બ્રેકિંગ ન્યુઝ
VTV / સ્પોર્ટસ / Cricket / IPL 2024 cricketer abhishek sharma summoned by surat police in suicide case
Arohi
Last Updated: 03:55 PM, 21 February 2024
ભારતીય ક્રિકેટના શાઈનિંગ સ્ટાર અભિષેક શર્માને સુરત પોલીસે એક મોડલની આત્મહત્યાના કેસમાં સમન મોકલ્યું છે. હકીકતે ગુજરાતના સુરતમાં તાનિયા સિંહ નામની 28 વર્ષીય મોડલે 19 ફેબ્રુઆરીએ આત્મહત્યા કરી હતી આ મામલામાં હવે પુછપરછ કરવા માટે પોલીસે અભિષેક શર્માને સમન મોકલ્યું છે. આઈપીએલમાં સનરાઈઝર્સ હૈદરાબાદની તરફથી રમતા આ સ્પિન બોલિંગ ઓલરાઉન્ડર કથિત રીતે મોડલના સંપર્કમાં હતા. તાનિયાએ સૂરતના વેસૂ રોડ પર હેપ્પી એલિગેંસ એપાર્ટમેન્ટમાં આત્મહત્યા કરી હતી.
ADVERTISEMENT
ADVERTISEMENT
અભિષેકને પોલીસે કેમ બોલાવ્યો?
આ મામલામાં નવો મોડ ત્યારે આવ્યો જ્યારે સુરત પોલીસે પંજાબ માટે ઘરેલુ ક્રિકેટ રમનાર અભિષેક શર્માને પુછપરછ કરવા માટે બોલાવ્યો. પોલીસને ખબર મળી છે કે તાનિયા ભારતીય ક્રિકેટર સાથે સંપર્કમાં હતી છેલ્લા થોડા સમયમાં બન્નેની વચ્ચે વાતચીત બંધ હતી. પોલીસ અભિષેક અને તાનિયાના સંબંધ વિશે જાણવા માંગે છે. બન્ને ક્યારે અને કેવી રીતે નજીક આવ્યા તે પોલીસ જાણવા માંગે છે.
વધુ વાંચો: IND vs ENG: બુમરાહ આઉટ થતા જ કંઇક આવી હશે ઈન્ડિયાની Playing 11 ટીમ, જુઓ કયા ખેલાડીઓને તક મળશે
વેસુ પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્સ્પેક્ટર બીયુ બરાડે મીડિયા સાથે વાતચીતમાં જણાવ્યું કે 'કોલ ડિટેલ અનુસાર તાનિયા અને અભિષેક શર્મા છેલ્લા થોડા સમયથી એક બીજાના ટચમાં ન હતા. તાનિયા વિશે જાણકારી ભેગી કરવા માટે અભિષેકને બોલાવવામાં આવ્યો છે. બીજી તરફ તાનિયા સિંહની આત્મહત્યાની ખબર સામે આવતા જ આખા સૂરતમાં સનસની ફેલાઈ ગઈ છે.'
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
ઈન્ડિયા ઈંગ્લેન્ડ વનડે / VIDEO : 6,4,6,4,0,6, ફિલ સોલ્ટે હર્ષિત રાણાને બરાબરનો ધોયો, ડેબ્યૂમાં શર્મનાક રેકોર્ડ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.