ભારતીય દૂરસંચાર નિયામન પ્રાધિકરણ (ટ્રાઇ)ના એક ફેંસલા પર ફરી એકવાર ટેક્નોલોજીની દિગ્ગજ કંપની એપ્પલ મુશ્કેલીમાં મુકાઇ છે. એવું પણ થઇ શકે છે કે ટ્રાઇ આઇફોનની ભારતમાં સર્વિસ જ બંધ કરવા દે. કદાચ એવું પણ બને કે આઇફોનમાં ભારતના એકપણ સિમકાર્ડ કામ ના કરે. આપને જણાવી દઇએ કે ડૂ નોટ ડિસ્ટર્બ મામલે ટ્રાઇ અને એપ્પલ આમને-સામને આવી છે.
ટ્રાઇ અને એપ્પલ વચ્ચે વારંવાર કેમ થઇ રહ્યો છે વિવાદ
ઉલ્લેખનીય છે કે ટ્રાઇ અનિચ્છિત ફોન રોકવાવાળી એપ pesky ને પોતાના એપ સ્ટોરમાં સ્થાન આપવાની વાત કરી પરંતુ ટ્રાઇના તમામ પ્રયાસ છતાં એપલે ગ્રાહકોને ડેટાની સુરક્ષા અંગેનો હવાલો આપી તેને પોતાના એપ સ્ટોરમાં સ્થાન આપેલ નથી. આ મામલે ઓપરેટર એસોસિએશન ઓફ ઇન્ડિયાના પ્રબંધ નિર્દેશક રાજન મૈથ્યૂજ જણાવ્યું હતું કે આગામી 6 મહિનામાં જો આ એપને એપ્પલ સ્થાન નહીં આપે તો ટ્રાઇ તેના પર દબાવ લાદી શકે છે.
50 હજારથી 50 લાખ સુધીનો દંડ
ટ્રાઇએ આ મામલે નિયમ નહીં માનનાર સેવા પ્રદાતા પર 1000થી શરૂ કરી 50 લાખ સુધી દંડ કરવાની જોગવાઇ રાખવામાં આવી છે.
નવા પ્રૌદ્યોગિકીને ખાસ ફર્ક નહીં પડે
દૂરસંચાર વિશેષજ્ઞ સાથે વાતચીત કરતા તેમણે જણાવેલ કે ટ્રાઇએ અનિચ્છીત કોલને રોકવા માટે બ્લોકચેન અને રેગ્યુલેટરી અને રેગ્યુલેટરી સેંડ બોક્સ જેવી ટેક્નોલોજીનો ઉપયોગ કરવાની રજૂઆત કરી છે. આ પ્રક્રિયા મોંઘી અને કઠિન છે. રહ્યો સવાલ વપરાશકર્તાની તકલીફનો તો તે સમસ્યાનું નિરાકરણ નહીં આવે.
આપને જણાવી દઇએ કે ટ્રાઇના નવા નિયમોને કારણે ટેલીમાર્કેટિંગ કંપનીઓ દ્વારા કોલ અને મેસેજ મોકલવા પર ગ્રાહકોની સહમતિને અનિવાર્ય બનાવી છે.