ipl 2022 netizens hail r ashwin as hero in all formats after match winning knock
IPL 2022 /
મારામાં ડેવિડ વોર્નર આવી ગયેલો! અશ્વિને છાતી ઠપકારી કર્યું આક્રમક સેલિબ્રેશન, ધોનીના ફેન્સ અકળાયાં
Team VTV11:43 AM, 21 May 22
| Updated: 12:00 PM, 21 May 22
રવિચંદ્રન અશ્વિન આઈપીએલ 2022માં બોલિંગની સાથે બેટીંગથી પણ સારી અને ઉપયોગી ઈનિંગ રમી રહ્યાં છે. સ્ટાર ઑલરાઉન્ડરે શુક્રવારે પણ તેની જૂની ટીમ ચેન્નઈ સુપર કિંગ્સ સામે બોલિંગ અને બેટીંગથી સારું પ્રદર્શન કર્યુ.
રવિચંદ્રન અશ્વિને IPL 2022માં ધારદાર ઈનિંગ રમી
4 ઓવરમાં 28 રન આપીને એક વિકેટ પોતાના નામે કરી
બેટિંગમાં પણ 40 રનની અણનમ ઈનિંગ રમી
અશ્વિને 40 રનની અણનમ અને મેચ વિનિંગ્સ ઈનિંગ રમી
અશ્વિને પહેલા તો બોલિંગમાં 4 ઓવરમાં 28 રન આપીને એક વિકેટ પોતાના નામે કરી અને પછી ત્યારબાદ તેમણે બેટિંગમાં પણ હાથ અજમાવીને 40 રનની અણનમ અને મેચ વિનિંગ્સ ઈનિંગ રમી. પોતાની આ ઈનિંગ દરમ્યાન તેણે 23 બોલમાં બે ચોગ્ગા અને ત્રણ છગ્ગા લગાવ્યાં. અશ્વિન આ સિઝનમાં બેટીંગથી સારું પ્રદર્શન કરી રહ્યાં છે અને તેઓ અત્યાર સુધી 125 બોલમાં 183 રન બનાવી ચૂક્યા છે. આ દરમ્યાન તેની એવરેજ 30.5ની રહી છે. તેણે 146.4ની સ્ટ્રાઈક રેટથી આ રન બનાવ્યાં છે. ચેન્નઈ સુપર કિંગ્સ સામે જીત બાદ અશ્વિનનું સેલિબ્રેશન સોશિયલ મીડિયામાં ઘણુ વાયરલ થયુ છે. અશ્વિનને તેના ઓલરાઉન્ડર પ્રદર્શન માટે પ્લેયર ઑફ ધ મેચનો ખિતાબ આપવામાં આવ્યો. મેચ બાદ તેમણે સેલિબ્રેશન પર કહ્યું કે મેં ડેવિડ વોર્નરનું સ્વરૂપ ધારણ કર્યુ.
— Rajasthan Royals (@rajasthanroyals) May 20, 2022
લીગ સ્ટેજને અમે ઘણુ સકારાત્મક રીતે ખત્મ કર્યુ
અશ્વિને જીત બાદ કહ્યું, આ અમારા માટે એક સારો દિવસ છે. લીગ સ્ટેજને અમે ઘણુ સકારાત્મક રીતે ખત્મ કર્યુ છે. અભ્યાસ મેચમાં મેં ઘણી વખત ઓપન કર્યુ. નેટ્સમાં બેટિંગ કરી. મને ખબર છે કે મેં તાકાતની સાથે બોલરો વિરુદ્ધ પ્રહાર કરી શકતો નથી. તેથી રન બનાવવા માટે હું નવા રસ્તા તપાસતો રહુ છુ. બોલિંગમાં પણ મને મારો રોલ ખબર છે. ક્યારેક-ક્યારેક એવુ થાય છે કે બેટ્સમેન તમારી વિરુદ્ધ રિસ્ક ના લે તો તમને ઓછી વિકેટ મળે છે.
મેચની વાત કરીએ તો ચેન્નઈ સુપર કિંગ્સે ટૉસ જીતીને પ્રથમ બેટિંગ કરીને મોઈન અલીની શાનદાર ઈનિંગના કારણે 6 વિકેટના નુકસાને 150 રનનો સ્કોર બનાવ્યો. રાજસ્થાને આ લક્ષ્યને 5 વિકેટ ગુમાવીને 19.4 ઓવરમાં લક્ષ્ય પ્રાપ્ત કર્યુ. ક્વોલિફાયર-1માં હવે રાજસ્થાનનો સામનો ગુજરાત ટાઈટન્સ સાથે થશે. જ્યારે ચેન્નઈ પહેલાથી જ પ્લેઑફની રેસમાંથી બહાર થયુ છે.