ipl 2021 playoffs race become interesting four teams still in contention for 4th place
સમીકરણ /
IPL 2021: સેમિફાઈનલમાં પહોંચવા માટે આ ચાર ટીમો વચ્ચે કાંટાની ટક્કર, જાણો કઈ ટીમના કેટલા ચાન્સ
Team VTV04:54 PM, 04 Oct 21
| Updated: 05:02 PM, 04 Oct 21
IPL 2021માં અત્યાર સુધી 49 મેચ રમાઈ ગઈ છે અને 7 મેચો રમવાની બાકી છે. ચેન્નઈ સુપર કિંગ્સ, દિલ્હી કેપિટલ્સ, રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર પ્લેઓફમાં પહોંચી ગઇ છે અને આ ત્રણેય ટીમોનું ટોપ-3માં રહેવુ નક્કી છે.
સનરાઈઝર્સ હૈદ્રાબાદ પ્લે ઓફની રેસમાંથી સંપૂર્ણ રીતે બહાર
ચાર ટીમો ટેકનિકલ રીતે રેસમાં, આ ટીમો છે સામેલ
સનરાઈઝર્સ હૈદ્રાબાદ પ્લે ઓફની રેસમાંથી સંપૂર્ણ રીતે બહાર છે. પરંતુ અસલી લડાઈ ચોથા સ્થાન માટે છે. જ્યાં ચાર ટીમો ટેકનિકલ રીતે રેસમાં છે. આ ટીમોમાં કોલકત્તા, મુંબઈ, રાજસ્થાન અને પંજાબ સામેલ છે.
કોલકત્તા નાઈટ રાઈડર્સ
કેકેઆરે રવિવારની મેચમાં સનરાઈઝર્સ હૈદ્રાબાદને 6 વિકેટથી હરાવી દીધી છે. જો કોલકત્તાની 13મી મેચમાં છઠ્ઠી વખત જીત પ્રાપ્ત થઇ અને તેના 12 પોઈન્ટ છે. આ દરમ્યાન કોલકત્તા નાઈટ રાઈડર્સને 7 મેચમાં હાર ભોગવવી પડી છે. સનરાઈઝર્સની સામે જીત્યા બાદ કોલકત્તાની સ્થિતિ ચોથા સ્થાને મજબુત થઇ ગઇ છે. જોકે, કોલકત્તાએ મુંબઈ ઈન્ડિયન્સ અને રાજસ્થાન રોયલ્સ કરતા એક મેચ વધુ રમી છે. ઈયાન મોર્ગનની ટીમ અંતિમ મેચમાં રાજસ્થાન રોયલ્સનો સામનો કરશે. જેને જીતીને ઈયાન મોર્ગનની ટીમ પ્લેઓફમાં જગ્યા નક્કી કરી શકે છે. કારણકે કોલકત્તાનો નેટ રનરેટ (+0.294) પણ વધુ સારો છે.
મુંબઈ ઈન્ડિયન્સ
રોહિત શર્માની આગેવાનીવાળી મુંબઈ ઈન્ડિયન્સ આઈપીએલમાં પાંચ વખત ચેમ્પિયન રહી છે. પરંતુ ગઈ વખતે ચેમ્પિયન રહેલી આ ટીમનો ખૂબ ઉતાર-ચઢાવ રહ્યો છે. મુંબઈ ઈન્ડિયન્સે 12 મેચોમાંથી 5 મેચમાં જીત અને 7 મેચોમાં હારની સાથે પોઈન્ટ ટેબલમાં 7મા સ્થાને છે. આ દરમ્યાન તેનો રનરેટ -0.453નો છે. મુંબઈ ઈન્ડિયન્સે આગામી બે મેચમાં રાજસ્થાન રોયલ્સ અને સનરાઈઝર્સ હૈદ્રાબાદનો સામનો કરવાનો છે. આ બંને મેચો જીતવાથી તેના 14 પોઈન્ટ થશે. પરંતુ જો કેકેઆર આગામી મેચમાં રાજસ્થાન રોયલ્સને હરાવે તો તે 14 પોઈન્ટ પર પહોંચી જશે. આવી કપરી સ્થિતિમાં મુંબઈએ પોતાની આગામી બે મેચો કોઈ પણ સ્થિતિમાં જીતવી પડશે.
રાજસ્થાન રોયલ્સ
રાજસ્થાન રોયલ્સે અત્યાર સુધી 12માંથી 5 મેચ જીતી છે અને તેના 10 પોઈન્ટ છે. જોકે, રાજસ્થાન છઠ્ઠા નંબરે છે અને તેની નેટ રનરેટ -0.337 છે. રાજસ્થાને પોતાની અંતિમ બે મેચોમાં મુંબઈ ઈન્ડિયન્સ અને કોલકત્તા નાઈટ રાઈડર્સનો સામનો કરવાનો છે. જો રાજસ્થાન આ બંને મેચો જીતી લે તો તેના 14 પોઈન્ટ થઇ જશે અને તે પ્લેઓફમાં પહોંચી જશે.
પંજાબ કિંગ્સ
કેએલ રાહુલની આગેવાનીવાળી પંજાબની ટીમે અત્યાર સુધી 13માંથી 5 મેચો જીતી છે અને તેના 10 પોઈન્ટ છે. આઠ મેચોમાં પરાજય સહન કરનારી પંજાબ કિંગ્સનું પ્લેઓફમાં પહોંચવુ લગભગ અશક્ય છે. પંજાબને 7 ઓક્ટોબરે અંતિમ મેચમાં સામનો કરવાનો છે, જેને જીત્યા બાદ તેના 12 પોઈન્ટ હશે. હવે આવામાં કોઈ ચમત્કાર જ પંજાબને પ્લેઓફમાં પહોંચાડી શકે છે.