4મેના રોજ ચેન્નઈ સુપર કિંગ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર આમને-સામને આવ્યાં હતા. આ મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના સ્ટાર બેટ્સમેન મેક્સવેલ ફરી એક વખત કશુ કરી શક્યા નથી અને રન આઉટ થયા છે.
કોહલીને ધોનીની સામે ચાલાકી કરવી ભારે પડી
કોહલીના કોલ પર મેક્સવેલ તિવ્ર ગતિથી દોડ્યા
મેક્સવેલ આઉટ થતા કોહલી ફરીથી વધુ નિરાશ જોવા મળ્યાં
વિરાટ કોહલીએ હળવેકથી રન લેવાનો પ્રયાસ કર્યો, પણ મેક્સવેલ આઉટ
ચેન્નઈ સામેની મેચમાં બેંગ્લોરે મેક્સવેલને અગ્રતા ક્રમની બેટીંગ ક્રમમાં મોકલ્યો હતો. જો કે, તેઓ ખાસ કશું કરી શક્યા નથી અને રનઆઉટ થયા છે. ખરેખર 9મી ઓવરના છેલ્લા બોલમાં વિરાટ કોહલીએ કવર કર્યુ અને હળવેકથી રમીને રન લેવાનો પ્રયાસ કર્યો હતો. કોહલીની કોલ પર મેક્સવેલ તિવ્ર ગતિથી દોડ્યા. પરંતુ ત્યારે ઉથપ્પાએ ધોનીને બોલ આપ્યો અને બોલ ધોની પાસે પહોંચી ગયો. ત્યારબાદ ધોનીએ તરત બોલ્ડ કરી દીધો. જો કે, મેક્સવેલ આઉટ થયા બાદ વિરાટ કોહલી ફરીથી વધુ નિરાશ જોવા મળ્યાં. કારણકે આ તેમનો જ કોલ હતો. કોહલી આ સિઝનમાં 4 વખત રન આઉટ મામલે સામેલ થયા છે. જેમાં તેઓ બે વખત તો જાતે રન આઉટ થયા છે.
WATCH - Out in a flash: Uthappa & MS Dhoni combine to run-out Maxwell!