બ્રેકિંગ ન્યુઝ
Hiralal
Last Updated: 05:32 PM, 28 May 2023
ADVERTISEMENT
ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ) 2023નો ગ્રાન્ડ ફિનાલે આજે (28 મે) અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં યોજાશે. આ મેચ સાંજે 7.30 વાગ્યાથી શરુ થશે. આ મેચમાં મહેન્દ્ર સિંહ ધોનીની કેપ્ટનશિપવાળી ચેન્નઈ સુપર કિંગ્સ (સીએસકે) અને હાર્દિક પંડ્યાની કેપ્ટનશિપવાળી ગુજરાત ટાઇટન્સ (જીટી) આમને-સામને થશે. આ જોરદાર મેચને લઈને ફેન્સના મનમાં સવાલ ઉઠશે, પંડ્યા અને ધોની કઈ ટીમ સાથે મેદાન પર ઉતરશે. જો બધુ સમુસૂથરું પાર પડશે તો બંને કેપ્ટન વિનિંગ કોમ્બિનેશનની સાથે ચેડાં નહિ કરે. ધોનીની ટીમે ક્વોલિફાયર-1 મેચમાં ગુજરાતને હરાવ્યું હતું. 23 મેના રોજ રમાયેલી આ મેચમાં ચેન્નઈએ 15 રનથી જીત મેળવી હતી. ગુજરાત સામે ચેન્નાઈની આ પ્રથમ જીત હતી.
આઇપીએલમાં ચેન્નાઇ સામે ગુજરાતનો રેકોર્ડ શાનદાર રહ્યો છે. બંને ટીમો વચ્ચે 4 મુકાબલા થયા છે, જ્યાં ગુજરાતની ટીમ 4 વખત જીતી છે અને ચેન્નાઈની ટીમ 1 વખત વિજેતા બની છે.
One final Steph 🗣️📹#CSKvGT #WhistlePodu #Yellove 🦁💛 @TVSEurogrip pic.twitter.com/RJoDZ9kAo8
— Chennai Super Kings (@ChennaiIPL) May 28, 2023
ADVERTISEMENT
ગુજરાત પોઈન્ટ ટેબલમાં નંબર વન
આઇપીએલ 2023ની સિઝનમાં ગુજરાતે પોઈન્ટ ટેબલમાં ટોચનું સ્થાન જાળવીને ક્વોલિફાય કર્યું હતુ. આ સાથે જ ચેન્નઈની ટીમ બીજા નંબર પર હતી. આ કારણથી આ બંને વચ્ચે ક્વોલિફાયર-1 મુકાબલો થયો હતો.
ડેવોન કોન્વે અને ઋતુરાજ ગાયકવાડ ચેન્નાઈની તાકાત
ચેન્નાઈ સુપર કિંગ્સની સૌથી મોટી તાકાત તેમના ઓપનર ડેવોન કોન્વે અને ઋતુરાજ ગાયકવાડ છે. ડેવોન કોન્વેએ 15 મેચમાં 52.08ની એવરેજ અને 137.06ની સ્ટ્રાઇક રેટથી 625 રન બનાવ્યા છે. કોનવેને રુતુરાજ ગાયકવાડનો પણ સારો સાથ મળ્યો છે.
શમી, રાશિદ ખાન અને મોહિત શર્મા ગુજરાતની શાન
ગુજરાત માટે મોહમ્મદ શમી (28 વિકેટ), રાશદ ખાન (27 વિકેટ) અને મોહિત શર્મા (24 વિકેટ) ગુજરાત માટે એક્સ ફેક્ટર રહ્યા છે. આ ત્રણે મળીને 79 વિકેટ ઝડપી છે. આવી સ્થિતિમાં, આ ત્રણેય ધોની એન્ડ કંપનીની રમતને બગાડી શકે છે. તે ત્રણેય ક્લસ્ટરમાં વિકેટ લે છે. રાશિદ ખાન તેની બોલિંગથી શું કરી શકે છે તે કહેવાની જરૂર નથી. સાથે જ ધોનીએ શુભમન ગિલ સામે પણ રણનીતિ બનાવવી પડશે, જેણે ટૂર્નામેન્ટની 16 મેચમાં 851 રન બનાવ્યા છે.
ગુજરાત ટાઈટન્સ : શુભમન ગિલ/જોશ લિટલ (ઇમ્પેક્ટ પ્લેયર), રિદ્ધિમાન સાહા (વિકેટકીપર), સાઇ સુદર્શન, હાર્દિક પંડયા (કેપ્ટન), વિજય શંકર, ડેવિડ મિલર, રાહુલ તેવટિયા, રાશિદ ખાન, નૂર અહમદ, મોહમ્મદ શમી, મોહિત શર્મા.
ચેન્નાઈ સુપર કિંગ્સ : ડેવોન કોન્વે, રુતુરાજ ગાયકવાડ, અજિંક્યા રહાણે, શિવમ દુબે, અંબાતી રાયડુ/મથિશા પથીરાના (ઇમ્પેક્ટ પ્લેયર), મોઈન અલી, રવિન્દ્ર જાડેજા, એમએસ ધોની (કેપ્ટન/વિકેટકિપર), દીપક ચહર, તુષાર દેશપાંડે, મહેશ ટિક્શાના
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
પેરિસ પેરાલિમ્પિક 2024 / પેરિસ પેરાલિમ્પિકમાં ભારતનું રેકોર્ડબ્રેક પ્રદર્શન, સૌથી વધારે મેડલ સાથે સફરનો અંત
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.