બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 09:03 PM, 5 November 2024
ફેન્સની આતુરતાનો અંત આવ્યો છે. તેમની મનપસંદ ઈવેન્ટ આઈપીએલની મેગા ઓક્શનનું સત્તાવાર એલાન કરી દેવાયું છે. સાઉદી અરેબિયાના જેદ્દાહમાં 24 અને 25 નવેમ્બરના રોજ આઈપીએલની હરાજી યોજાશે જેમાં 10 ટીમો પોતપોતાની પસંદગીના ખેલાડીઓ પસંદ કરશે. હરાજી ઇવેન્ટ જેદ્દાહના અબાદી અલ જોહર એરેના (જે બેન્ચમાર્ક એરેના તરીકે પણ ઓળખાય છે) ખાતે યોજાશે. અહીંથી 10 મિનિટના અંતરે આવેલી હોટેલ શાંગરી-લામાં ખેલાડીઓ અને અન્ય લોકો માટે રહેવાની વ્યવસ્થા કરવામાં આવશે. આઈપીએલ ઓથોરિટી દ્વારા કહેવામાં આવ્યું છે કે તેમની ઓપરેશન ટીમ વિઝા અને લોજિસ્ટિક જરૂરિયાતો માટે તમામ ખેલાડીઓ અને અન્ય સ્ટાફના સંપર્કમાં રહેશે.
ADVERTISEMENT
DATE OF THE IPL MEGA AUCTION 📢
— Johns. (@CricCrazyJohns) November 5, 2024
- November 24 & 25. [RevSportz] pic.twitter.com/alVE0HVQ3v
46 ખેલાડીઓને જાળવી રખાયાં
ADVERTISEMENT
IPL 2025ની મેગા ઓક્શનમાં જે 46 ખેલાડીઓને રિટેન કરવામાં આવ્યા છે તેમાં 36 ભારતીય અને 10 વિદેશી ખેલાડીઓનો સમાવેશ થાય છે. આના પર 558.5 કરોડ રૂપિયાનો જંગી ખર્ચ કરવામાં આવ્યો છે. હેનરિક ક્લાસેન અને વિરાટ કોહલી એવા ખેલાડીઓની યાદીમાં ટોપ-2માં છે જેમને સૌથી વધુ રકમ સાથે જાળવી રાખવામાં આવ્યા છે. ક્લાસેનને સનરાઇઝર્સ હૈદરાબાદે રૂ. 23 કરોડમાં અને વિરાટ કોહલીને આરસીબીએ રૂ. 21 કરોડમાં જાળવી રાખ્યો છે.
THE GREATEST 👑#SuperBirthday #WhistlePodu pic.twitter.com/KkaUoIB6Bf
— Chennai Super Kings (@ChennaiIPL) November 5, 2024
પંજાબ કિંગ્સ પાસે હશે સૌથી વધારે ફંડ
IPL 2025ની મેગા ઓક્શનમાં પંજાબ કિંગ્સની ટીમને સૌથી વધારે ફંડ મળશે. PBKS એ હરાજી પહેલા માત્ર બે અનકેપ્ડ ખેલાડીઓ, પ્રભસિમરન સિંહ અને શશાંક સિંહને જાળવી રાખ્યા છે. આવી સ્થિતિમાં આ ટીમ હરાજીમાં છૂટા હાથે પૈસા ખર્ચતી જોવા મળશે. મેગા ઓક્શન પહેલા ઘણા મોટા ખેલાડીઓ પણ રિલિઝ થયા છે જેમાં જોસ બટલર, કેએલ રાહુલ, શ્રેયસ અય્યર, ગ્લેન મેક્સવેલ અને ઋષભ પંતના નામ સામેલ છે.
પાંચ ટીમ નવા કેપ્ટન જાહેર કરશે
IPL 2025માં 5 ટીમો એવી હશે જે નવા કેપ્ટનની શોધ કરશે. જેમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર, કોલકાતા નાઈટ રાઈડર્સ, દિલ્હી કેપિટલ્સ, પંજાબ કિંગ્સ અને લખનૌ સુપર જાયન્ટ્સના નામ સામેલ છે. 10 ટીમો પાસે 204 સ્લોટ માટે ખર્ચ કરવા માટે સામૂહિક રીતે 641.5 કરોડ રૂપિયા હશે. આ 204 સ્લોટમાંથી 70 વિદેશી ખેલાડીઓ માટે નિર્ધારિત છે. અત્યાર સુધીમાં, 10 ફ્રેન્ચાઇઝીએ 46 ખેલાડીઓને જાળવી રાખ્યા છે, જેનો કુલ ખર્ચ રૂ. 558.5 કરોડ છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
Mans Junior Asia Cup / ભારતે જીત્યો જુનિયર એશિયા કપનો ખિતાબ, ફાઈનલ મેચમાં પાકિસ્તાનને હરાવી બન્યું ચેમ્પિયન
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.