બ્રેકિંગ ન્યુઝ
VTV / સ્પોર્ટસ / IPL 2025 ઓક્શન પહેલા ગુજરાત ટાઇટન્સનો મોટો નિર્ણય, આ દિગ્ગજ ચહેરાને સોંપાઇ મહત્વની જવાબદારી
Last Updated: 04:37 PM, 13 November 2024
IPL 2025 ની મેગા હરાજી પહેલા ગુજરાત ટાઇટન્સે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. ટીમે પાર્થિવ પટેલને સહાયક અને બેટિંગ કોચ તરીકે નિયુક્ત કર્યા છે. પાર્થિવની ક્રિકેટ કારકિર્દી શાનદાર રહી છે. તે અનુભવી ખેલાડી રહ્યો છે. હવે તે કોચની ભૂમિકામાં જોવા મળશે. પાર્થિવને કોચિંગનો પણ સારો અનુભવ છે. તેણે ઘણી ટીમો સાથે કામ કર્યું છે. પાર્થિવે મુંબઈ ઈન્ડિયન્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સાથે કામ કર્યું છે.
ADVERTISEMENT
ગુજરાત ટાઇટન્સે એક સત્તાવાર નિવેદનમાં જણાવ્યું હતું કે 17 વર્ષની શાનદાર ક્રિકેટ કારકિર્દી સાથે, ભૂતપૂર્વ ભારતીય વિકેટકીપર બેટ્સમેન પાર્થિવ પટેલ અમારી ટીમ માટે અનુભવ સાથે જ્ઞાન લાવશે. તેણે શુભમન ગિલ સહિત પાંચ ખેલાડીઓને રિટેન કર્યા હતા. હવે ગુજરાત હરાજીમાં જતા પહેલા પાર્થિવના અનુભવનો ચોક્કસપણે ઉપયોગ કરશે.
Aapdo Gujju chhokro Parthiv Patel joins Gujarat Titans as Assistant and Batting Coach! 🏏🤩#AavaDe | @parthiv9 pic.twitter.com/HFWvgqJR8t
— Gujarat Titans (@gujarat_titans) November 13, 2024
ADVERTISEMENT
પાર્થિવે મુંબઈ ઈન્ડિયન્સ સાથે કામ કર્યું છે. તે મુંબઈ અમીરાતનો બેટિંગ કોચ પણ હતો. પાર્થિવ પટેલ IPLમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરનો ભાગ રહી ચૂક્યો છે. તેણે IPLમાં 139 મેચ રમી છે. આ દરમિયાન પાર્થિવે 2848 રન બનાવ્યા છે. તેણે 13 અડધી સદી ફટકારી છે. પાર્થિવનો IPLનો સર્વશ્રેષ્ઠ સ્કોર 81 રન રહ્યો છે.
વધુ વાંચોઃ IPLના મેગા ઓક્શનમાં આ 7 વિદેશી ખેલાડીની કિસ્મત ચમકી ઉઠશે, કરોડોની બોલી લાગશે તેવા એંધાણ
તમને જણાવી દઈએ કે પાર્થિવ પટેલે ટીમ ઈન્ડિયા માટે 38 ODI મેચ રમી છે. આ દરમિયાન તેણે 736 રન બનાવ્યા છે. પાર્થિવે વનડેમાં ભારત માટે 4 અડધી સદી ફટકારી છે. તેણે 25 ટેસ્ટ મેચમાં 934 રન બનાવ્યા છે. પાર્થિવે ટેસ્ટમાં 6 અડધી સદી ફટકારી છે. જો આપણે T20 ઈન્ટરનેશનલની વાત કરીએ તો તેણે બે મેચ રમી છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.