બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / અમદાવાદીઓ આજે આ રૂટ પરથી પસાર ન થતા, નહીંતર ખાવો પડશે ધરમ ધક્કો

IPL 2025 / અમદાવાદીઓ આજે આ રૂટ પરથી પસાર ન થતા, નહીંતર ખાવો પડશે ધરમ ધક્કો

Last Updated: 09:17 AM, 25 March 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાત ટાઈટન્સ અને પંજાબ કિંગ્સ વચ્ચેની મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાનારી હોઈ કેટલાક રસ્તાઓ પર ડાવર્ઝન અપાયું છે.

IPL 2025ની સિઝન ચાલી રહી છે. ત્યારે આજે 25 માર્ચના રોજ ગુજરાત ટાઈટન્સ અને પંજાબ કિંગ્સ વચ્ચે સીધી ટક્કર જામશે. જે મેચ ગુજરાતના અમદાવાદ ખાતે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાવાની છે. જે મેચને લઈ ખેલાડીઓ અમદાવાદમાં પણ આવી ગયા છે. ત્યારે આ મેચને લઈ અમદાવાદ શહેરના કેટલાક રસ્તાઓ પર ડાયવર્ઝન આપવામાં આવ્યું છે તો કેટલાક રસ્તાઓ પર વાહન ચલાવવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. જેના પગલે અમદાવાદ પોલીસ કમિશ્નરે જાહેરનામુ પણ બહાર પાડ્યું છે. તો બીજી તરફ મેટ્રોનો સમય પણ લંબાવાયો છે.

GT

12.30 વાગ્યા સુધી મેટ્રો દોડશે

અમદાવાદના નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમમાં તારીખ 25, 29 માર્ચ, 9 એપ્રિલ, 2જી મે અને 14 મેના રોજ મેચ યોજાનારી છે. જેના પગલે GMRCએ અમદાવાદમાં મેટ્રો ટ્રેન સેવાઓને સવારના 6.20 વાગ્યાથી મધ્યરાત્રિના 12.30 વાગ્યા સુધી લંબાવવાનો નિર્ણય કર્યો છે.

METRO-1121

આ રસ્તા પર અવર જવર પર પ્રતિબંધ

શહેરના જનપથ ટીથી મોટેરા સ્ટેડિયમ મુખ્ય ગેટ થઈ કૃપા રેસીડેન્સી ટી થઈ મોટેરા ગામ ટી સુધીનો જતો-આવતો માર્ગ વાહનોની અવરજવર માટે પ્રતિબંધિત રહેશે.

આ પણ વાંચો: પ્રશ્નોત્તરી કાળથી આજે શરૂ થશે ગુજરાત વિધાનસભા બેઠકની શરૂઆત, જાણો કયા-કયા મુદ્દાઓ ચર્ચાશે

વૈકલ્પીક રસ્તો

તપોવન સર્કલથી ONGC ચાર રસ્તાથી વિસત ટીથી જનપથ ટી થઈને પાવર હાઉસ ચાર રસ્તા થઈ પ્રબોધરાવળ સર્કલ સુધીના જતા-આવતા માર્ગ પરથી અવરજવર કરી શકાશે. તેમજ કૃપા રેસીડેન્સી ટી થઈ શરણ સ્ટેટ્સ ચાર રસ્તા થઈ ભાટ કોટેશ્વર રોડ થઈને એપોલો સર્કલ તરફ અવર-જવર કરી શકાશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Ahmedabad Road Diversion IPL 2025 Cricket Match GT Vs PBKS
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ