બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / IPL News / BCCIએ રોહિત શર્માને આપી ખાસ ભેટ, કોહલી અને ધોનીને પણ મળી ચૂક્યું છે આ સન્માન

IPL 2025 / BCCIએ રોહિત શર્માને આપી ખાસ ભેટ, કોહલી અને ધોનીને પણ મળી ચૂક્યું છે આ સન્માન

Last Updated: 09:55 AM, 18 April 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

IPL 2025 ની 33 મી મેચ MI અને SRH વચ્ચે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાઈ હતી. જેમાં મુંબઈએ હૈદરાબાદને 4 વિકેટે હરાવ્યું હતું. પણ આ મેચ શરૂ થાય એ પહેલા BCCI એ MIના ભૂતપૂર્વ કેપ્ટન શર્માનું સન્માન કર્યું હતું.

રોહિત શર્માના IPLમાં 18 વ અર્શ પૂરા થવા પર BCCI અધ્યક્ષ રોજર બિન્નીએ તેને ખાસ મોમેન્ટો આપ્યો હતો. આનો એક વીડિયો IPLના X એકાઉન્ટ પર શેર કરવામાં આવ્યો છે. જેમાં કેપ્શનમાં લખ્યું છે કે મુંબઈ ઈન્ડિયન્સના રોહિત શર્માને બીસીસીઆઇ અધ્યક્ષ રોજર બિન્ની તરફથી એક વિશેષ સ્મૃતિ ચિહ્ન (memento) પ્રાપ્ત થયું છે.

કોહલી-ધોનીને મળ્યું છે આ સન્માન

રોહિત શર્મા IPL 2025 માં આ પ્રકારનું સન્માન મેળવનાર ત્રીજો ભારતીય પ્લેયર બન્યો છે. આ પહેલા વિરાટ કોહલી અને મહેન્દ્ર સિંહ ધોનીને પણ IPL માં 18 વર્ષ પૂરા કરવા બદલ સન્માનિત કરવામાં આવ્યા હતા.

રોહિત શર્માની IPL કરિયર

રોહિત શર્મા, વિરાટ કોહલી, મનીષ પાંડે અને મહેન્દ્ર સિંહ ધોની IPLની પહેલી સીઝન (2008)થી લીગનો ભાગ છે. રોહિત શર્માએ પોતાની IPL કરિયરની શરૂઆત ડેક્કન ચાર્જર્સ હૈદરાબાદથી શરૂ કરી હતી. જે હવે સનરાઇઝર્સ હૈદરાબાદ બની ગઈ છે. તે પહેલી 3 સીઝન માટે આ ફ્રેન્ચાઇઝનો ભાગ હતો. પછી રોહિત મુંબઈ ઈન્ડિયન્સ સાથે જોડાયો અને 2011થી તે સતત મુંબઈ માટે રમી રહ્યો છે. અત્યાર સુધીમાં તેણે છ વખત આઈપીએલ ટ્રોફી જીતી છે પાંચ વખત મુંબઈની ટીમ માંથી અને એક વખત હૈદરાબાદની ટીમમાંથી.

વધુ વાંચો: VIDEO : મુંબઈ-હૈદરાબાદમાં એવું શું બન્યું કે બેટરને પાછો બોલાવવો પડ્યો, જાણો મામલો

રોહિત શર્માએ અત્યાર સુધીમાં IPLમાં 262 મેચોની 257 ઇનિંગ્સમાં 29.31 ની સરેરાશથી 6684 રન બનાવ્યા છે. જેમાં 2 સદી અને 43 અડધી સદીનો સમાવેશ થાય છે. રોહિત IPLમાં બીજો સૌથી વધુ મેચ રમનાર અને ત્રીજો સૌથી વધુ રન બનાવનાર પ્લેયર છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લે સ્ટોર/ એપ સ્ટોર પર જઈને અથવા આ લાઈન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

IPL 2025 Rohit Sharma BCCI
Priyankka Triveddi

Sr. News Editor at VTV Gujarati, highlighting voices and stories that matter.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ