બ્રેકિંગ ન્યુઝ
Hiren
Last Updated: 12:11 AM, 11 October 2020
ADVERTISEMENT
રૉયલ ચેલેન્જર્સ બેંગલુરૂએ ચેન્નઇ સુપર કિંગ્સને 37 રને હરાવીને ટૂર્નામેન્ટમાં ચોથી જીત મેળવી લીધી છે. ટૉસ જીતીને પહેલા બેટિંગ કરવા ઉતરેલી બેંગલુરૂએ કેપ્ટન વિરાટ કોહલીના અણનમ 90 રનની ઇનિંગની મદદથી ચેન્નઇએ 170 રનનો પડકાર આપ્યો હતો. પરંતુ ચેન્નઇ સુપર કિંગ્સની ટીમ 20 ઓવરમાં 8 વિકેટ ગુમાવીને 132 રન જ બનાવી શકી.
વિરાટને તેમની શાનદાર ઇનિંગ માટે મેન ઓફ ધ મેચ પસંદ કરવામાં આવ્યા. વિરાટ બાદ RCB માટે ક્રિસ મૉરિસ(3/19)એ ત્રણ અને વોશિંગ્ટન સુંદર (2/16) વિકેટ પોતાના નામે કરી.
ADVERTISEMENT
That's that from Match 25. #RCB win by 37 runs and register their fourth victory of #Dream11IPL 2020. pic.twitter.com/0WncvUTDqW
— IndianPremierLeague (@IPL) October 10, 2020
રૉયલ ચેલેન્જર્સ બેંગલુરૂની આ ચોથી જીત છે. હવે તેઓ 8 પોઇન્ટ સાથે પોઇન્ટ ટેબલમાં ચોથા સ્થાન પર છે. બેંગલુરૂની આ છઠ્ઠી મેચ હતી. જ્યારે સુપરકિંગ્સની આ સીઝનની 5મી હાર છે, જ્યારે ટૂર્નામેન્ટમાં તેની અડધી સફર(7 મેચ) પૂરી થઇ ચૂકી છે. આઇપીએલમાં દરેક વખતે પ્લેઑફમાં પહેંચલી સીએસકે માટે આ વખતે આ સફર મુશ્કેલ થતો જણાઇ રહ્યો છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.