એપ્પલનો સૌથી ખર્ચાળ અને ચર્ચિત iPHONE X એક વાર ફરીથી પોતાની ખાસિયત માટે ચર્ચામાં છે. લોન્ચિંગ સમયે પણ કંપનીએ દાવો કર્યો હતો કે iPHONE Xને વોટર અને ડસ્ટપ્રૂફ માટે IP67 રેટિંગ મળ્યા છે અને આ ફોન 30 મીનિટ સુધી 1 મીટર ઉંડા પાણીમાં રહી શકે છે. જ્યારે એક વીડિયોમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે iPHONE X બે અઠાવાડિયા સુઘી નદીના પાણીમાં રાખવામાં આવ્યો પરંતુ ફોન તમામ રીતે સલામત છે.
યૂટ્યૂબ પર MAN+RIVER નામના ચેનલ પર એક વીડિયો શેર કરવામાં આવ્યો છે જેમાં નદીમાં iPHONE X શોધવાનો દાવો કરવામાં આવ્યો છે. કહેવામાં આવી રહ્યુ છે કે નદીમાં કોઈનો iPHONE X ખોવાયો હતો જ્યાર બાદ વીડિયો બનાવનારે iPHONEને સલામત રીતે પાછો આપ્યો છે. હકીકતમાં આ ચેનલને ચલાવનાર વ્યક્તિ પાણીમાં સિલ્વર રિંગ મોંગા સનગ્લાસ માસ્ક જેવી વસ્તુઓ શોધે છે પરંતુ આ વખતે તેના હાથે iPHONE X આવ્યો.
વીડિયો બનાવનાર આ વ્યક્તિએ ફોન મળ્યા બાદ તેને હેયર ડ્રાયરથી સુકવ્યો અને ત્યાર બાદ તેને સિલિકા જેલમાં રાખ્યો હતો. 3 દિવસ સુક્યા બાદ ફોનને ચાર્જકર્યો અને ત્યાર બાદ ફોનને ઓન કરવામાં આવ્યો હવે આ ફોન સરળતાથી કામા કરી રહ્યો છે.