IPLમાં મુંબઇ ઇન્ડિયન્સે સનરાઇઝર્સ હૈદરાબાદને 13 રને હરાવીને સતત બીજી જીત નોંધાવી હતી. મુંબઈની પાંચ વિકેટે 150 રનના જવાબમાં હૈદરાબાદની ટીમ 137 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી.
મુંબઈએ આજની મેચમાં મેળવ્યો વિજય
હૈદરાબાદની આ સિઝનમાં સતત ત્રીજી હાર
મુંબઈએ પ્રથમ બેટિંગ કરતાં 150નો સ્કોર નોંધાવ્યો હતો
યુવા સ્પિનર રાહુલ ચહર (19/3), ઝડપી બોલર જસપ્રિત બુમરાહ (14/1) અને ટ્રેન્ટ બોલ્ટ (28/3) ની ખૂબ જ મજબૂત બોલિંગને કારણે મુંબઈ ઈન્ડિયન્સએ સનરાઇઝર્સ હૈદરાબાદને 13 રનથી પરાજય આપ્યો હતો. આ સાથે મુંબઈની ટીમે IPL 2021 માં 3 માંથી બે મેચ જીતીને પોઇન્ટ ટેબલમાં ટોચનું સ્થાન મેળવ્યું છે. તેના પોઇન્ટ છે અને તે નેટ રનના આધારે વિરાટ કોહલીની રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર RCB કરતા આગળ છે.
મેચમાં મુંબઇ ઇન્ડિયન્સે પ્રથમ બેટિંગ કરતા 5 વિકેટે 150 રન બનાવ્યા હતા. તેના જવાબમાં સનરાઇઝર્સએ ધમાકેદાર શરૂઆત કરી હતી, પરંતુ પ્રથમ વિકેટ માટે 67 રનની ભાગીદારી બાદ સતત અંતરાલે વિકેટ પડતી રહી અને તેઓ મેચ ગુમાવી દીધી હતી. તેણે તમામ વિકેટ ગુમાવીને 137 રન બનાવ્યા હતા. હૈદરાબાદને છેલ્લી ઓવરમાં જીતવા માટે 16 રનની જરૂર હતી, જે તે બનાવી શકી નહીં.
A brilliant over from @trent_boult. Just 6 runs and 2 wickets off it.
A brilliant piece of fielding! @hardikpandya7 was alert to pick that ball quickly and then accurate, to hit the stumps at the striker's end to run out the #SRH skipper.
આ પહેલા રોહિત શર્માની શાનદાર શરૂઆત બાદ મુંબઇ ઇન્ડિયને અંતિમ ઓવરમાં કેરોન પોલાર્ડની આક્રમક ઇનિંગના લીધે મુંબઈએ સનરાઇઝર્સ હૈદરાબાદની સામે પ્રથમ બેટિંગ કરતી વખતે પાંચ વિકેટે 150 રનનો સન્માનજનક સ્કોર બનાવ્યો હતો. રોહિતે ક્વિન્ટન ડી કોક સાથે પ્રથમ વિકેટ માટે 55 રનની ભાગીદારી કરીને ટીમને આક્રમક શરૂઆત આપી હતી પરંતુતે આઉટ થયા બાદ મુંબઇના બેટ્સમેન આક્રમક સ્કોર બનાવવામાં નિષ્ફળ રહ્યા હતા. પોલાર્ડે ભુવનેશ્વર કુમારની ઇનિંગના છેલ્લા બે બોલમાં સિક્સર ફટકારીને ટીમનો સ્કોર 150 રન સુધી પહોંચાડ્યો. તેણે 22 બોલની ઇનિંગમાં ત્રણ છગ્ગા અને એક ચોગ્ગાની મદદથી અણનમ 35 રન બનાવ્યા હતા.
સતત બે મેચ હારી ગયેલા સનરાઇઝર્સ હૈદરાબાદે આ મેચમાં ચાર ફેરફાર કર્યા હતા અને વિરાટ સિંહ, અભિષેક શર્મા, ખલીલ અહેમદ અને મુજીબ ઉર રહેમાન જેવા યુવા ખેલાડીઓ પર ભરોસો મૂક્યો હતો. છેલ્લી મેચોમાં રોહિત અને ક્વિન્ટન ડી કોક બેટિંગ કરવાનો અને ટોસ જીતવાના નિર્ણય બાદ મુંબઈને ઝડપી શરૂઆત કરી હતી, પણ તેની ટીમના ખેલાડીઓની નિયમિત સમય પર વિકેટ પડતી રહી હતી અને સ્કોર 150 રન સુધી જ પહોંચ્યો હતો.