Apple iPhone 11, iPhone 11 Pro, iPhone 11 Pro Max ની ભારતીય કિંમતની જાહેરાત થઇ ગઇ છે. ભારતમાં 13 સપ્ટેમ્બરથી પ્રી બુકિંગ લેવામાં આવશે. 20 સપ્ટેમ્બરથી તમે એને ખરીદી શકશો.
Appleના ત્રણ નવા iPhones લૉન્ચ થઇ ગયા છે. જેમાં Apple iPhone 11, iPhone 11 Pro, iPhone 11 Pro Maxનો સમાવેશ થાય છે. આ ત્રણેયનું વેંચાણ ભારતમાં 20 સપ્ટેમ્બરથી શરૂ થશે. એના માટે તમે 13 સપ્ટેમ્બરથી પ્રી બુકિંગ કરાવી શકો છો. કંપનીએ કિંમતોની જાહેરાત પણ કરી દીધી છે.
iPhone 11 Proની કિંમત
iPhone 11 Pro અને iPhone 11 Pro Maxના ત્રણ વેરિયન્ટ્સ મળશે. 64GB, 256GB અને 512GB. કલર વેરિયન્ટ્સની વાત કરીએ તો એને તમે મિડાનાઇટ ગ્રીન, સ્પેસ ગ્રે, સિલ્વર અને ગોલ્ડમાં ખરીદી શકશો. 64GB વેરિયન્ટની કિંમત ભારતમાં 99,900 રૂપિયા છે, જ્યારે 256 GB વેરિયન્ટની કિંમત 1,09,900 રૂપિયા રાખવામાં આવી છે. 512GB વેરિયન્ટની કિંમતની હાલ જાહેરાત કરી નથી.
iPhone 11 Proમાં ટ્રિપલ રિયર કેમરા આપવામાં આવ્યા છે
કેમેરામાં આ વખતે કંપનીએ ઘણું કામ કર્યું છે. વધુ ટાઇમ કંપનીએ કેમેરા વીશે જણાવતા લગાવ્યો છે. iPhone 11 Proના બોક્સમાં 18wનું ફાસ્ટ ચાર્જ આપવામાં આવ્યું છે.
iPhone 11ની કિંમત
iPhone 11 છ કલર વેરિયન્ટ્સમાં મળશે. એના માટે પણ પ્રી ઑર્ડર 13 સપ્ટેમ્બરથી લેવામાં આવશે. એની શરૂઆતની કિંમત 64,900 રૂપિયા છે. iPhone 11 ત્રણ સ્ટોરેજ વેરિયન્ટમાં મળશે. બેસ વેરિયન્ટમાં 64GB ઇન્ટરનલ સ્ટોરેજ હશે, બીજા વેરિયન્ટમાં 128GB ની મેમરી હશે, જ્યારે ટૉપ વેરિયન્ટમાં 256GBનું સ્ટોરેજ મળશે.
Introducing the new triple-camera system on iPhone 11 Pro. Pre-order on 9.13. Expand for more. pic.twitter.com/cPH86lZvcC
iPhone 11 ગ્રીન, યલો, બ્લેક, પર્પલ, વાઇટ અને પ્રોડક્ટ રેડ કલરમાં ઉપલબ્ધ થશે.
iPhone 11 Pro અને iPhone 11 Pro Max સ્લેશ, વૉટર અને ડસ્ટ રેજિસ્ટેન્ટ છે. એને IP68નું રેટિંગ મળ્યું છે.
ઉલ્લેખનીય છે કે અમેરિકી ટેક્નોલોજી કંપની એપલની મંગળવારે રાતે ઇવેન્ટ યોજાઇ હતી. જેમાં iPhone 11, Series 5 Watch, Apple Arcade, Apple TV Plus અને નવા iPad લોન્ચ કર્યા.