Team VTV11:33 PM, 27 Mar 23
| Updated: 11:37 PM, 27 Mar 23
રોહિત શર્મા અને મહેન્દ્ર સિંહ ધોની જેવા ખેલાડીઓ પોતપોતાની ટીમના કેપ્ટન રહેશે. IPL 2023 માં ઘણી ટીમોના કેપ્ટન બદલાતા જોવા મળશે.
31 મી માર્ચથી શરૂ થશે IPL 2023
ચેન્નાઈ સુપર કિંગ્સ સહિત તમામ ટીમોએ પોતાના કેપ્ટનની જાહેરાત કરી દીધી
IPL 2023 માં ઘણી ટીમોના કેપ્ટન બદલાતા જોવા મળશે
IPL 2023 માટે દર્શકો સહિત ટીમો પણ તૈયાર છે. 31મી માર્ચથી IPL 2023 શરૂ થઈ રહી છે. જો કે ચેન્નાઈ સુપર કિંગ્સ સહિત તમામ ટીમોએ પોતાના કેપ્ટનની જાહેરાત કરી દીધી છે. રોહિત શર્મા અને મહેન્દ્ર સિંહ ધોની જેવા ખેલાડીઓ પોતપોતાની ટીમના કેપ્ટન તરીકે ચાલુ રહેશે. IPL 2023 માં ઘણી ટીમોના કેપ્ટન બદલાતા જોવા મળશે. IPLની સૌથી સફળ ટીમ મુંબઈ ઈન્ડિયન્સની કપ્તાની રોહિત શર્મા કરશે. જ્યારે મહેન્દ્ર સિંહ ધોની ફરી એકવાર ચેન્નાઈ સુપર કિંગ્સનું નેતૃત્વ કરતો જોવા મળશે. જાણો ક્યો ખેલાડી કઈ કઈ ટીમનાં ક્યા કેપ્ટન
હાર્દિક પંડ્યા ગુજરાત ટાઇટન્સનો કેપ્ટન રહેશે. અગાઉ IPL 2022માં હાર્દિક પંડ્યાની કેપ્ટન્સીમાં ગુજરાત ટાઇટન્સે ટાઇટલ જીત્યું હતું. IPL 2022 એ ગુજરાત ટાઇટન્સની પ્રથમ સિઝન હતી. આ સાથે જ ફાફ ડુ પ્લેસિસ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના કેપ્ટન રહેશે. ફાફ ડુ પ્લેસિસ IPL 2022માં પણ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના કેપ્ટન હતા. જ્યારે રાજસ્થાન રોયલ્સનું નેતૃત્વ વિકેટ કીપર બેટ્સમેન સંજુ સેમસન કરશે. લખનૌ સુપર જાયન્ટ્સની કમાન કેએલ રાહુલના હાથમાં રહેશે. નીતિશ રાણા કોલકાતા નાઈટ રાઈડર્સનાં કેપ્ટન હશે
કોલકાતા નાઈટ રાઈડર્સે આઈપીએલ 2023 માટે નીતિશ રાણાને તેના કેપ્ટન તરીકે નિયુક્ત કર્યા છે. વાસ્તવમાં શ્રેયસ અય્યર ઘાયલ છે. આ કારણે તે IPL 2023માં રમી શકશે નહીં. જો કે કોલકાતા નાઈટ રાઈડર્સે શ્રેયસ ઐયરની જગ્યાએ નીતિશ રાણાને ટીમનો કેપ્ટન બનાવ્યો છે. પંજાબ કિંગ્સની કમાન શિખર ધવનના હાથમાં રહેશે. જ્યારે સનરાઇઝર્સ હૈદરાબાદે એડન માર્કરામને ટીમનો કેપ્ટન બનાવ્યો છે. આ માટે ડેવિડ વોર્નર દિલ્હી કેપિટલ્સના કેપ્ટનના રોલમાં જોવા મળશે.