ipl 2022 is special these things have never happened in ipl history
IPL 2022 /
આ વખતની IPL છે સ્પેશ્યલ, ઇતિહાસમાં ક્યારેય નથી બની એવી ઘટનાઓ બનશે, જાણીને નવાઈ લાગશે
Team VTV02:48 PM, 26 Mar 22
| Updated: 02:49 PM, 26 Mar 22
આ વખતે IPL 2022 માં એકસાથે 10 ટીમો રમતી જોવા મળશે. આ સિવાય પણ કેટલીક ઘટનાઓ એવી છે જે આઇપીલનાં ઇતિહાસમાં અગાઉ ક્યારેય નથી બની. તો જાણો કઇ ઘટનાઓ છે એ.
હાર્દિક પંડ્યાની કેપ્ટન તરીકે પહેલી સિઝન
સૌથી વધારે ટીમ રમશે
ગુજરાતીમાં પણ થશે કોમેન્ટરી
આ વખતે IPL 2022 માં ખરાખરીનો જંગ જામવાનો છે. આજથી શરૂ થઈ રહેલી IPL માં ગુજરાતીઓ માટે તો વધારે એક ઉત્સાહનું કારણ ઉમેરાયું છે અને એ છે ગુજરાતની પહેલી આઈપીએલ ટીમ ગુજરાત ટાઈટન્સ.
આ સિવાય પણ આ વખતે આઈપીએલમાં કેટલીક એવી ઘટનાઓ છે જે પહેલી વખત બનવા જઇ રહી છે. આ પ્રકારની ઘટનાઓ પહેલા ક્યારેય બની ન હતી.
1) ધોનીએ છોડી ચેન્નાઈ સુપર કિંગ્સની કપ્તાની
મહેન્દ્ર સિંહ ધોની આ વખતે પહેલી વાર ચેન્નાઈની ટીમના કેપ્ટન તરીકે નહીં પણ માત્ર વિકેટકીપર બેટ્સમેન તરીકે જોવા મળશે.
જાડેજા 2012થી ચેન્નઈની ટીમ સાથે છે. તેઓ CSK ટીમના ત્રીજા કેપ્ટન હશે. મહેન્દ્ર સિંહ ધોની IPLની પ્રથમ સિઝન એટલે કે 2008થી ટીમનું નેતૃત્વ કરી રહ્યાં હતાં. 213 મેચોમાં કેપ્ટનશિપ કરતી વખતે ધોનીએ 130 મેચમાં ટીમને જીત અપાવી છે. આ વચ્ચે સુરેશ રૈનાએ 6 મેચમાં કેપ્ટનશિપ પણ કરી છે, જેમાંથી ટીમ માત્ર 2 મેચ જીતી હતી.
2) લોકલ ફોર વોકલ
આ વખતે બ્રોડકાસ્ટર દ્વારા એક નવતર પ્રયોગ હાથ ધરવામાં આવ્યો છે. અત્યાર સુધી આપણને ક્રિકેટ કોમેન્ટ્રી માત્ર અંગ્રેજી અને હિન્દીમાં સાંભળવા મળતી હતી પરંતુ આ વખતે ક્રિકેટ કોમેન્ટ્રી 7 પ્રાદેશિક ભાષામાં કરવામાં આવશે. 7 પ્રાદેશિક ભાષામાં ગુજરાતીને પણ સ્થાન આપવામાં આવ્યું છે.
IPLના ગુજરાતી દર્શકો હવે ગુજરાતી કોમેન્ટ્રીની મજા માણી શકશે. આ કોમેન્ટ્રી પેનલમાં ગુજરાતના પૂર્વ ક્રિકેટરો, રેડિયો જોકી, સ્ટેન્ડ અપ કોમેડિયન દ્વારા ક્રિકેટપ્રેમીઓ માટે ગુજરાતીમાં કોમેન્ટ્રી રજૂ કરવામાં આવશે. ગુજરાતી કોમેન્ટેટર્સમાં કરણ મહેતા, મનન દેસાઈ (સ્ટેન્ડ અપ કોમેડિયન), ધ્વનિત ઠાકર (પૂર્વ પણ લોકપ્રિય RJ), આકાશ ત્રિવેદી, મનપ્રીત જુનેજા (પૂર્વ રણજી ક્રિકેટર), નયન મોંગિયા (પૂર્વ ટેસ્ટ ક્રિકેટર) સામેલ છે. ગુજરાતી માં કૉમેન્ટરી નો પ્રયોગ સફળ રહે છે કે કેમ તે જોવું રહ્યું.
૩) ગુજરાત ટાઈટન્સ, લખનૌની અને હાર્દિકની કેપ્ટન તરીકે પહેલી સિઝન
આ વખતે IPLની લીગ માં લખનઉ અને ગુજરાતની ટીમ પહેલીવાર રમશે.ઉપરાંત હાર્દિક પંડયા કેપ્ટન તરીકે પહેલી વખત રમવા ઉતરશે.આ સાથે IPL માં બે ગુજરાતી કેપ્ટનસ હશે એક સીએસકેના રવીન્દ્ર જાડેજા અને બીજા ગુજરાતનાં હાર્દિક પંડયા.
આ IPLમાં દ.આફ્રિકાનો ઈમરાન તાહિર(42) સૌથી મોટી ઉંમરનો, અફઘાનનો નૂર અહેમદ(17) સૌથી યુવા ખેલાડી છે. ડ્વેઈન બ્રાવો 2008થી 2022 સુધી(ઓછામાં ઓછી હરાજીમાં) તમામ 15 IPL સિઝનમાં ભાગ લેનાર એકમાત્ર વિદેશી ખેલાડી. પંજાબ પાસે સૌથી વધુ 72 કરોડ છે જે મોટા નામ પસંદ કરી શકશે. સૌથી વધુ ગ્રોથ મુંબઈનો અને હાલ સૌથી વધુ વેલ્યૂ પણ તેની જ છે. આ વખતે IPLની લીગમાં લખનઉ અને ગુજરાતની ટીમ પહેલીવાર રમશે.
4) ઓપનિંગ સેરેમની નહીં
આ વખતની સાથે આઈપીએલમાં છેલ્લા ચાર વર્ષથી ઓપનિંગ સેરેમની થઈ નથી. એટલે કે ૨૦૧૯ થી આ વખતે ચોથી સિઝન એવી છે કેવ જેમાં ઓપનિંગ સેરેમની નહીં થાય.
5) સૌથી વધારે ટીમ રમશે
IPL માં આ વખતે સૌથી વધારે દસ ટીમો ઉતરશે. અગાઉ આઠ ટીમો સાથે રમાતી ટૂર્નામેન્ટમાં લખનૌ અને ગુજરાત ટાઈટન્સની એમ બીજી બે ટીમો ઉમેરાતાં એક નવી જ ફ્લેવર એડ થશે.