બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / IPL 2023: Delhi Capitals made David Warner the captain, Akshar Patel became vice-captain

IPL 2023 / દિલ્હી કેપિટલ્સને મળી ગયો નવો કેપ્ટન, પંતની ગેરહાજરીમાં આ ખેલાડીને સોંપાઈ ટીમની કમાન

Megha

Last Updated: 11:04 AM, 16 March 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

IPLમાં પંતની જગ્યાએ દિલ્હી કેપિટલ્સની કેપ્ટનશીપ કોણ કરશે. જો કે હવે આ સવાલનો જવાબ મળી ગયો છે, દિલ્હી કેપિટલ્સે સતાવાર રીતે તેના નવા કેપ્ટનની જાહેરાત કરી છે.

  • રિષભ પંત દિલ્હી કેપિટલ્સની કેપ્ટનશિપ નહીં કરે 
  • પંતની ગેરહાજરીમાં ટીમની કમાન આ ખેલાડીને સોંપાઈ 
  • પંત આ સિઝનમાં ભાગ લઈ શકશે નહીં

રિષભ પંતની ઈજા બાદ ચાહકોના મનમાં એક જ સવાલ હતો કે આખરે IPLમાં પંતની જગ્યાએ દિલ્હી કેપિટલ્સની કેપ્ટનશીપ કોણ કરશે. જો કે હવે ચાહકોને આ સવાલનો જવાબ મળી ગયો છે. આ આઈપીએલમાં રિષભ પંત દિલ્હી કેપિટલ્સની કેપ્ટનશિપ કરવા જઈ રહ્યો નથી અને દિલ્હી કેપિટલ્સે સતાવાર રીતે તેના નવા કેપ્ટનની જાહેરાત કરી છે. 

પંતની ગેરહાજરીમાં ટીમની કમાન આ ખેલાડીને સોંપાઈ 
દિલ્હી કેપિટલ્સે ઈન્ડિયન પ્રીમિયર લીગની 16મી સીઝનની શરૂઆત પહેલા એક મોટો નિર્ણય લીધો છે. રિષભ પંતની ગેરહાજરીમાં ટીમની કમાન ડેવિડ વોર્નરને સોંપવામાં આવી છે. આ સાથે સ્ટાર ઓલરાઉન્ડર અક્ષર પટેલની ટીમના વાઇસ કેપ્ટન તરીકે નિમણૂક કરવામાં આવી છે.જણાવી દઈએ કે  છેલ્લી 2 સિઝનથી દિલ્હી કેપિટલ્સની કમાન સંભાળી રહેલા પંત આ વખતે અકસ્માતમાં ઈજાના કારણે ટૂર્નામેન્ટનો ભાગ બની શકશે નહીં.

પંત આ સિઝનમાં ભાગ લઈ શકશે નહીં
ટીમના કોચ રિકી પોન્ટિંગ અને ટીમ મેનેજમેન્ટે આખરે આ સિઝન માટે પંતની જગ્યાએ વોર્નરને દિલ્હી કેપિટલ્સની કેપ્ટન્સી સોંપી દીધી છે.  પંત એક કાર અકસ્માતમાં ઘાયલ થયો હતો, જેના કારણે તેણે ક્રિકેટથી દૂર રહેવું પડ્યું હતું. પંત ઈજાના કારણે આઈપીએલની આ સિઝનમાં ભાગ લઈ શકશે નહીં. 

પંત દિલ્હી માટે એક ઉત્તમ કેપ્ટન છે
જો કે છેલ્લા ઘણા દિવસોથી ડેવિડ વોર્નરના કેપ્ટન બનવાની અટકળો ચાલી રહી હતી અને ટીમ ડાયરેક્ટર સૌરવ ગાંગુલીએ પણ વોર્નરને કેપ્ટન બનાવવાનો સંકેત આપ્યો હતો. દિલ્હી કેપિટલ્સની કેપ્ટનશિપ મેળવ્યા બાદ વોર્નરે કહ્યું, "પંત દિલ્હી માટે એક ઉત્તમ કેપ્ટન છે. અમે પંતના યોગદાનને યાદ કરશું. મારામાં વિશ્વાસ દર્શાવવા બદલ હું મેનેજમેન્ટનો આભારી છું. ''

સંકળાયેલા મુદ્દાઓ

David warner Delhi Capitals IPL 2023 Rishabh Pant દિલ્હી કેપિટલ્સ રિષભ પંત IPL 2023
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ