બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 04:10 PM, 4 November 2024
IPL 2025ની મેગા ઓક્શન ક્યારે અને ક્યાં થશે તે જાણવા માટે ચાહકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. હવે લાગે છે કે ચાહકોની રાહનો અંત આવવાનો છે. ખરેખર, IPL 2025ની મેગા ઓક્શનની સંભવિત તારીખ અને સ્થળને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. IPL 2025ની મેગા ઓક્શન નવેમ્બરના અંતમાં રિયાધમાં થઈ શકે છે. આ મેગા ઓક્શન પહેલા તમામ 10 ફ્રેન્ચાઇઝીએ પોતપોતાના રિટેન કરાયેલા ખેલાડીઓની યાદી જાહેર કરી છે. મેગા ઓક્શન પહેલા કુલ 46 ખેલાડીઓને રિટેન કરવામાં આવ્યા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, IPLની હરાજી રિયાધમાં થશે, તારીખો 24 થી 25 નવેમ્બર હોઈ શકે છે.
ADVERTISEMENT
IPL 2025 mega auction expected to be held in Riyadh, dates likely to be November 24 to 25
— ANI Digital (@ani_digital) November 4, 2024
Read @ANI Story | https://t.co/bmSjYTW9lj#IPL2025megaauction #Riyadh #Cricket pic.twitter.com/VHLQXWBg0z
મેગા ઓક્શનમાં પંજાબ કિંગ્સ પાસે હશે સૌથી વધારે ફંડ
ADVERTISEMENT
IPL 2025ની મેગા ઓક્શનમાં પંજાબ કિંગ્સની ટીમને સૌથી વધારે ફંડ મળશે. PBKS એ હરાજી પહેલા માત્ર બે અનકેપ્ડ ખેલાડીઓ, પ્રભસિમરન સિંહ અને શશાંક સિંહને જાળવી રાખ્યા છે. આવી સ્થિતિમાં આ ટીમ હરાજીમાં છૂટા હાથે પૈસા ખર્ચતી જોવા મળશે. મેગા ઓક્શન પહેલા ઘણા મોટા ખેલાડીઓ પણ રિલિઝ થયા છે જેમાં જોસ બટલર, કેએલ રાહુલ, શ્રેયસ અય્યર, ગ્લેન મેક્સવેલ અને ઋષભ પંતના નામ સામેલ છે.
Purse remaining for IPL 2025 Mega Auction!💰💸 pic.twitter.com/Qvnp6i7tbg
— CricketGully (@thecricketgully) October 31, 2024
ADVERTISEMENT
પાંચ ટીમ નવા કેપ્ટન જાહેર કરશે
IPL 2025માં 5 ટીમો એવી હશે જે નવા કેપ્ટનની શોધ કરશે. જેમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર, કોલકાતા નાઈટ રાઈડર્સ, દિલ્હી કેપિટલ્સ, પંજાબ કિંગ્સ અને લખનૌ સુપર જાયન્ટ્સના નામ સામેલ છે.
ADVERTISEMENT
46 ખેલાડીઓને જાળવી રખાયાં
IPL 2025ની મેગા ઓક્શનમાં જે 46 ખેલાડીઓને રિટેન કરવામાં આવ્યા છે તેમાં 36 ભારતીય અને 10 વિદેશી ખેલાડીઓનો સમાવેશ થાય છે. આના પર 558.5 કરોડ રૂપિયાનો જંગી ખર્ચ કરવામાં આવ્યો છે. હેનરિક ક્લાસેન અને વિરાટ કોહલી એવા ખેલાડીઓની યાદીમાં ટોપ-2માં છે જેમને સૌથી વધુ રકમ સાથે જાળવી રાખવામાં આવ્યા છે. ક્લાસેનને સનરાઇઝર્સ હૈદરાબાદે રૂ. 23 કરોડમાં અને વિરાટ કોહલીને આરસીબીએ રૂ. 21 કરોડમાં જાળવી રાખ્યો છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.