વિરાટ કોહલીએ શુક્રવારને KKRની સામે ઇડન ગાર્ડન્સમાં પોતાની IPLના કરિયરની પાંચમી સેન્ચુરી કરી. કોહલીની સેન્ચુરીની મદદથી રૉયલ ચેલેન્જર્સ બેંગ્લોરની ધીમી શરૂઆતથી આગળ વધીને kKRની વિરુદ્ઘ 4 વિકેટ પર 213 રનનો સ્કોર કર્યો, જે પછી RCBના બૉલર્સે બાકીનું કામ પૂરુ કરીને બેંગ્લોરુને કોલકાતા સામે જીત અપાવી દીધી.
વિરાટ કોહલીએ 58 બૉલમાં 100 રન કર્યા જેમાં 9 બાઉન્ડ્રી અને 4 સિક્સર્સ શામેલ હતી. મોઇન અલીએ માત્ર 28 બૉલમાં 5 બાઉન્ડ્રી અને 6 સિક્સર્સ ફટકારીને 66 રન કર્યા. આ બંનેએ બેંગ્લોરનું છેલ્લી 10 દિવસમાં 143 રન કરવામાં મદદ કરી, જેમાં 91 રન છેલ્લી પાંચ ઑવર્સમાં બન્યા.
ટાર્ગેટનો પીછો કરવા માટે આવેલી કોલકાતા નાઇટ રાઇડર્સની ટીમે 20 ઑવર્સમાં 5 વિકેટ ગુમાવીને 203 રન જ કર્યા, એક સમયે કોલકાતાને મેચ જીતવા માટે 6 ઑવર્સમાં 113 રન જોઇતા હતા. ત્યારે આન્દ્રે રસેલ અને નીતીશ રાણાએ T-20 ક્રિકેટમાં જૂજ જોવા મળતી ઇનિંગ્સ રમીને મેચમાં જીવ રેડ્યો હતો. કોલકાતા માટે આન્દ્રે રસેલે 25 બોલમાં 2 બાઉન્ડ્રી અને 9 સિકસર્સની મદદથી 85 રન કર્યા હતા. તેનો સાથ આપતા નીતીશ રાણાએ 46 બોલમાં 9 બાઉન્ડ્રી અને 5 સિક્સર્સની મદદથી અણનમ 85 રન કર્યા હતા. મેચ જીતવા જયારે 6 બોલમાં 24 રનની જરૂર હતી, ત્યારે બેંગ્લોરના કેપ્ટ્ન વિરાટ કોહલીએ મોઇન અલીને ઓવર આપીને બધાને આશ્ચર્યમાં મુક્યા હતા. જોકે કોહલીનો દાવ સાચો પડતા રસેલ હિટિંગ કરવામાં નિષ્ફ્ળ રહ્યો હતો અને રનઆઉટ થઈને પેવેલિયન ભેગો થયો હતો.
વિરાટ કોહલીની IPLની 5મી સેન્ચુરી:
વિરાટ કોહલીની આ IPLની 5મી સેન્ચુરી છે, જ્યારે આ લિગમાં સૌથી વધારે સેન્ચુરી કરનારા બેટ્સમેનમાં ફેહરિસ્ત બીજા સ્થાને છે. IPLમાં સૌથી વધારે સેન્ચુરી કરનારનો રેકોર્ડ વેસ્ટઇન્ડિઝના બેટ્સમેન ક્રિસ ગેલના નામે છે.