બ્રેકિંગ ન્યુઝ
VTV / બિઝનેસ / સ્મોલકેપ કંપનીના રોકાણકારોને લોટરી લાગી! માત્ર 3 મહિનામાં આપ્યું 400 ટકાથી વધારે રિટર્ન
Last Updated: 08:38 PM, 24 June 2024
TAC Infosec પર દાવ લગાવનારા રોકાણકારો 3 મહિનામાં માલામાલ બની ગયા છે. માત્ર 3 મહિનામાં કંપનીના શેરમાં 440% થી વધુનો વધારો થયો છે. IPOમાં TAC Infosecના શેરની કિંમત 106 રૂપિયા હતી. TAC Infosecનો શેર 24 જૂન, 2024ના રોજ રૂ. 571.05 પર બંધ થયો હતો. અનુભવી રોકાણકાર વિજય કેડિયાએ TAC ઇન્ફોસેકના શેર પર મોટો દાવ લગાવ્યો છે. કંપનીનો IPO 27 માર્ચ 2024ના રોજ સબસ્ક્રિપ્શન માટે ખુલ્લો હતો અને તે 2 એપ્રિલ સુધી ખુલ્લો રહ્યો હતો.
ADVERTISEMENT
વિજય કેડિયા પાસે 1100000 થી વધુ શેર
દિગ્ગજ રોકાણકાર વિજય કેડિયાએ સાયબર સિક્યોરિટી કંપની TAC Infosec પર મોટો દાવ લગાવ્યો છે. વિજય કિશનલાલ કેડિયા TAC ઇન્ફોસેકના 11,47,500 શેર ધરાવે છે. કંપનીમાં તેમનો હિસ્સો 10.95 ટકા છે. આ સિવાય વિજય કેડિયાના પુત્ર અંકિત કેડિયા પાસે પણ TAC ઈન્ફોસેકના 3,82,500 શેર છે. કંપનીમાં તેમનો હિસ્સો 3.65 ટકા છે.
ADVERTISEMENT
કંપનીના શેર 174% ના નફા સાથે લિસ્ટ થયા
TAC Infosec ના શેર 5 એપ્રિલ 2024 ના નેશનલ સ્ટોક એક્સચેન્જના SME પ્લેટફોર્મ પર લિસ્ટ થયા હતા. આઈપીઓમાં કંપનીના શેરની કિંમત રૂ. 106 હતી. કંપનીના શેર 174 ટકાના નફા સાથે રૂ. 290 પર લિસ્ટ થયા હતા. લિસ્ટિંગના દિવસે કંપનીના શેર રૂ. 304.50 પર બંધ થયા હતા. કંપનીના શેરનું 52 સપ્તાહનું ઉચ્ચ સ્તર રૂ. 760 છે. તે જ સમયે, કંપનીના શેરનું 52 સપ્તાહનું નીચલું સ્તર રૂ. 261.10 છે. કંપનીનું માર્કેટ કેપ 599 કરોડ રૂપિયાની આસપાસ છે.
વધુ વાંચોઃ IT રિટર્ન ફાઇલ કરતા પહેલા આટલી બાબતો ખાસ જાણી લેજો, બચી જશે લાખો રૂપિયા!
કંપનીએ રૂ. 6 કરોડથી વધુનો નફો કર્યો
TAC Infosec એ માર્ચ 2024 ના પૂરા થતા નાણાકીય વર્ષમાં રૂ. 6.33 કરોડનો ચોખ્ખો નફો કર્યો હતો. જ્યારે એક વર્ષ પહેલા કંપનીએ રૂ. 5.13 કરોડનો નફો કર્યો હતો. નાણાકીય વર્ષ 2024માં કંપનીનું કુલ વેચાણ વધીને રૂ. 11.62 કરોડ થયું છે, જે એક વર્ષ અગાઉ રૂ. 10 કરોડ હતું.
લેટેસ્ટ અપડેટ મેળવવા માટે આ લાઇન પર ક્લિક કરી ડાઉનલોડ કરો અમારી મોબાઈલ ફ્રેન્ડલી એપ
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.