બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / IPL 2020 : Mumbai Indians beats Kolkata Knight Riders by 8 wickets

નિવેદન / IPL 2020 : જીત બાદ રોહિત શર્માનો દાવો, કહ્યું આવી ટીમ વધારે મેચ જીતશે

Parth

Last Updated: 04:48 PM, 17 October 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મુંબઈ ઇન્ડિયન્સના કેપ્ટન રોહિત શર્માએ ગઈ કાલે કોલકાતાને આઠ વિકેટે માત આપ્યા બાદ કહ્યું, ''લક્ષ્યનો પીછો કરતાં આવી જીત શાનદાર છે. આનાથી અમારો આત્મવિશ્વાસ ઘણો વધશે. ટૂર્નામેન્ટમાં હવે બાદમાં બેટિંગ કરનારી ટીમ વધુ મેચ જીતશે.''

  • બાદમાં બેટિંગ કરનારી ટીમ હવે વધુ મેચ જીતશે : રોહિત
  • આજની મેચમાં અમે ક્યારેય પણ સારી સ્થિતિમાં નહોતા : મોર્ગન
  • ડિકોકે લેગ સાઇડમાં કેટલાક આક્રમક શોટ ફટકાર્યા

મેચ પૂરી થયા બાદ રોહિત શર્માએ જણાવ્યું, ''મારું માનવું છે કે બાદમાં બેટિંગ કરનારી ટીમ હવે વધુ મેચ જીતશે. આ મેચમાં અમે શરૂઆતથી જ પ્રભાવશાળી બોલિંગ કરી. મને ડિકોક સાથે રમવું પસંદ છે. મોટા ભાગના સમયમાં તે આક્રમક વલણ જ અખત્યાર કરે છે અને હું તેનો સાથ આપું છું.'' 

ડિકોકે પોતાની અણનમ ૭૮ રનની ઇનિંગ્સમાં લેગ સાઇડમાં કેટલાક આક્રમક શોટ ફટકાર્યા હતા. આ અંગે પૂછવામાં આવતાં રોહિતે જણાવ્યું, ''હું લેગ સાઇડમાં સારા શોટ લગાવું છું. એવું નથી કે મેં એના માટે કોઈ યોજના બનાવી હતી, પરંતુ આ મારી રમતનો એક સ્વાભાવિક હિસ્સો છે.''

બીજી તરફ કોલકાતા નાઇટ રાઇડર્સના નવા કેપ્ટન ઈયોન મોર્ગને કહ્યું, ''આજની મેચમાં અમે ક્યારેય પણ સારી સ્થિતિમાં નહોતા. અમે થોડો સંઘર્ષ  કરવા લાયક સ્કોર તો બનાવી લીધો હતો, પરંતુ જે રીતે મુંબઈએ બેટિંગ કરી તેનાથી તેમને રોકવા મુશ્કેલ હતા.''

સંકળાયેલા મુદ્દાઓ

Ipl 2020 Mumbai Indians Rohit Sharma Sports News IPL 2020
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ