બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / RCB હારતા સોશિયલ મીડિયા પર મીમ્સનું ઘોડાપૂર, લાફા અને હેરાફેરીવાળું સૌથી હટકે

હસી પડશો / RCB હારતા સોશિયલ મીડિયા પર મીમ્સનું ઘોડાપૂર, લાફા અને હેરાફેરીવાળું સૌથી હટકે

Last Updated: 10:55 AM, 23 May 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પોઈન્ટ ટેબલમાં તળિયે રહ્યા બાદ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે શાનદાર પુનરાગમન કર્યું અને સતત છ મેચ જીતીને પ્લેઓફ માટે ક્વોલિફાય કર્યું પણ એલિમિનેટરમાં હાર્યું. હવે સોશિયલ મીડિયા પર લોકોએ RCBની મિમ ક્લાસ લગાવી છે.

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે બુધવારે ઇન્ડિયન પ્રીમિયર લીગ 2024 ની એલિમિનેટર મેચમાં રાજસ્થાન રોયલ્સે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને ચાર વિકેટથી હરાવીને બીજા ક્વોલિફાયરમાં સ્થાન મેળવ્યું હતું. આ હાર સાથે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર IPL 2024માંથી બહાર થઈ ગયું છે.

લોકોએ RCBની મિમ ક્લાસ લગાવી

લીગ તબક્કામાં પોઈન્ટ ટેબલમાં તળિયે રહ્યા બાદ, રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે શાનદાર પુનરાગમન કર્યું અને સતત છ મેચ જીતીને અશક્ય લાગતું કાર્ય હાંસલ કર્યું અને પ્લેઓફ માટે ક્વોલિફાય કર્યું. IPL 2008 બાદ બેંગલુરુ તેના પ્રથમ ટાઇટલની રાહ જોઈ રહ્યું હતું અને આ વખતે પણ ટીમ નિરાશ થઈ હતી. બેંગલુરુની આ હાર બાદ હવે સોશિયલ મીડિયા પર MEMEનો વરસાદ થઈ રહ્યા છે અને લોકોએ RCBની મિમ ક્લાસ લગાવી છે.

હાલ આરસીબીએ સતત 6 મેચ જીતી હતી, પરંતુ એલિમિનેટરમાં હાર્યું હતું. એવામાં ઘણા લોકોએ મીમ્સ બનાવ્યા અને પોસ્ટ પણ કર્યું, "RCBના ચાહકો પ્લેઓફમાં પહોંચવાની ઉજવણી કરી રહ્યા હતા જાણે તેઓ IPL જીતી ગયા હોય!" અન્ય એકે લખ્યું, "RCBએ આ વર્ષે ચાહકોને ઘણી આશાઓ આપી અને પછી તે જ થયું જે દર વર્ષે થાય છે." રાજસ્થાન રોયલ્સ હવે ચેન્નાઈમાં 24 મેના રોજ ક્વોલિફાયર 2માં સનરાઈઝર્સ હૈદરાબાદ (SRH) સામે ટકરાશે.

વધુ વાંચો: IPL 2024: 5 કારણે RCB હાર્યું! આ હતો મેચનો ટર્નિંગ પોઈન્ટ, કમજોરીઓ છતી

સંકળાયેલા મુદ્દાઓ

Social Media Reaction And Memes RR VS RCB Royal Challengers Bengaluru IPL 2024
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ