બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / IPL 2023 Big blow to Hardik Pandya's Gujarat team, Kane Williamson out of IPL

IPL 2023 / એકલો મેચ જિતાડી દે તેવો ખેલાડી IPLથી બહાર, ગુજરાતની ટીમને લાગ્યો મોટો ઝટકો, કેચના ચક્કરમાં ઘૂંટણમાં વાગ્યું હતું

Megha

Last Updated: 01:41 PM, 1 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ટીમ ગુજરાત ટાઈટન્સને એક મોટો ઝટકો લાગ્યો, ઘૂંટણની ઇજાને કારણે કેન વિલિયમસન IPLની આખી સિઝનમાંથી બહાર થઈ ગયો છે.

  • ટીમ ગુજરાત ટાઈટન્સને એક મોટો ઝટકો લાગ્યો
  • કેન વિલિયમસન આખી સિઝનમાંથી બહાર થઈ ગયો

IPL 2023ની સિઝનમાં હાર્દિક પંડયાની કેપ્ટનશિપવાળી ટીમ ગુજરાત ટાઈટન્સને એક મોટો ઝટકો લાગ્યો છે. ઘૂંટણની ઇજાને કારણે ન્યુઝીલેન્ડના કેપ્ટન કેન વિલિયમસન આખી સિઝનમાંથી બહાર થઈ ગયો છે. 

જણાવી દઈએ કે IPLની શરૂઆત શુક્રવારે એક ભવ્ય ઓપનિંગ સેરેમની સાથે થઈ હતી અને એ પછી સિઝનની પહેલી મેચમાં ગુજરાત ટાઇટન્સે ચેન્નાઈ સુપર કિંગ્સને 5 વિકેટે હરાવ્યું હતું. કેન વિલિયમસન આ મેચમાં ઈજાગ્રસ્ત થયો હતો અને હવે ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ ગયો હતો. 

કેચ પકડવાના પ્રયાસમાં ઘાયલ થયો વિલિયમસન
આ ઘટના મેચમાં 13મી ઓવરમાં બની હતી. આ ઓવરમાં ઓપનર ઋતુરાજ ગાયકવાડે એરિયલ શોટ રમ્યો હતો, જેના પર વિલિયમસને કેચ લેવાનો પ્રયાસ કર્યો હતો. બાઉન્ડ્રી પર હવામાં કૂદકો મારવા છતાં વિલિયમસન કેચ પકડી શક્યો નહતો. પણ આ દરમિયાન વિલિયમસનના ઘૂંટણમાં ઈજા થઈ હતી. તેને તરત જ મેદાનની બહાર લઈ જવામાં આવ્યો હતો. ત્યાર બાદ તેની જગ્યાએ સાઈ સુદર્શનને ઈમ્પેક્ટ પ્લેયર તરીકે મેદાનમાં ઉતારવામાં આવ્યા હતા. હવે આ ઈજાના કારણે વિલિયમસન ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ ગયો છે.

નોંધનીય છે કે ગુજરાત ફ્રેન્ચાઈઝીએ 2023ની મિની ઓક્શનમાં વિલિયમસનને 2 કરોડ રૂપિયાની બોલી લગાવીને ખરીદ્યો હતો.

સંકળાયેલા મુદ્દાઓ

Gujarat Titans Hardik pandya IPL 2023 IPL 2023 news kane williamson કેન વિલિયમસન હાર્દિક પંડ્યા IPL 2023
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ