બ્રેકિંગ ન્યુઝ
Parth
Last Updated: 12:09 PM, 20 October 2020
ADVERTISEMENT
ચેન્નઈ સુપર કિંગ્સે સોમવારે સતત સાતમીવાર હારનો સામનો કરવો પડ્યો અને તે બાદ હવે પ્લેઓફની રેસમાંથી બહાર દેખાઈ રહી છે. રાજસ્થાન રોયલ્સ સામે હાર બાદ ધોનીએ એવી બે વાત કહી દીધી જેની કોઈને આશા ન હતી.
ADVERTISEMENT
ઘણા બધા ચાહકો આંકડાઓનું ગણિત જોઇને કહી રહ્યા છે કે હજુ પણ શક્યતા છે કે ચેન્નઈની ટીમ પ્લેઓફમાં આવી શકે તેમ છે પરંતુ લાગી રહ્યું છે કે ધોની હવે હાર માની ચુક્યા છે. મેચ બાદ ધોનીએ પોતે કહ્યું કે આ સીઝનમાં અમે અમારી રીતે નથી રમી રહ્યા.
સતત મળી રહેલી હાર બાદ પણ ધોની ટીમમાં ફેરફાર કરવા માંગતા નથી કારણ કે ધોનીએ કહ્યું કે ટીમમાં વધારે ફેરફાર નથી ઈચ્છતા કારણ કે ત્રણ-ચાર-પાંચ મેચ બાદ કોઈ ચીજવસ્તુને લઈને સુનિશ્ચિત ન થઇ શકાય. હું ટીમમાં અસુરક્ષાનો ભાવ નથી ઈચ્છતો.
ધોનીએ યુવાન ખેલાડીઓ માટે જે નિવેદન આપ્યું તે કદાચ પહેલા કોઈ ખેલાડી માટે આપ્યું નહીં હોય. યુવાનોને ટીમમાં તક ન આપવાના મુદ્દે ધોનીએ કહ્યું કે આ વાત સાચી છે કે આ વખતે એટલી તકો આપવામાં આવી નથી. એવું પણ હોઈ શકે છે અમને પોતાના યુવાનોમાં તે જુસ્સો દેખાયો જ ન હોય. અમે તેમને આગળ તક આપી શકીએ છે અને તે કોઈ દબાણ વગર રમી શકે છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.