બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / આઈપીએલ ચેમ્પિયન બન્યા બાદ KKRની ટીમે કર્યું જબરદસ્ત સેલિબ્રેશન, ખેલાડીઓએ કર્યો ડાન્સ

photo-story

6 ફોટો ગેલેરી

IPL 2024 / આઈપીએલ ચેમ્પિયન બન્યા બાદ KKRની ટીમે કર્યું જબરદસ્ત સેલિબ્રેશન, ખેલાડીઓએ કર્યો ડાન્સ

Last Updated: 09:00 AM, 27 May 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

IPL ફાઇનલમાં KKRએ હૈદરાબાદને 8 વિકેટે હરાવીને ત્રીજી વખત ટાઇટલ જીતી લીધું છે. ચેન્નાઈમાં રમાયેલી મેચમાં હૈદરાબાદના કેપ્ટન પેટ કમિન્સે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. કમિન્સનો આ નિર્ણય ખોટો સાબિત થયો હતો.

1/6

photoStories-logo

1. KKRએ ત્રીજી વખત આઈપીએલનો ખિતાબ જીત્યો

ચેન્નાઈના ચેપોક સ્ટેડિયમમાં પ્રથમ ઓવરથી જ કોલકાતાનો દબદબો રહ્યો હતો. શાહરૂખ ખાનની માલિકીની આ ટીમે ત્રીજી વખત આઈપીએલનો ખિતાબ જીત્યો છે. આ ટીમ અગાઉ 2012 અને 2014માં ચેમ્પિયન બની ચૂકી છે. (Photo Courtesy: Kolkata Knight Riders)

આ તસવીર શેર કરો

logo logo logo

2/6

photoStories-logo

2. ખેલાડીઓએ જોરશોરથી ઉજવણી કરી

ચેન્નાઈમાં કોલકાતા નાઈટ રાઈડર્સે સનરાઈઝર્સ હૈદરાબાદને હરાવ્યા બાદ આ જીત સાથે ટીમે આઈપીએલ 2024નો ખિતાબ જીત્યો. KKRના ખિતાબ જીત્યા બાદ ખેલાડીઓએ જોરશોરથી ઉજવણી કરી હતી. (Photo Courtesy: Kolkata Knight Riders)

આ તસવીર શેર કરો

logo logo logo

3/6

photoStories-logo

3. શાહરૂખ ખાન પણ થયા ખુશ

શ્રેયસ અય્યરની કપ્તાનીવાળી કોલકાતા નાઈટ રાઈડર્સે આઈપીએલ ટ્રોફી જીત્યા બાદ ફ્લાઈંગ કિસ આપીને ઉજવણી કરી હતી. ટ્રોફી મેળવ્યા બાદ કેકેઆરના માલિક શાહરૂખ ખાને પોતે તમામ ખેલાડીઓને આ પોઝ આપવા કહ્યું હતું. (Photo Courtesy: Kolkata Knight Riders)

આ તસવીર શેર કરો

logo logo logo

4/6

photoStories-logo

4. ખેલાડીઓએ જોરશોરથી ડાન્સ કર્યો

કોલકાતાની જીત બાદ ખેલાડીઓએ જોરશોરથી ડાન્સ કર્યો હતો. ખેલાડીઓની સાથે મેન્ટર ગૌતમ ગંભીર પણ ખૂબ ખુશ દેખાયા હતા. (Photo Courtesy: Kolkata Knight Riders)

આ તસવીર શેર કરો

logo logo logo

5/6

photoStories-logo

5. KKRની જોરદાર ઉજવણી

KKR દ્વારા આ ઉજવણીનો એક વીડિયો પણ સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવ્યો છે, જેમાં શ્રેયસ અય્યર શેમ્પેનની બોટલ ખોલતા અને સુનીલ નારાયણ તેના જન્મદિવસ અને આ જીતની ઉજવણી માટે કેક કાપતા જોવા મળ્યા હતા. (Photo Courtesy: Kolkata Knight Riders)

આ તસવીર શેર કરો

logo logo logo

6/6

photoStories-logo

6. 10 વર્ષ બાદ આઈપીએલનો ખિતાબ જીત્યો

કોલકાતા નાઈટ રાઈડર્સે 10 વર્ષ બાદ આઈપીએલનો ખિતાબ જીત્યો છે. ગૌતમ ગંભીરની કેપ્ટન્સીમાં ટીમે 2012 અને 2014માં ટાઈટલ જીત્યું હતું. ગંભીર મેન્ટર તરીકે ટીમ સાથે પાછો ફર્યો કે તરત જ શ્રેયસ અય્યરની કપ્તાનીવાળી ટીમે ત્રીજી વખત ટ્રોફી જીતી લીધી છે. (Photo Courtesy: Kolkata Knight Riders)

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

IPL 2024 Final KKR Celebration IPL 2024

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ