બ્રેકિંગ ન્યુઝ
VTV / સ્પોર્ટસ / Cricket / વધારે મેચ અને વધુ રોમાંચ, IPL 2025માં એન્ટરટેઈનમેન્ટનો ડબલ ડોઝ, જય શાહે આપ્યું અપડેટ
Last Updated: 07:24 PM, 15 August 2024
IPL આજે વિશ્વભરમાં ફેમસ છે. આઈપીએલને લઈને વારંવાર સમાચાર સામે આવતા રહે છે. ત્યારે હવે ફરી એક વખત આઈપીએલ 2025ને લઈને કેટલાક અપડેટ સામે આવ્યા છે. IPL 2025ની મેગા ઓક્શન પહેલા BCCIએ ઘણા મોટા સંકેત આપ્યા છે. BCCI ના સચિવ જય શાહે મુંબઈમાં મીડિયા સાથે વાત કરતા કહ્યું કે આગામી સિઝનમાં મનોરંજન વધવાની આશા છે. એક રિપોર્ટ અનુસાર જય શાહે 2025માં આઈપીએલની આગામી સિઝનથી મનોરંજન વધારવાની આશા વ્યક્ત કરી છે. તેણે ખુલાસો કર્યો કે આખી ટુર્નામેન્ટ દરમિયાન કુલ 84 મેચ રમી શકાય છે. હાલમાં આઈપીએલની એક સિઝનમાં ફાઈનલ સહિત કુલ 74 મેચો રમાઈ હતી, જેમાં 10 ટીમોએ લીગમાં પ્રથમ 70 મેચ અને પ્લેઓફમાં ત્રણ મેચ રમી હતી. જ્યારે અંતે ફાઈનલ મેચ રમાઈ હતી. પરંતુ આ વખતે આ મેચોની સંખ્યા વધી શકે છે. આ સાથે જય શાહે આઈપીએલનો સૌથી વિવાદાસ્પદ નિયમ ઈમ્પેક્ટ પ્લેયર રૂલ યથાવત રહેશે કે નાબૂદ થશે તે અંગે પણ પોતાનું મૌન તોડ્યું છે.
ADVERTISEMENT
ADVERTISEMENT
ઘણા દિવસોથી મેગા ઓક્શન રદ કરીને ફૂટબોલ ક્લબ જેવી ટ્રાન્સફર સિસ્ટમ દાખલ કરવાની ચર્ચા ચાલી રહી હતી. BCCI સેક્રેટરીએ આ અંગે મોટી માહિતી આપી છે. જય શાહે IPLને લઈને ઘણા મોટા અપડેટ આપ્યા છે. તેણે લીગમાં મેચોની સંખ્યા વધારવાનો સંકેત આપ્યો હતો. આ અંગે તેમણે કહ્યું હતું કે અત્યારે કંઈ નક્કી થયું નથી. આ કરતા પહેલા બોર્ડ ખેલાડીઓના વર્કલોડ તેમજ લીગની વિન્ડો પર પણ વિચાર કરશે. ત્યારપછી જ બીસીસીઆઈ કોઈ નિષ્કર્ષ પર પહોંચશે અને પછી અંતિમ નિર્ણય લેવામાં આવશે.
જય શાહે ખુલાસો કર્યો કે જે ફ્રેન્ચાઈઝી પાસે સારા ખેલાડીઓ છે તેઓ આ વખતે મેગા ઓક્શન કરવાના પક્ષમાં નથી. બીજી તરફ, જે ફ્રેન્ચાઈઝી પોતાની ટીમને મજબૂત કરવામાં નિષ્ફળ રહી છે તે તેની તરફેણમાં છે. તેમનું માનવું છે કે રમતના વિકાસ માટે પરિવર્તનની સાથે વિરામ પણ જરૂરી છે. જો કે, તમામ પ્રકારના મંતવ્યો BCCI માટે મહત્ત્વપૂર્ણ છે અને તે ઈચ્છતું નથી કે કોઈપણ ફ્રેન્ચાઈઝી સાથે અન્યાય થાય. તેથી, કોઈપણ નિષ્કર્ષ પર પહોંચતા પહેલા સંપૂર્ણ ચર્ચા કરવામાં આવશે.
IPLમાં ઈમ્પેક્ટ પ્લેયરનો નિયમ સૌથી વધુ ચર્ચાનો વિષય રહ્યો છે. ઘણા ખેલાડીઓ સહિત ક્રિકેટ નિષ્ણાતો આ નિયમને દૂર કરવાના પક્ષમાં છે. તેમનું માનવું છે કે આનાથી રમત પર નકારાત્મક અસર પડી રહી છે. આ સિવાય આ નિયમને કારણે ઓલરાઉન્ડરોને પણ તક મળતી નથી. તેથી, ઇમ્પેક્ટ પ્લેયરનો નિયમ નાબૂદ કરવાની માંગ ઉઠવા લાગી.
વધુ વાંચો : ભારતમાં નહીં યોજાય વર્લ્ડકપ, જય શાહે બાંગ્લાદેશની ઓફર જતી કરી, કારણ પણ મૂક્યું
જય શાહે કહ્યું કે આ મામલે તમામ ફ્રેન્ચાઈઝી સાથે વિગતવાર ચર્ચા કરવામાં આવી છે. આ સિવાય સ્થાનિક ટીમો પાસેથી પણ તેમના અભિપ્રાય માંગવામાં આવ્યા છે. આ નિયમની સકારાત્મક અને નકારાત્મક બાજુઓ જોવામાં આવી હતી. તેણે સ્વીકાર્યું કે ઓલરાઉન્ડરોને નુકસાન થયું છે, પરંતુ વધારાના ખેલાડીને પણ તક મળે છે. આ સિવાય બોર્ડે બ્રોડકાસ્ટર્સ વિશે પણ વિચારવું પડશે. તેથી તેને હટાવવા અંગે હજુ સુધી કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.