બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / Tech & Auto / ટેક અને ઓટો / iPhone 16નું સેલ શરૂ થતા પહેલા અફરાતફરી, મુંબઈમાં સ્ટોરની બહાર લોકોની ભીડ ઉમટી, જુઓ વીડિયો
Last Updated: 09:30 AM, 20 September 2024
દિગ્ગજ ટેક કંપની એપલના આઈફોન 16 સિરીઝનું વેચાણ ભારતમાં શરૂ થઈ ગયું છે. કંપનીએ 9 સપ્ટેમ્બરના રોજ પોતાની સૌથી મોટી ઈવેન્ટ ઈટ્સ ગ્લોટાઈમમાં એઆઈ ફીચર્સની સાથે આઈફોન 16 સિરીઝ લોન્ચ કર્યો હતો. મુંબઈના બીકેસી સ્થિત સ્ટોરમાં સેલ શરૂ થતાં પહેલા જ લોકોની લાંબી લાઈન જોવા મળી હતી.
ADVERTISEMENT
એપલ સ્ટોર ખુલતા પહેલા જ સવાર સવારમાં લોકો સ્ટોરની બહાર જોવા મળ્યા હતા. આવો ક્રેઝ આ પહેલા પણ જોવા મળ્યો હતો જ્યારે આઈફોન 15 લોન્ચ થયો હતો.
ADVERTISEMENT
એક ગ્રાહક ઉજ્જવલ શાહે જણાવ્યું કે, હું છેલ્લા 21 કલાકથી લાઈનમાં ઊભું છું. હું કાલ સવારે 11 વાગ્યાથી અહીં છું અને આજે સવારે 8 વાગે સ્ટોરમાં એન્ટ્રી કરનાર પહેલી વ્યક્તિ હોઈશ. હું આજે ઘણો ઉત્સાહિત છું. આ ફોન માટે મુંબઈનો માહોલ એકદમ નવો છે. ગયા વર્ષે હું 17 કલાક લાઈનમાં ઉભો રહ્યો હતો.
VIDEO | Huge crowd gathers outside an Apple store in Mumbai as the new iPhone 16 series goes on sale from today.
— Press Trust of India (@PTI_News) September 20, 2024
(Full video available on PTI Videos - https://t.co/n147TvqRQz) pic.twitter.com/rA61tyivaY
કંપનીએ આઈફોન 16 સિરીઝમાં ચાર નવા ફોન લોન્ચ કર્યા છે. તેમાં તમને ડિઝાઈનથી લઈને ફીચર્સ સુધી ઘણું બધું નવું જોવા મળશે. જો કે, એક કામ એપલે પોતાના ઈતિહાસમાં પહેલી વખત કર્યું છે. આ પહેલી વખત છે જ્યારે કંપનીએ નવા આઈફોનને જૂનાથી ઓછી કિંમતમાં લોન્ચ કર્યો છે. એટલે કે કિંમતમાં વધારો નથી કર્યો.
લેબનોનમાં હેઝબુલ્લાંના એક પછી એક હજારો પેજરોમાં બ્લાસ્ટ કેવી રીતે થયો?
ચાર નવા ફોન લોન્ચ થયા
આઈફોન 16 અને આઈફોન 16 પ્લસની કિંમત
આઈફોમ 16 અને આઈફોન 16 પ્લસને પાંચ કલર વેરિઅન્ટમાં લોન્ચ કરવામાં આવ્યા છે, જેમાં એલ્ટ્રામરીન, ટીલ, પીંક, વ્હાઇટ અને બ્લેક કલર છે. તેમાં 128જીબી, 256જીબી સ્ટોરેજના ઓપ્શન મળે છે. આઈફોન 16ની પ્રારંભિક કિંમત 79,900 અને આઈફોન 16 પ્લસની પ્રારંભિક કિંમત 89,900 રૂપિયા છે.
તેમજ આઈફોન 16 પ્રોની પ્રારંભિક કિંમત 1,19,900 રૂપિયા છે. આઈફોન 16પ્રો મેક્સની પ્રારંભિક કિંમત 1,44,900 રૂપિયા છે. ફીચર્સની વાત કરીએ તો આઈફોન 16માં તમને 6.1 ઈંચ અને આઈફોન 16 પ્લસમાં 6.7 ઈંચની ડિસ્પ્લે મળશે. સ્ક્રિન બ્રાઈટનેસ 2000 નીટ્સ છે. તેમાં તમને કેમેરા કેપ્ચર બટન છે જેનો ઉપયોગ કરીને તમે એક ક્લિકમાં કેમેરાનું એક્સેસ મેળવી શકશો.
આઈફોન 16 સિરીઝમાં એ18 ચિપસેટ આપવામાં આવી છે. કંપનીએ જણાવ્યું કે, આ પ્રોસેસર માત્ર સ્માર્ટફોન જ નહીં પરંતુ ઘણા ડેસ્કટોપને પણ ટક્કર આપી શકે છે. તેમાં એપલ ઈન્ટેલિજેન્સનું ફીચર આપવામાં આવ્યું છે. જેની સાથે પ્રાઈવેસીનું પણ ધ્યાન રાખવામાં આવ્યું છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.