બ્રેકિંગ ન્યુઝ
VTV / iocl recruitment indian oil corporation limited recruitment know more
Arohi
Last Updated: 11:37 AM, 24 September 2022
ADVERTISEMENT
ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન લિમિટેડ (IOCL)એ એન્જીનિયરિંગ આસિસ્ટન્ટ (EA) અને ટેકનિકલ એટેન્ડન્ટ (TA)ની પોસ્ટ માટે જાહેરનામું બહાર પાડ્યું છે. પાઇપલાઇન વિભાગ હેઠળ દેશભરમાં ખાલી જગ્યાઓ ઉપલબ્ધ છે. ઉમેદવારો 10 ઓક્ટોબર 2022 સુધીમાં સત્તાવાર વેબસાઇટ plapps.indianoil.in પર તેમની અરજી સબમિટ કરી શકે છે. IOCL વેકેન્સી 2022 પર બીજી ડિટેસ્લ જેમ કે લાયકાત, પગાર, ખાલી જગ્યાઓ અને અન્ય વિગતો અહીં આપવામાં આવી છે.
ADVERTISEMENT
1.5 લાખ સુધી મળશે પગાર
વય મર્યાદા વિશે વાત કરીએ તો આ પદો માટે અરજી કરવા માટે ઉમેદવારોની ઉંમર ઓછામાં ઓછી 18 વર્ષ હોવી જોઈએ. જ્યારે મહત્તમ વય મર્યાદા 26 વર્ષ રાખવામાં આવી છે. પગાર વિશે વાત કરીએ તો, EAની પોસ્ટ માટે પસંદ કરાયેલા લોકોને 25000 રૂપિયાથી લઈને 105000 રૂપિયા પ્રતિ માસ સુધીનો પગાર મળશે.
ત્યાં જ TAના પદો પર પસંદ કરાયેલા લોકોને 23000 રૂપિયાથી લઈને 78000 રૂપિયા પ્રતિ માસ સુધીનો પગાર મળશે. અરજી ફી વિશે વાત કરીએ તો જનરલ OBC અને EWS કેટેગરીના ઉમેદવારોએ 100 રૂપિયાની અરજી ફી ચૂકવવી પડશે. જ્યારે SC/ST/PwBD કેટેગરીના ઉમેદવારોએ કોઈપણ અરજી ફી ચૂકવવાની નથી.
આ રીતે કરો અરજી
સિલેક્શન પ્રોસેસ વિશે વાત કરીએ તો ઉમેદવારોની પસંદગી લેખિત પરીક્ષા અને સ્કિલ, પ્રોફિશિએન્સી અને ફિઝિકલ ટેસ્ટના આધારે કરવામાં આવશે. જે ઉમેદવારો આ પોસ્ટ્સ પર નોકરી માટે અરજી કરવા માગે છે તેઓ સત્તાવાર વેબસાઇટ https://plapps.indianoil.in પર જઈને આમ કરી શકે છે. નોટિફિકેશન ચેક કરવાની ડાયરેક્ટ લિંક આ છે. https://iocl.com/admin/img/UploadedFiles/LatestJobOpening/Files/7a171190...
શૈક્ષણિક લાયકાત
Engineering Assistant (Mechanical) Grade-IV- ઉમેદવારે સરકાર માન્ય સંસ્થામાંથી મિકેનિકલ એન્જિનિયરિંગ અથવા ઓટોમોબાઈલ એન્જિનિયરિંગમાં ત્રણ વર્ષનું ડિપ્લોમા (અથવા ઓછામાં ઓછા એક વર્ષના સમયગાળાની ITI પછી લેટરલ એન્ટ્રી દ્વારા બે વર્ષ) હોવો જોઈએ.
એન્જિનિયરિંગ આસિસ્ટન્ટ (ઇલેક્ટ્રિકલ) ગ્રેડ-IV - ઉમેદવાર પાસે સરકારી માન્યતા પ્રાપ્ત સંસ્થામાંથી ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ અથવા ઇલેક્ટ્રિકલ અને ઇલેક્ટ્રોનિક્સ એન્જિનિયરિંગમાં ત્રણ વર્ષનો ફૂલ ટાઈમ ડિપ્લોમા હોવો જોઈએ (અથવા ઓછામાં ઓછા એક વર્ષના સમયગાળાની ITI પછી લેટરલ એન્ટ્રી દ્વારા બે વર્ષ)
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.