બ્રેકિંગ ન્યુઝ
VTV / મનોરંજન / Cricket / સારા-અનન્યાને લઇને યુટ્યુબ પર આ શું સર્ચ કરે છે IPL સ્ટાર રિયાન? વાયરલ થયો સર્ચ હિસ્ટ્રીનો Video
Last Updated: 05:07 PM, 28 May 2024
રાજસ્થાન રોયલ્સમાં પોતાની શાનદાર બેટિંગથી છવાઈ ગયેલા 22 વર્ષના યુવા બેટ્સમેન રિયાન પરાગ IPL પુરી થતા એવી ભૂલ કરી બેઠા છે કે હાલ હેડલાઈન્સમાં આવી ગયા છે. બોલિવુડની હસીનાઓ સારા અલી ખાન અને અનન્યા પાંડે વિશે અજીબો ગરીબ વીડિયો ક્રિકેટર સર્ચ કરે છે. તેનો ખુલાસો કેવી રીતે થયો આવો જાણીએ...
ADVERTISEMENT
Search history of riyan Parag
— ً (@KohliMyHeart) May 27, 2024
"Sara ali khan hot"
"Virat Kohli"
"Ananya Pandey Hot" pic.twitter.com/CW49IwqldH
ચર્ચામાં રાજસ્થાન રોયલ્સના યુવા બેટ્સમેન
ADVERTISEMENT
રાજસ્થાન રોયલ્સના યુવા બેટ્સમેન રિયાન પરાગે IPL વખતે જેટલી વાહવાહી લૂટી બધા આઈપીએલ પુરી થયા બાદ માટીમાં મળી ગઈ. સોશિયલ મીડિયા પર રિયાન પરાગનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં ક્રિકેટર સારા અલી ખાન અને અનન્યા પાંડેના કેવા વીડિયો સર્ચ કરે છે તે જોઈ શકાય છે. જોકે આ વીડિયોની VTV પુષ્ટિ નથી કરતું.
સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ
હકીકતે સોશિયલ મીડિયા પર રિયાન પરાગનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. તેમાં તેમની યુટ્યુબ સર્ચ હિસ્ટ્રી જોઈ શકાય છે. સ્ટાર ખેલાડી રિયાન પરાગ યુટ્યુબ પર સ્ટ્રિમિંગ પણ કરે છે. સ્ટ્રિમિંગ વખતે તે યુટ્યુબ પર કોપી રાઈટ ફ્રી મ્યુઝિક સર્ચ કરતા જોવા મળી રહ્યા છે.
Much more than just a game!!
— Riyan Paragg (@ParagRiyan) April 5, 2024
Let's change lives #PINKPROMISE pic.twitter.com/HqJVAHWdAm
ત્યારે ત્યાં પહેલાથી સર્ચ કરવામાં આવેલી વસ્તુઓ દેખાઈ જાય છે. જેમાં અનન્યા પાંડે હોટ અને સારા અલી ખાન હોટ લખેલું જોઈ શકાય છે. જોકે આ વીડિયોની VTV પુષ્ટિ નથી કરતું.
વધુ વાંચો: નેશનલ હાઇવે પર મુસાફરી દરમ્યાન ફ્રીમાં મળે છે આ સુવિધાઓ, બસ કરવું પડે છે આ કામ
એક એક્સ યુઝરે રિયાનનો આ વીડિયો પોસ્ટ કર્યો છે તેના કેપ્શનમાં તેણે લખ્યું, "રિયાન પરાગની સર્ચ હિસ્ટ્રી સારા અલી ખાન હોટ, વિરાટ કોહલી, અનન્યા પાંડે હોટ." આ પોસ્ટના વાયરલ થયા બાદ લોકો તેમને ટ્રોલ કરી રહ્યા છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.