બ્રેકિંગ ન્યુઝ
VTV / સ્પોર્ટસ / Cricket / IPL 2023 CSK Vs GT Mohit Sharma says i could not sleep i am trying to move on
Arohi
Last Updated: 05:55 PM, 31 May 2023
ADVERTISEMENT
CSKએ IPL 2023ની ટ્રોફી પોતાના નામે કરી લીધી છે. ગુજરાત ટાઈટન્સ પોતાની ટ્રોફી બચાવવાની નજીક હતી પરંતુ ચુકી ગઈ. જીટીને ફાઈનલમાં છેલ્લી ઓવરમાં 13 રન ડિફેન્ડ કરવાના હતા પરંતુ ફાસ્ટ બોલર મોહિત શર્મા આમ ન કરી શક્યા. તેમણે 15માં ઓવરના શરૂઆતના ચાર બોલ પર ફક્ત ત્રણ રન આપ્યા. જેનાથી સીએસકેના શ્વાસ અટકાઈ ગયા.
ADVERTISEMENT
ચેન્નાઈને છેલ્લા બે બોલ પર 10 રન બનાવવાના હતા. એવામાં રવિન્દ્ર જાડેજાએ પાંચમાં બોલ પર સિક્સ અને છઠ્ઠા બોલ પર ચોગ્ગો લગાવીને ચેન્નાઈને પાંચમી વખત ચેમ્પિયન બનાવી દીધુ. સિક્સ લોન્ગ ઓનની દિશામાં ગઈ જ્યારે ચોગ્ગો શોર્ટ ફાઈનલની પાસેથી નિકળ્યો.
ફાઈનલની હાર બાદ મોહિત થયા ઈમોશનલ
સોમવારે મોડા સુધી ચાલેલી ફાઈનલમાં જીટીની હાર બાદ મોહિત ખૂબ ઈમોશનલ થઈ ગયા. તેમણે કેપ્ટન હાર્દિક પંડ્યાને ગળે લગાવી દીધો. મોહિતે મંગળવારે 20મી ઓવર નાખ્યા બાદની આપવીતી સંભળાવી. તેમણે કહ્યું કે હાર બાદ તેમની ઉંધ ઉડી ગઈ અને તે ફક્ત એજ વિચારતા રહ્યા કે જીટીને જીતવા માટે બીજુ શું કરી શકતા હોત.
મોહિતે તેનો ખુલાસો એક ઈન્ટરવ્યૂમાં કર્યો. મહત્વનું છે કે ફાઈનલ વરસાદથી પ્રભાવિત રહ્યું. જીટીએ 20 ઓવરમાં 214/4નો સ્કોર બનાવ્યો. ત્યાર બાદ વરસાદે ઘણા સમય સુધી મેચમાં ભંગ પાડ્યો. ચેન્નાઈને 15 ઓવરમાં 171નો લક્ષ્ય મળ્યો હતો.
"હું સુઈ ન શક્યો"
મોહિતે કહ્યું, "હું સુઈ ન શક્યો. વિચારતો રહ્યો કે શું અલગ કરી શકત કે જેથી મેચ જીતી જવાય. શું થાત જો હું આમ કે તેમ બોલ નાખત? હાલ સારૂ ફિલ નથી થઈ રહ્યું. એવું લાગી રહ્યું છે કે કંઈકને કંઈક મિસિંગ છે. જોકે હું આગળ વધવાનો પ્રયત્ન કરી રહ્યો છું."
તેમણે 15મી ઓવરને લઈને કહ્યું, "હું જે કરવા માંગતો હતો તેને લઈને મારૂ માઈન્ડ ક્લિયર હતું. નેટ્સમાં મેં આવી સિચુએશન માટે પ્રેક્ટિસ કરી હતી. હું પહેલા પણ આવી સિચુએશનથી પસાર થઈ ચુક્યો છું. એવામાં મે થયું કે મારે બધા બોલ યોર્કર નાખવા જોઈએ. મેં પોતાને બેક કર્યો."
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.