બ્રેકિંગ ન્યુઝ
VTV / સ્પોર્ટસ / Cricket / IPL 2025ની તમામ 10 ટીમોમાં સંભવિત કેપ્ટનનું લિસ્ટ, વિરાટ સહિત આ ખેલાડીઓના હાથમાં હશે કંટ્રોલ
Last Updated: 10:50 PM, 11 November 2024
IPL 2025ની મેગા હરાજી પહેલા તમામ 10 ટીમોએ કુલ 46 ખેલાડીઓને જાળવી રાખ્યા હતા. હરાજીમાં બધાની નજર ઋષભ પંત, જોસ બટલરથી લઈને કેએલ રાહુલ જેવા પ્રખ્યાત ખેલાડીઓ પર રહેશે. ઈન્ડિયન પ્રીમિયર લીગની 18મી સિઝન પણ ખાસ હશે કારણ કે પંત અને રાહુલ સહિત ઘણા ખેલાડીઓને બહાર કરવાના કારણે ઘણી ટીમો નવા કેપ્ટનની શોધમાં છે. તો ચાલો એક નજર કરીએ IPL 2025માં તમામ 10 ટીમોના સંભવિત કેપ્ટન કોણ હોઈ શકે?
ADVERTISEMENT
ADVERTISEMENT
(હાર્દિક પંડ્યા) - હાર્દિક પંડ્યા આઈપીએલ 2025માં મુંબઈ ઈન્ડિયન્સનો કેપ્ટન રહેશે. મહેલા જયવર્દને, જે MIના નવા મુખ્ય કોચ બનશે, તેણે પુષ્ટિ કરી છે કે હાર્દિક મુંબઈની કમાન સંભાળશે. હાર્દિક 2024માં મુંબઈની ટીમમાં પાછો ફર્યો હતો, જ્યાં તેણે રોહિત શર્માની જગ્યા લીધી હતી અને કેપ્ટનશિપની જવાબદારી લીધી હતી.
(ઋતુરાજ ગાયકવાડ) - એમએસ ધોનીએ આઈપીએલ 2024માં સીએસકેની કેપ્ટનશીપ છોડી દીધી અને ટીમની કમાન ઋતુરાજ ગાયકવાડને સોંપી. ધોની આગામી સિઝનમાં પણ રમશે, પરંતુ 2024માં ચેન્નાઈએ ગાયકવાડની કપ્તાનીમાં સારું પ્રદર્શન કર્યું હતું અને તે 2025માં પણ ટીમની કમાન સંભાળતો જોવા મળી શકે છે.
(વિરાટ કોહલી) - રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે IPL 2025 માટે ત્રણ ખેલાડીઓને જાળવી રાખ્યા છે. અહેવાલો અનુસાર, વિરાટ કોહલી બેંગલુરુ ટીમના કેપ્ટન તરીકે ફરીથી વાપસી કરવા જઈ રહ્યો છે. RCBએ ફાફ ડુ પ્લેસિસને રિલીઝ કરી દીધો છે, જે ગત સિઝનમાં કેપ્ટન હતો.
(જોસ બટલર) - અહેવાલો અનુસાર, કોલકાતા નાઈટ રાઈડર્સ મેગા ઓક્શનમાં જોસ બટલરને નિશાન બનાવી શકે છે. બટલરને ઈંગ્લેન્ડની ટીમની કેપ્ટનશિપ કરવાનો અનુભવ છે અને જો તે KKRમાં આવે છે તો તે કેપ્ટનશિપ માટે સૌથી મોટા ઉમેદવાર બની શકે છે. બટલરે તેની IPL કરિયરમાં 3,582 રન બનાવ્યા છે.
(અક્ષર પટેલ) - દિલ્હી કેપિટલ્સે રિષભ પંતને રિલીઝ કર્યો છે. અક્ષર પટેલ, કુલદીપ યાદવ, ટ્રિસ્ટન સ્ટબ્સ અને અભિષેક પોરેલને દિલ્હીએ જાળવી રાખ્યા છે. તાજેતરના મીડિયા રિપોર્ટ અનુસાર, અક્ષર પટેલને IPL 2025માં દિલ્હીની કપ્તાની સોંપવામાં આવી શકે છે.
(સંજુ સેમસન) - સંજુ સેમસન વર્ષ 2021 થી રાજસ્થાન ટીમની કેપ્ટનશીપ કરી રહ્યો છે. આગામી સિઝન માટે પણ RR એ સેમસનને 18 કરોડ રૂપિયામાં જાળવી રાખ્યો છે. સેમસન આગામી સિઝનમાં પણ રાજસ્થાનનો કેપ્ટન રહેશે.
(ઋષભ પંત) - ઋષભ પંતને દિલ્હી કેપિટલ્સ દ્વારા રિલીઝ કરવામાં આવ્યો છે, પરંતુ રિકી પોન્ટિંગ તેની ખૂબ નજીક માનવામાં આવે છે. પોન્ટિંગ, જે હવે પંજાબ કિંગ્સના મુખ્ય કોચ બની ચૂક્યા છે, અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે આ વખતે પંજાબ કિંગ્સમાં પોન્ટિંગ અને પંતની જોડી એકસાથે જોવા મળી શકે છે.
(પેટ કમિન્સ) - સનરાઇઝર્સ હૈદરાબાદે પેટ કમિન્સને 18 કરોડ રૂપિયામાં રિટેન કર્યા છે. તેની કપ્તાની હેઠળ, SRH IPL 2024ની ફાઇનલમાં પહોંચ્યો હતો અને તે આગામી સિઝન માટે પણ હૈદરાબાદની ટીમની જવાબદારી સંભાળી શકે છે.
(શુભમન ગિલ) - શુભમન ગિલને 2024માં ગુજરાત ટાઇટન્સનું નેતૃત્વ સોંપવામાં આવ્યું હતું, પરંતુ ટીમ પોઇન્ટ ટેબલમાં આઠમા સ્થાને રહી હતી. આ વખતે જીટીએ ગીલને 16.5 કરોડમાં જાળવી રાખ્યો છે અને આગામી સિઝનમાં પણ ગુજરાતની જવાબદારી તેના હાથમાં રહેશે.
(નિકોલસ પુરન) - IPL 2025 પહેલા LSGએ KL રાહુલને રિલીઝ કર્યો હતો. લખનૌની રિટેન્શન લિસ્ટ બહાર આવતા જ એવો દાવો કરવામાં આવ્યો હતો કે પુરણ આ વખતે લખનૌનો કેપ્ટન બનવા જઈ રહ્યો છે. પુરણને લખનૌએ 21 કરોડ રૂપિયામાં રિટેન કર્યા છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
Mans Junior Asia Cup / ભારતે જીત્યો જુનિયર એશિયા કપનો ખિતાબ, ફાઈનલ મેચમાં પાકિસ્તાનને હરાવી બન્યું ચેમ્પિયન
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.