બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / IPL 2023 final kedar jadhav prediction proved correct

IPL 2023 final / આખરે સત્ય સાબિત થઇ RCBના આ પ્લેયરની ભવિષ્યવાણી, અગાઉથી જ જણાવી દીધું હતું ચેમ્પિયન ટીમનું નામ

Bijal Vyas

Last Updated: 12:35 AM, 1 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Kedar Jadhav Prediction:કેદાર જાધવે IPL 2023ની ચેમ્પિયન ટીમ વિશે ભવિષ્યવાણી કરી હતી, જે સાચી સાબિત થઈ, જુઓ વીડિયો...

  • જાધવની તમામ આગાહીઓ સાચી સાબિત થઈ
  • ચેન્નાઈએ ફાઈનલ મેચમાં ગુજરાત ટાઈટન્સને 5 વિકેટે હરાવીને ટાઈટલ પોતાને નામે કર્યું
  • સૌથી વધુ રન કરનાર શુભમન ગિલ અને સૌથી વધુ વિકેટ લેનાર શમી હતો 

Kedar Jadhav Prediction CSK Champion IPL 2023: IPL 2023માં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર ટીમની મેમ્બર રહેલા કેદાર જાધવ આ સિઝનમાં માત્ર બે જ મેચ રમી શક્યો હતો. તે છેલ્લી સિઝનમાં રમી શક્યો નહોતો. જાધવે આ સિઝન દરમિયાન ચેમ્પિયન ટીમની આગાહી કરી હતી. કેદારે કહ્યું હતું કે કઈ ટીમ ચેમ્પિયન બનશે અને પર્પલ-ઓરેન્જ કેપ કોણ જીતશે. જાધવની તમામ આગાહીઓ સાચી સાબિત થઈ. તેણે કહ્યું હતું કે ચેન્નાઈ સુપર કિંગ્સ ચેમ્પિયન બનશે.

કેદાર જાધવે જિયો સિનેમા પર કહ્યું હતું કે ઓરેન્જ કેપના દાવેદાર શુભમન ગિલ અને પર્પલ કેપ માટે મોહમ્મદ શમી છે. ટાટા IPL 2023 ચેન્નાઈ સુપર કિંગ્સનો ચેમ્પિયન બનશે. ચેન્નાઈએ ફાઈનલ મેચમાં ગુજરાત ટાઈટન્સને 5 વિકેટે હરાવીને ટાઈટલ પોતાને નામે કર્યું હતું. તેણે પ્રથમ ક્વોલિફાયરમાં પણ ગુજરાતને હરાવ્યું હતું. ચેન્નાઈએ હાથમાંથી સરકી જતા મેચ જીતી લીધી હતી. તે માટે ડેવોન કોનવે, અજિંક્ય રહાણે અને શિવમ દુબેએ શાનદાર પ્રદર્શન કર્યુ હતું. 

જાધવે કહ્યું હતું કે, શુભમન ગિલ આ સિઝનમાં ઓરેન્જ કેપનો દાવેદાર છે. આ વાત સાચી પણ સાબિત થઈ. શુભમને 17 મેચમાં 890 રન બનાવ્યા હતા. તે સૌથી વધુ રન બનાવનાર ખેલાડી હતો. શુભમને 3 સદી અને 4 અડધી સદી ફટકારી હતી. આ સિઝનમાં તેનો સર્વશ્રેષ્ઠ સ્કોર 129 રન હતો. મોહમ્મદ શમીએ પર્પલ કેપ જીતી હતી. તેણે સૌથી વધુ વિકેટ લીધી હતી. શમીએ 17 મેચમાં 28 વિકેટ લીધી હતી. મેચમાં તેનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન 11 રનમાં 4 વિકેટ લેવાનું હતું.

ઉલ્લેખનીય છે કે, આ સિઝનમાં ચેમ્પિયન ચેન્નાઈ માટે ડેવોન કોનવેએ સૌથી વધુ રન બનાવ્યા હતા. તેણે 16 મેચમાં 672 રન બનાવ્યા હતા. કોનવેએ 6 અડધી સદી ફટકારી હતી. ઋતુરાજ ગાયકવાડે 16 મેચમાં 590 રન બનાવ્યા હતા. ચેન્નાઈ તરફથી તુષાર દેશપાંડેએ સૌથી વધુ વિકેટ ઝડપી હતી. તેણે 16 મેચમાં 21 વિકેટ ઝડપી હતી.

સંકળાયેલા મુદ્દાઓ

IPL 2023 Final Kedar Jadhav Prediction કેદાર જાધવ ગુજરાત ટાઈટન્સ ચેન્નાઈ સુપર કિંગ્સ ચેમ્પિયન ભવિષ્યવાણી શુભમન ગિલ IPL 2023 Final
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ