બ્રેકિંગ ન્યુઝ
Megha
Last Updated: 01:28 PM, 1 April 2023
ADVERTISEMENT
IPL 2023ની પહેલી મેચ ચેન્નઈ સુપર કિંગ્સ અને ગુજરાત ટાઈટન્સ વચ્ચે રમવામાં આવી હતી. મહેન્દ્ર સિંહ ધોનીની કેપ્ટનશીપ હેઠળ ચેન્નઈ સુપર કિંગ્સની ગુજરાત ટાઈટન્સ સામે 5 વિકેટથી હાર થઈ હતી. CSKએ પહેલા બેટીંગ કરી હતી અને 20 ઓવરમાં 7 વિકેટે 178 રન કર્યા હતા. ગુજરાત ટાઈટન્સે 19.2 ઓવરમાં આ ટાર્ગેટ પૂર્ણ કરી લીધો હતો.
MS Dhoni feeling uncomfortable with the knee. pic.twitter.com/OjOCSaCrC0
— Mufaddal Vohra (@mufaddal_vohra) March 31, 2023
ADVERTISEMENT
ચાલુ મેચે ધોનીના પગમાં દુખાવો થયો હતો
ચેન્નાઇ સુપર કિંગ્સનાં ચાહકો પહેલી મેચ હાર્યા તેનું દુઃખ તો હતું જ પણ 19મી ઓવર સમયે વિકેટકીપિંગ દરમિયાન ધોની જ્યારે દર્દથી પીડાતો હતો એ જોઇને ફેન્સ વધુ દુઃખી થયા હતા. એ ઓવર દરમિયાન લેગ સાઇડ નીચે ડાઇવ કરી હતી જેના પછી ધોનીના પગમાં દુખાવો થયો હતો. જો કે થોડા સમય બાદ ધોની ફરી ચહેરા પર એક સ્મિત સાથે એક્શનમાં જોવા મળ્યો હતો.મેચ પુરી થયા બાદ એવી અટકળો ચાલી રહી હતી કે આ ઈજા ધોનીના ઘૂંટણ સાથે જોડાયેલી હોઈ શકે છે, આ ઈજાના કારણે ધોનીની ઓપનિંગ મેચમાં ભાગ લેવા પર પણ શંકા થઈ હતી.
— IPLT20 Fan (@FanIplt20) March 31, 2023
મેચ પુરી થયા બાદ ટીમના કોચ સ્ટીફન ફ્લેમિંગે ધોનીની ઈજાને લઈને મોટું અપડેટ આપ્યું છે. ચેન્નાઈ સુપર કિંગ્સના કોચનું કહેવું છે કે ધોનીને 19મી ઓવર દરમિયાન જે ઈજા થઈ હતી તે ઘૂંટણ સાથે સંબંધિત નથી. તે માત્ર એક ખેંચાણ એટલે કે ક્રેમ્પ હતું .ધોની વિશે આ અપડેટ જાણીને CSK ચાહકોએ રાહતનો શ્વાસ લીધો હશે.
ધોનીના એક શોટે જીત્યા દર્શકોના દિલ
જો કે આ મેચમાં સૌની નજર મહેન્દ્ર સિંહ ધોની પર ટકેલી હતી. ધોની પણ છેલ્લી બે ઓવરમાં બેટિંગ કરવા આવ્યો અને તેના એક જ શોટે મેદાનમાં બેઠેલા લોકોના દિલ જીતી લીધા હતા. CSKની ઇનિંગ્સની છેલ્લી ઓવરમાં ધોનીએ યુવા ખેલાડી જોશુઆ લિટલની બોલ પર 85 મીટરની લાંબી સિક્સ ફટકારી હતી. મહત્વનું છે કે 19મી ઓવરના ત્રીજા બોલ પર ધોનીનું બેટ જોરદાર સ્વિંગ થયું અને બોલ લેગ સાઇડથી ઘણો નીચે પડ્યો. માહીના આ એક શોટથી ગ્રાઉન્ડમાં બેઠેલા હજારો લોકો ઘણા ખુશ થયા હતા અને એવું દર્શાવી રહ્યા હતા કે તેઓ ધોનીને આ રીતે રમતા જોવા માટે જ ત્યાં આવ્યા છે.
ધોનીએ અંતમાં અણનમ 14 રનની ઇનિંગ રમી
આ મેચમાં પ્રથમ બેટિંગ કરતા CSKએ 7 વિકેટ ગુમાવીને 178 રન બનાવ્યા હતા. CSK તરફથી રૂતુરાજ ગાયકવાડે 92 રનની શાનદાર ઇનિંગ રમી હતી. તે જ સમયે મોઇન અલીના બેટએ 23 રન આવ્યા હતા. આ સિવાય એમએસ ધોનીએ અંતમાં અણનમ 14 રનની ઇનિંગ રમી હતી. ગુજરાતની વાત કરીએ મોહમ્મદ શમી, અલઝારી જોસેફ અને રાશિદ ખાને બે-બે વિકેટ લીધી હતી. જ્યારે જોશુઆ લિટલને એક વિકેટ મળી હતી.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.