બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / IPL 2023 Mohit used to bowl perfectly, hardik talk with him and spoiled the game

IPL 2023 / મોહિત બરોબર જ બોલિંગ કરતો હતો, આ હાર્દિક ગયો અને ખેલ બગાડ્યો: દિગ્ગજ ક્રિકેટરે પંડ્યા પર ઉઠાવ્યા સવાલ

Megha

Last Updated: 01:02 PM, 1 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ફાઇનલ મેચમાં GTત રફથી મોહિત શર્માએ મેચની છેલ્લી ઓવર ફેંકી હતી, બોલરે પહેલા 4 બોલ સારા ફેંક્યા પણ છેલ્લા બે બોલમાં એવું શું બન્યું કે રવિન્દ્ર જાડેજાએ સિક્સર અને પછી ફોર ફટકારી?

  • ચેન્નાઈ સુપર કિંગ્સ IPL 2023ની ચેમ્પિયન બની
  • ગુજરાત ટાઇટન્સ તરફથી મોહિત શર્માએ મેચની છેલ્લી ઓવર ફેંકી હતી
  • હાર માટે વીરેન્દ્ર સેહવાગે ગુજરાત ટાઇટન્સના કેપ્ટનને જવાબદાર ઠેરવ્યો 

મહેન્દ્ર સિંહ ધોનીની કપ્તાનીવાળી ટીમ ચેન્નાઈ સુપર કિંગ્સ IPL 2023ની ચેમ્પિયન બની છે. ફાઈનલ મેચમાં ગુજરાત અને ચેન્નાઈની ટીમ વચ્ચે કાંટાની ટક્કર હતી. જીત અને હારનો નિર્ણય છેલ્લા બોલ પર થયો હતો. રવિન્દ્ર જાડેજાએ છેલ્લા બોલ પર ફોર ફટકારીને 5મી વખત CSK માટે IPL ટાઇટલ જીત્યું હતું. 

એ ફાઇનલ મેચમાં ગુજરાત ટાઇટન્સ તરફથી મોહિત શર્માએ મેચની છેલ્લી ઓવર ફેંકી હતી. નોંધનીય છે કે પહેલી 4 બોલ ખૂબ સારી ફેંકી હતી અને ચારેય સચોટ યોર્કર હતા અને તેના પર માત્ર ત્રણ રન આવ્યા હતા. છેલ્લા 2 બોલમાં જાડેજાએ એક સિક્સર અને એક ફોર ફટકારીને CSKને મેચ જીતાવી દીધી હતી. હવે વીરેન્દ્ર સેહવાગે આ માટે ગુજરાત ટાઇટન્સના કેપ્ટનને જવાબદાર ઠેરવ્યા છે. બોલરે પહેલા 4 બોલ ખૂબ જ સચોટ રીતે કર્યા, પરંતુ છેલ્લા બે બોલમાં એવું શું બન્યું કે રવિન્દ્ર જાડેજાએ સિક્સર અને પછી ફોર ફટકારી?

ચેન્નાઈ સુપર કિંગ્સની ટીમને છેલ્લી ઓવરમાં જીતવા માટે 13 રનની જરૂર હતી અને ગુજરાત ટાઇટન્સનો અનુભવી બોલર મોહિત શર્મા બોલિંગ પર હતો. આવી સ્થિતિમાં મોહિતે શિવમ દુબે અને રવિન્દ્ર જાડેજાને પ્રથમ ચાર બોલમાં માત્ર 3 રન આપ્યા હતા, તો પછીના બે બોલમાં તે 10 રન આપી દીધા હતા.  હવે વીરેન્દ્ર સેહવાગે આ માટે હાર્દિક પંડયાણે જવાબદાર ઠેરવ્યો હતો. તેના મતે છેલ્લા 2 બોલમાં મોહિત સાથે વાત કરવાને કારણે તેની લય બગડી હતી. 

વિરેન્દ્ર સેહવાગે આ વિશે વાત કરતાં કહ્યું હતું કે જો મોહિત છેલ્લી ઓવરમાં રન આપી રહ્યો નહતો અને સારી બોલિંગ કરી રહ્યો હતો તો હાર્દિકે વાત કરવાની જરૂર હતી. જ્યારે ચાર પરફેક્ટ બોલ નાખવામાં આવ્યા ત્યારે બોલરને ડિસ્ટર્બ કરવાની જરૂર નહોતી. ભલે હાર્દિકે બોલરને પૂછ્યું હશે કે ફિલ્ડિંગમાં કોઈ ફેરફારની જરૂર છે કે નહીં, પણ જો હું મેદાન પર હોત, તો મેં બોલરને પરેશાન ન કર્યો હોત."

આ સાથે જ સુનિલ ગાવસ્કરે પણ હાર્દિક પંડ્યા પર આકરા પ્રહાર કર્યા. ગાવસ્કર પણ આ જ વાત કરી હતી કે જ્યારે બોલર આટલી સારી બોલિંગ કરી રહ્યો હોય ત્યારે તમારે તેને ડિસ્ટર્બ કરવાની જરૂર નથી. મોહિત જાણતો હતો કે તેણે શું કરવાનું છે, પણ હાર્દિકે તેની સાથે વાત કરીને તેની લય બગાડી.

સંકળાયેલા મુદ્દાઓ

Hardik pandya IPL 2023 Virender Sehwag મોહિત શર્મા વિરેન્દ્ર સેહવાગ હાર્દિક પંડ્યા IPL 2023
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ