહેલા હરભજન સિંહ અને અંબાતી રાયડુએ પણ આ બાબતે ચર્ચા કરી. અને તેમણે અમ્પાયર બનેલા કોમેન્ટેટર અનિલ ચૌધરી સાથે પણ આ અંગે વાત કરી તેમણે કહ્યું કે ગેમ દરમિયાન ક્લાસેનના ગ્લોવ્સ આગળ આવી ગયા હતા તેથી જ બોલને નો બોલ ડિકલેર કરવામાં આવ્યો હતો.

મુંબઈ ઈન્ડિયન્સ પ્લેઇંગ 11:

રયાન રિકેલ્ટન(વિકેટ કીપર), વિલ જેક્સ, સૂર્યકુમાર યાદવ, તિલક વર્મા, હાર્દિક પંડયા(કેપ્ટન), નમન ધીર, મિચેલ સેન્ટનર, દિપક ચાહર, ટ્રેન્ટ બોલ્ટ, જસપ્રીત બૂમરાહ, કર્ણ શર્મા, રોહિત શર્મા

સનરાઈઝર્સ હૈદરાબાદ પ્લેઈંગ 11:

ટ્રેવિસ હેડ, અભિષેક શર્મા, હેનરીક ક્લાસમેન(વિકેટ કીપર), ઇશાન કિશન, નીતિશ કુમાર રેડ્ડી, અનિકેત વર્મા, પેટ કમિન્સ (કેપ્ટન), હર્ષલ પટેલ, ઝીશાન અન્સારી, મોહમ્મદ શમી, ઇશાન મલિંગા

IPLમાં સનરાઇઝર્સ હૈદરાબાદ અને મુંબઈ ઇન્ડિયન્સ વચ્ચે અત્યાર સુધીમાં 24 મેચ રમાઈ છે. આમાં મુંબઈ ઈન્ડિયન્સે 14 મેચ અને સનરાઈઝર્સ હૈદરાબાદે 10 મેચ જીતી હતી. લાસ્ટ સિઝનમાં બંને ટીમો વચ્ચે બે મેચ રમાઈ હતી જેમાં સ્કોર 1-1 થી બરાબર રહ્યો હતો.

વધુ વાંચો: મુંબઈની પ્લેઓફમાં પહોંચવાની આશા જીવંત, હૈદરાબાદ સામે 4 વિકેટથી શાનદાર જીત

મુંબઈ vs હૈદરાબાદ

  • કુલ મેચ: 24
  • MI: 14
  • SRH: 10

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લે સ્ટોર/ એપ સ્ટોર પર જઈને અથવા આ લાઈન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

MI vs SRH IPL 2025 Ryan Rickelton
Priyankka Triveddi

Sr. News Editor at VTV Gujarati, highlighting voices and stories that matter.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ