બ્રેકિંગ ન્યુઝ
VTV / સ્પોર્ટસ / Cricket / IPLમાં વિરાટ કોહલીનો દબદબો, ઓરેન્જ કેપ જીતીને રચ્યો ઈતિહાસ, હર્ષલ પટેલને મળી પર્પલ કેપ
Last Updated: 09:05 AM, 27 May 2024
IPLની 17મીં સીઝનની ફાઈનલ મેચ 26 મેએ ચેન્નાઈના એમએ ચિદંબરમ સ્ટેડિયમમાં રમાઈ. ફાઈનલ મેચમાં કોલકાતા નાઈટ રાઈડર્સે સનરાઈઝર્સ હૈદરાબાદને 8 વિકેટથી હરાવી. જ્યાં કોલકાતા નાઈટ રાઈડર્સ ત્રીજી વખત આઈપીએલ ચેમ્પિયન બની છે. ત્યાં જ સનરાઈઝર્સ હૈદરાબાદનું બીજી વખત આઈપીએલ ટ્રોફી જીતવાનું સપનું તૂટી ગયું.
ADVERTISEMENT
કોહલીએ રચ્યો ઈતિહાસ
ADVERTISEMENT
આ આઈપીએલ સીઝનમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલી અને પંજાબ કિંગ્સના ફાસ્ટ બોલર હર્ષલ પટેલ છવાઈ ગયા. કોહલીએ આખી સીઝનમાં શાનદાર પ્રદર્શન કર્યું અને સૌથી વધારે રન બનાવીને ઓરેન્જ કેપ જીતી.
બીજી વખત મેળવી ઓરેન્જ કેપ
35 વર્ષના વિરાટ કોહલીએ આઈપીએલ 2024માં કુલ 15 મેચોમાં 61.75ની સરેરાશ અને 154.69ની સ્ટ્રાઈક રેટથી 741 રન બનાવ્યા. આ સમય દરમિયાન કિંગ કોહલીએ 1 સેન્ચુરી અને પાંચ હાફસેન્ચુરી મારી. વિરાટે બીજી વખત ઓરેન્જ કેપ હાસિલ કરી. કોહલી એવા પહેલા ભારતીય ખેલાડી બની ગયા છે જેમણે આઈપીએલમાં બે વખત ઓરેન્જ કેપ જીતી છે. તેના પહેલા કોહલીએ 2016ની સીઝનમાં 973 રન બનાવીને ઓરેન્જ કેપ પોતાના નામે કરી હતી.
વધુ વાંચો: ઉનાળામાં પ્રેગ્નેન્ટ મહિલાઓએ ખાવા જોઈએ આ સુપર ફૂડ, માતા અને બાળક બંને રહેશે હેલ્ધી
હર્ષલ પટેલે જીતી પર્પલ કેપ
ત્યાં જ ફાસ્ટબોલર હર્ષલ પટેલની વાત કરવામાં આવે તો તેમણે આ સીઝનમાં કુલ 14 મેચોમાં 19.87ની એવરેજ અને 9.73ની ઈકોનોમી રેટથી 24 વિકેટ પોતાના નામે કરી. હર્ષલ પટેલે બીજી વખત પર્પલ કેપ મેળવી. તેનાથી પહેલા હર્ષલે 2021ની સીઝનમાં પણ પર્પલ કેપ જીતી હતી.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.