ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન દ્વારા વિવિધ પદો પર બહાર પાડવામાં આવી ભરતી. ગુજરાત સહિત દેશભરના યુવાનો માટે નોકરીની તક
ઈન્ડિયન ઓઈલમાં બહાર પડી ભરતી
ગુજરાતના ઉમેદવારો માટે સારી તક
જાણો કઈ રીતે કરશે એપ્લાય
ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન લિમિટેડે (IOCL Recruitment 2021) ગુજરાત સહિત દેશભરમાં ભરતી બહાર પાડી છે. જેના માટે તેણે ઓફિશયલ નોટિફિકેશન જાહેર કરી છે. જેમાં વિવિધ પદો પર ખાલી જગ્યાઓ ભરવા માટે અરજીઓ મંગાવવામાં આવી રહી છે. તેના માટેની વધુ માહિતી જેવી કે વેકેન્સી ડિટેલ્સ, શૈક્ષણિક લાયકાત, સિલેક્શન પ્રોસેસ વગેરે જેવી માહિતી નોટિફિકેશનમાં આપવામાં આવી છે.
આ ભરતીઓ દ્વારા કોર્પોરેશનની વિવિધ રિફાઈનરીમાં ઉમેદવારોને એપ્રેન્ટિસના પદ માટે પસંદ કરવામાં આવશે. આ પદો પર હાઈસ્કૂલ, ઈન્ટરમીડિએટ, ગ્રેજ્યુએશ, આઈટીઆઈ અને પોલિટેક્નિકમાં ડિપ્લોમા કરી ચુકેલા ઉમેદવાર અરજી કરી શકે છે. ઉમેદવારોની પસંદગી ભરતી પરીક્ષાના આધાર પર કરવામાં આવશે.
કઈ કઈ પોસ્ટ માટે બહાર પાડવામાં આવી ભરતી?
કુલ આટલા પદો પર વેકેન્સી
ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશને ઓફિશ્યલ જાહેરાત બહાર પાડીને કુલ 338 પદો માટે અરજી મંગાવી છે. યોગ્ય અને ઈચ્છુક ઉમેદવારે તેની ઓફિશ્યલ વેબસાઈટ પર જઈને અરજી કરવાની રહેશે.
વય મર્યાદા
31-10-2021 સુધી જનરલ અને EWS ઉમેદવારોની ઉંમર ઓછામાં ઓછા 18 વર્ષ અને વધુમાં વધુ 24 વર્ષ હોવી જરૂરી છે.
SC/ST/OBC(NCL)/PwBD કેન્ડીડેટ માટે વય મર્યાદામાં છુટછાટ સરકારની ગાઈડલાઈન પ્રમાણે આપવામાં આવશે.
વધુ માહિતી
22-10-2021ના રોજ આ પદો પર ઓનલાઈન અરજી શરૂ થઈ ગઈ છે.
ઓનલાઈન ફોમ ભરવાની છેલ્લી તારીખ 12-11-2021 છે.
એડમિટ કાર્ડ ડાઉનલોડ કરવાની અંદાજીત તારીખ 16-11-2021 થી 20-11-2021 છે.
લેખિત પરીક્ષાની અંદાજીત તારીખ 21-11-2021 છે.
લેખિત પરીક્ષાના પરિણામની અંદાજીત તારીખ 4-12-2021 છે.
ડોક્યુમેન્ટ વેરિફિકેશનની અંદાજીત તારીખો 13-12-2021 થી 20-12-2021 છે.