બ્રેકિંગ ન્યુઝ
VTV / બિઝનેસ / ટાટાની કંપનીના રોકાણકારોને લોટરી લાગી! પાંચ જ દિવસમાં કરી 620000000000 રૂપિયાની કમાણી
Last Updated: 05:01 PM, 8 December 2024
ગયા સપ્તાહે શેરબજારમાં જોરદાર ઉછાળો જોવા મળ્યો હતો અને ટીસીએસ-એચડીએફસી બેન્કના શેરમાં ઘણો વધારો થયો હતો. આ કારણે TCS રોકાણકારોએ આશરે રૂ. 62,000 કરોડની કમાણી કરી હતી, જ્યારે HDFC બેન્કના રોકાણકારોએ રૂ. 45,000 કરોડની કમાણી કરી હતી.
ADVERTISEMENT
છેલ્લું અઠવાડિયું શેરબજાર માટે શાનદાર સાબિત થયું હતું અને બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE સેન્સેક્સ) ના 30 શેરોવાળા સેન્સેક્સમાં 1906.33 પોઈન્ટનો ઉછાળો જોવા મળ્યો હતો. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જના નિફ્ટી (NSE નિફ્ટી)માં 546.70 પોઈન્ટનો વધારો નોંધાયો હતો. દરમિયાન ટોચની 10 સેન્સેક્સ કંપનીઓમાંથી છ કંપનીઓના બજાર મૂલ્યમાં રૂ. 2 લાખ કરોડથી વધુનો વધારો થયો હતો અને સૌથી વધુ ફાયદો ટાટા ગ્રૂપની કંપની TCSના રોકાણકારોને થયો હતો, જેમણે માત્ર પાંચ દિવસમાં રૂ. 62000 કરોડથી વધુની કમાણી કરી હતી.
ADVERTISEMENT
છ ટોચની કંપનીઓની બલ્લે-બલ્લે
ગયા અઠવાડિયે શેરબજારમાં સેન્સેક્સની ટોચની 6 કંપનીઓના સંયુક્ત બજાર મૂલ્યમાં રૂ. 2.03 લાખ કરોડનો વધારો થયો હતો. આ દરમિયાન TATAની TCS સાથે, HDFC બેંક, ખાનગી ક્ષેત્રની સૌથી મોટી બેંકે જોરદાર કમાણી કરી. અન્ય કમાણી કરતી કંપનીઓમાં મુકેશ અંબાણીની રિલાયન્સ અને એનઆર નારાયણ મૂર્તિની ઈન્ફોસિસ પણ સામેલ છે.
TCS-HDFC મોખરે રહ્યું
ગયા અઠવાડિયે TCS અને HDFC બેંકો તેમના રોકાણકારો પર નાણાનો વરસાદ કરવામાં મોખરે હતી. એક તરફ આઇટી દિગ્ગજ TCSનું બજાર મૂલ્ય રૂ. 62,574.82 કરોડ વધીને રૂ. 16,08,782.61 કરોડ થયું છે. બીજી તરફ HDFC બેન્કનું માર્કેટ કેપ વધીને રૂ. 14,19,270.28 કરોડ થયું છે અને જો આપણે તે મુજબ જોઈએ તો બેન્કના રોકાણકારોએ માત્ર પાંચ ટ્રેડિંગ દિવસોમાં રૂ. 45,338.17 કરોડની કમાણી કરી છે.
રિલાયન્સે ખૂબ કમાણી કરી
ટીસીએસ અને એચડીએફસી બેંક ઉપરાંત જે કંપનીઓ કમાણીમાં આગળ હતી, તેમાં ઈન્ફોસિસનું માર્કેટ કેપ (Infosys MCap) રૂ. 26,885.8 કરોડ વધીને રૂ. 7,98,560.13 કરોડ થયું છે, જ્યારે અબજોપતિ મુકેશ અંબાણી જેઓ તેલથી લઈને ટેલિકોમ સુધીનો બિઝનેસ કરે છે. રિલાયન્સ કંપનીના માર્કેટ કેપમાં રૂ. 26,185.14 કરોડ વધી તે રૂ. 17,75,176.68 કરોડ થયો છે.
દેશની સૌથી મોટી જાહેર ક્ષેત્રની બેંક એસબીઆઇનું માર્કેટ કેપ રૂ. 22,311.55 કરોડ વધીને રૂ. 7,71,087.17 કરોડ થયું અને બીજી તરફ આઇસીઆઇસીઆઇ બેન્ક એમસીકેપ રૂ. 19,821.33 કરોડ વધીને રૂ. 9,37,545.57 કરોડ થયું છે.
આ કંપનીઓને નુકસાન થયું
ગયા સપ્તાહે તેમના રોકાણકારોને નુકસાન પહોંચાડનાર કંપનીઓ વિશે વાત કરીએ તો, ભારતી એરટેલનું બજાર મૂલ્ય રૂ. 16,720.1 કરોડ ઘટીને રૂ. 9,10,005.80 કરોડ થયું હતું. આ સિવાય ITCનો એમકેપ રૂ. 7,256.27 કરોડ ઘટીને રૂ. 5,89,572.01 કરોડ થયો હતો. HULનું માર્કેટ કેપ રૂ. 2,843.01 કરોડ ઘટીને રૂ. 5,83,673.71 કરોડ થયું હતું, જ્યારે LICનું માર્કેટ કેપ રૂ. 1,265 કરોડ ઘટીને રૂ. 6,21,937.02 કરોડ થયું હતું.
આ પણ વાંચોઃ PM કિસાન યોજનામાં હવે 12000 રૂપિયાની સહાય! ખેડૂતો-નિર્મલા સીતારમણ વચ્ચે થઈ આ વાતચીત
મુકેશ અંબાણીની કંપની સૌથી મૂલ્યવાન
આ વખતે પણ મુકેશ અંબાણીની કંપની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ સૌથી મૂલ્યવાન કંપની રહી, ત્યારબાદ TCS, HDFC બેન્ક, ICICI બેન્ક, ભારતી એરટેલ, ઇન્ફોસિસ, સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા, LIC, ITC અને હિન્દુસ્તાન યુનિલિવરનો નંબર આવે છે.
(DISCLAIMER: બિઝનેસને લગતો આ આર્ટિકલ ન્યૂઝ આધારિત છે જેમાં રિસ્કનું પ્રમાણ વધુ હોય શકે છે, કોઈ પણ જગ્યાએ રોકાણ કે બિઝનેસને લગતો વહીવટ કરતી વખતે એક વખત માર્કેટ નિષ્ણાંતની સલાહ લેવી જરૂરી છે, vtvgujarati.com કોઈ પણ મુશ્કેલી માટે બંધનકર્તા રહેશે નહીં જેની ખાસ નોંધ લેવી.)
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
સસ્તા રિચાર્જ પ્લાન.. / જિયો યુઝર્સની બલ્લે બલ્લે! 100 રૂપિયાના રિચાર્જ પ્લાનમાં ડેટા-કોલિંગની સાથે મળશે આ ફાયદા
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
સસ્તા રિચાર્જ પ્લાન.. / જિયો યુઝર્સની બલ્લે બલ્લે! 100 રૂપિયાના રિચાર્જ પ્લાનમાં ડેટા-કોલિંગની સાથે મળશે આ ફાયદા
ADVERTISEMENT