બ્રેકિંગ ન્યુઝ
VTV / સ્પોર્ટસ / Cricket / રાહુલ અને સુદર્શને સદીથી લઈને 10 વિકેટથી જીત, દિલ્હી-ગુજરાત મેચમાં બન્યા આ 5 મોટા રેકોર્ડ
Last Updated: 06:53 AM, 19 May 2025
IPL 2025ની રવિવારે રમાયેલી મેચમાં ગુજરાત ટાઇટન્સે (GT) દિલ્હી કેપિટલ્સ (DC) ને જબરજસ્ત હાર આપી.. ગુજરાત ટાઇટન્સે દિલ્હી કેપિટલને 10 વિકેટથી હરાવ્યું. આ જીત બાદ, ગુજરાત ટાઇટન્સની ટીમ પોઈન્ટ ટેબલમાં ટોચ પર પહોંચી ગઇ છે અને પ્લેઓફમાં પણ જગ્યા બનાવી લીધી છે. ટોસ હારીને પ્રથમ બેટિંગ કરતા દિલ્હીએ ગુજરાતને 200 રનનો લક્ષ્યાંક આપ્યો હતો, આ લક્ષ્યાંક ગુજરાત ટાઇટન્સે એક પણ વિકેટ ગુમાવ્યા વગર હાંસલ કરી લીધો હતો.
ADVERTISEMENT
IPLના ઇતિહાસમાં દિલ્હી કેપિટલ્સનો ત્રીજી વખત 10 વિકેટથી પરાજય થયો છે. આ પહેલા 2015માં RCB અને 2017માં પંજાબે દિલ્હીને 10 વિકેટથી હરાવ્યું હતું.
ADVERTISEMENT
શુભમન ગિલ અને સાઈ સુદર્શનની જોડી હવે IPL સીઝનમાં સૌથી વધુ રન બનાવનારી ભારતીય જોડી બની ગઈ છે. આ જોડીએ 839 રન બનાવ્યા છે.
આ પણ વાંચોઃ સાંઈ સુદર્શન અને શુભમને રમી વિસ્ફોટક ઈનિંગ, દિલ્હીને 10 વિકેટથી પછાડ્યું
IPLમાં સૌથી વધુ વખત 100 રન કે તેથી વધુ રનની ભાગીદારી કરનાર જોડી વિરાટ કોહલી અને એબી ડી વિલિયર્સ છે, જેમણે 10 વખત આ સિદ્ધિ મેળવી છે. હવે શુભમન ગિલ અને સાઈ સુદર્શનની જોડી પણ આ યાદીમાં ત્રીજા સ્થાને આવી ગઈ છે, જેમણે IPLમાં 7 વખત 100 કે તેથી વધુ રનની ભાગીદારી કરી છે. સાઈ સુદર્શન અને શુભમન દિલ વચ્ચે કુલ 205 રનની ભાગીદારી થઈ. આ IPLમાં ત્રીજી સૌથી મોટી ઓપનિંગ ભાગીદારી છે.
IPLમાં સૌથી વધુ અણનમ સદી ફટકારવાનો રેકોર્ડ હવે KL રાહુલના નામે છે. તેણે પોતાની IPL કારકિર્દીમાં પાંચ સદી ફટકારી છે અને પાંચેય વખત અણનમ રહ્યો છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
અમદાવાદ પ્લેન ક્રેશ / ક્રેશ થયેલા વિમાનમાં સવાર હતા પૂર્વ મુખ્યમંત્રી, લંડન જઈ રહ્યા હતા વિજય રૂપાણી
ahmedabad plane crash / અમદાવાદ વિમાન દુર્ઘટનાની 5 જૂને કરવામાં આવેલી ભવિષ્યવાણી સાચી પડી!
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
અમદાવાદ પ્લેન ક્રેશ / ક્રેશ થયેલા વિમાનમાં સવાર હતા પૂર્વ મુખ્યમંત્રી, લંડન જઈ રહ્યા હતા વિજય રૂપાણી
ahmedabad plane crash / અમદાવાદ વિમાન દુર્ઘટનાની 5 જૂને કરવામાં આવેલી ભવિષ્યવાણી સાચી પડી!
અમદાવાદ પ્લેન ક્રેશ / Plane Crash:2d સીટ પર બેઠા હતા વિજય રૂપાણી, જુઓ મુસાફરોની સંપૂર્ણ યાદી
ADVERTISEMENT